ગરીબી માં કાદરખાને ઝૂંપડી માં વિતાવ્યા દિવસો, પછી આવી રીતે કર્યુ 45 વર્ષો સુધી બૉલીવુડ પર રાજ…..જીવનચરિત્ર વાંચો

0

હિન્દી સિનેમા જગત માં પોતાની કૉમેડી થી લોકોના દિલોને જીતનારા કાદરખાન નું નિધન થઇ ચુક્યું છે. કાદરખાન ના મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેની હાલત ખુબ જ ગંભીર બની ગઈ હતી, કાદરખાને ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે ઘણી ફિલ્મોના ડાઈલોગ પણ લખ્યા છે. એવામાં આજે અમે તમને કાદરખાન ના જીવન સાથે જોડાયેલા અમુક કિસ્સાઓ વિશે જણાવા જઈ રહ્યા છીએ.
કાદરખાન ના પિતા અબ્દુલ રેહમાન ખાન અંધાર ના હતા તો માતા ઇકબાલ બેગર પિશિન ની રહેનારી હતી.કાદરખાન ના જન્મ પહેલા તેનો પરિવાર કાબુલ માં રહેતો હતો પણ ત્રણ મોટા ભાઈઓ ની મૃત્યુ પછી કાદરખાન  ના માતા-પિતા ગભરાઈને તેને મુંબઈ લઈને આવી ગયા.
કાદરખાન નું બાળપણ ખુબ ગરીબીમાં વીત્યું હતું. તેઓ એક ઝૂંપડીમાં રહેતા હતા. કહેવામાં આવે છે કે પગમાં પહેરવા માટે તેની પાસે ચપ્પલ પણ ન હતા.  કહેવામાં આવે છે કે કાદરખાન ના પહેલા નાટક માં તેનો અભિનય જોઈને એક વડીલે તેને 100 રૂપિયાની નોટ આપી હતી. અમુક વર્ષો સુધી તો કાદર ખાને આ નોટ ને પોતાની પાસે જ સંભાળીને રાખી હતી પણ પછી ગરીબી ને લીધે તેનો ખર્ચ કરી નાખ્યો. ફિલ્મોમાં એક્ટિંગ ના સિવાય કાદરખાન એક લેખક પણ હતા.
કાદરખાન એ પોતાની પહેલી ફિલ્મ ‘દાગ’ દ્વારા એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મ માં કાદરખાન એક વકીલ ની ભૂમિકામાં હતા. કાદરખાન એ કોલેજ ના નાટકમાં કરવામાં આવેલા કામથી દિલીપ કુમાર ખુબ જ પ્રભાવિત થઇ ગયા હતા અને તેમણે કાદરખાન ને ફિલ્મ ‘સગીના’ અને ‘બૈરાગ’ માટે સાઈન કરી લીધા હતા. કાદરખાન એ લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ તેમણે હિન્દી અને ઉર્દુ માં 250 ફિલ્મોના ડાઈલોગ પણ લખ્યા છે.આ સિવાય રાજેશ ખન્ના અને મુમતાજ ની વર્ષ 1974 માં આવેલી ફિલ્મ ‘રોટી’ માટે કાદરખાને ડાઈલોગ પણ લખ્યા હતા આ કામ માટે કાદરખાનને 1 લાખ 21 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. કાદરખાનની છેલ્લી ફિલ્મ વર્ષ 2015 માં આવેલી ‘દિમાગ કા દહીં’ હતી. વર્ષ 2013 માં કાદરખાન ને ફિલ્મોમાં યોગદાન માટે સાહિત્ય શિરોમણી એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેની સાથે જ કાદરખાન ને બેસ્ટ કોમેડિયન અને બેસ્ટ સપોર્ટિંગ રોલ નો એવોર્ડ પણ આપવામાં આવેલો છે.પોતાના સમયમાં કાદરખાન હીરોઇનો કરતા પણ વધારે ફેમસ બની ગયા હતા અને દર્શક પોસ્ટરો માં તેને જોયા પછી જ ટિકિટ ખરીદતા હતા. કાદરખાન લાંબા સમયથી સિનેમા જગત થી દૂર રહયા અને પોતાના દીકરા અને વહુ સાથે કૅનૅડામાં રહી રહ્યા હતા.81 વર્ષ ની ઉંમરે લાંબી બીમારી ને લીધે તેનું કેનેડા ની હોસ્પિટલ માં નિધન થઇ ગયું છે. તેનો અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here