દિગ્ગ્જ અભિનેતા કાદરખાન નું થયું કૅનેડામાં નિધન, બોલીવુડમાં છવાઈ ગયા દુઃખોના વાદળ…ૐ શાંતિ જરૂર લખજો

0

હિન્દી સિનેમા ના દિગ્ગ્જ કલાકાર અભિનેતા કાદરખાન નું નિધન થઇ ચૂક્યું છે. તે આ સમયે 81 વર્ષના હતા. દીકરા સરફરાઝ ખાને કાદર ખાન ના મૃત્યુ ની જાણકારી આપી છે. તે લાંબા સમય થી બીમાર હતા અને આગળના અમુક સમય થી કેનેડા ની હોસ્પિટલ માં ભરતી હતા. કેનેડા હોસ્પિટલ અને દીકરા સરફરાઝ એ જણાવ્યું કે,”મારા પિતા હવે આપણી વચ્ચે રહ્યા નથી. લાંબી બીમારી ને લીધે કેનેડા ના સમયના અનુસાર 31 ડિસેમ્બર સાંજે 6 વાગે તેનું નિધન થઇ ગયું છે. તે બપોરના સમયે જ કોમામાં ચાલ્યા ગયા હતા. તે 16-17 અઠવાડિયા સુધી હોસ્પિટલ માં જ ભરતી હતા”. સરફરાઝે જણાવ્યું કે,”અમે અંતિમ સંસ્કાર કેનેડા માં જ કરીશું.અહીં પૂરો પરિવાર લાંબા સમયથી અહીં જ રહી રહ્યા છે, માટે અમે દરેક અંતિમ ક્રિયાઓ અહીં જ સંપન્ન કરીશું”.લાંબા સમયની બીમારી ને લીધે કેનેડામાં તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. કાદરખાન ને શ્વાશ લેવામાં તકલીફ થઇ રહી હતી અને તેને લીધે ડોક્ટરોએ તેને વેન્ટિલેટર પર રાખ્યા હતા. કાદરખાન ની તબિયત ખરાબ થતી જઈ રહી હતી, એવામાં દરેક કોઈ તેના સ્વાસ્થ્ય ની દુવાઓ કરતા હતા. અમિતાબ બચ્ચન એ ટ્વીટ કરીને કહ્યું હતું કે,”કાદરખાન, ખુબ જ પ્રતિભાવશાળી અભિનેતા અને રાઇટર આજે હોસ્પિટલમાં છે. તેના સ્વાસ્થ્ય માટે અમે દુવાઓ કરીયે છીએ”.
કાદરખાન ને હતી આ બીમારી:

કાદરખાન ને પ્રોગ્રેસિવ સુપરાન્યુક્લિયર પાલ્સી નામની બીમારી હતી, જેને લીધે તેને સંતુલન જાળવવામાં, ચાલવા-ફરવા માં સમસ્યા થઇ રહી હતી. તેના સિવાય તેને ડિમેન્સિયા(ભૂલવાની બીમારી) પણ હતી.

અફઘાનિસ્તાન ના કાબુલ માં થયો હતો જન્મ:
જણાવી દઈએ કે કાદરખાન નો જન્મ અફઘાનિસ્તાન ના કાબુલ માં થયો હતો અને વર્ષ 1973 માં રાજેશ ખન્ના  અભિનીત ‘દાગ’ ફિલ્મ થી ફિલ્મોમાં પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. તેમણે 300 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 250 થી વધારે ફિલ્મોમાં ડાઈલોગ પણ લખ્યા છે. ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરવાના પહેલા તેમણે રણધીર કપૂર અને જ્યા બચ્ચન અભિનીત ફિલ્મ ‘જવાની દીવાની’ માં પણ કામ કર્યું હતું.

ભગવાન તેની આત્મા ને શાંતિ આપે તેવી દુવા કરીયે છીએ.

‘ૐ શાંતિ’

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here