ક્યાંક કાદરખાન જેવી બીમારી તમને તો નથી ને, જુઓ તેના 7 લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

0

દિગ્ગજ અભિનેતા અને લેખકે કાદરખાન હવે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. કેનેડાની હોસ્પિટલ માં તેમણે 31 ડિસેમ્બર ના રોજ છેલ્લા શ્વાસ લીધા હતા, જેની જાણકારી તેના દીકરા સરફરાશ એ ટ્વીટ દ્વારા લોકોને આપી હતી. સરફરાશે કહ્યું કે,”મારા પિતાનું  નિધન થઇ ગયું છે. લાંબી બીમારીના પછી 31 ડિસેમ્બર ની સાંજે છ વાગે તેનું નિધન થઇ ગયું છે તે બપોરના સમયથી જ કોમામાં ચાલ્યા ગયા હતા. તે આગળના 16-17 અઠવાડિયા થી હોસ્પિટલ માં ભરતી હતા.તેનું અંતિમ સંસ્કાર કેનેડા માં જ કરવામાં આવશે. અમારો પૂરો પરિવાર અહીં જ છે માટે આવું કરવાનો નિર્ણય લીધો છે.81 વર્ષ ના કાદરખાન ને શ્વાશ લેવામાં તકલીફ થઇ રહી હતી, જેના પછી ડોક્ટરોએ તેને નિયમિત વેન્ટિલેટર થી હટાવીને બીઆઈપીએપી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.કાદરખાન ઘણા લાંબા સમયથી બીમાર હતા જે શરીર ના ઘણા હિસ્સાઓ પર અસર કરે છે જેને પ્રોગ્રેસિવ સુપરાન્યુક્લિઅર પાલ્સી (PSP) કહેવામાં આવે છે.
પ્રોગ્રેસિવ સુપરાન્યુક્લિઅર પાલ્સી એક એવી દુર્લભ સ્થતિ છે, જેમાં સંતુલન, ચાલવા-ફરવામાં, જોવામાં, બોલવામાં ને ખોરાક ગળે ઉતારવામાં વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે. જેને લીધે સમયની સાથે-સાથે મગજના કોષો ને પણ નુસખાન થાય છે. 60 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ માં મોટાભાગે આ બીમારી જોવા મળે છે.
શું હોય છે પ્રોગ્રેસિવ સુપરાન્યુક્લિઅર પાલ્સીના લક્ષણો:પ્રોગ્રેસિવ સુપરાન્યુક્લિઅર પાલ્સી ની બાબતમાં લક્ષણો સમયની સાથે સાથે વધારે અને ગંભીર થાતા જાય છે, શરૂઆતમાં લક્ષણ બીજી બીમારીઓ જેવા જ દેખાય છે, એવામાં પ્રોગ્રેસિવ સુપરાન્યુક્લિઅર પાલ્સી ની ખબર પડવી થોડું મુશ્કિલ છે. જો કે પ્રોગ્રેસિવ સુપરાન્યુક્લિઅર પાલ્સી ના લક્ષણો માં…

સંતુલન બનાવી રાખવામાં અને ચાલવા-ફરવામાં સમસ્યા, વારંવાર બીક લાગવી, વ્યવહારમાં બદલાવ, માંસપેશીઓમાં સોજો, આંખો ની હલનચલન પર કાબુ ન કરી શકવો, બોલવામાં સમસ્યા આવવી, ભૂલી જવાની સમસ્યા વગેરે.બીમારીથી બચવાનો ઈલાજ:જો કે હાલ દુનિયામાં પ્રોગ્રેસિવ સુપરાન્યુક્લિઅર પાલ્સી નો કોઈ ઈલાજ નથી પણ તેના ઉપાયોના રિસર્ચો ચાલી રહ્યા છે અને નવા નવા ઈલાજ ની સંભાવનાઓ પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે.

જો કે આ ઇલાજો સામાન્ય રીતે પ્રોગ્રેસિવ સુપરાન્યુક્લિઅર પાલ્સી બીમારીમાં કરી શકાય છે:
સંતુલન બનાવી રાખવા માટે માંસપેશીઓની માલિશ,ચાલવા-ફરવા, કામ કરવામાં આસાની માટે ફિઝિયોથેરાપીસ્ટ ની મદદ, બોલવા અને ખોરાક ગળે ઉતારવા માટે સ્પીચ થેરાપી ની મદદ,રોજના સામાન્ય કર્યો આસાનીથી થઇ શકે તેના માટે ઓક્યુપેશન થેરાપી ની મદદ, બોટોક્સ કે પછી અન્ય ચશ્માં જેના દ્વારા જોવામાં મદદ મળી શકે, ફીડિંગ ટ્યુબ જેની મદદ દ્વારા શરીર માં પોષક તત્વો જઈ શકે.  Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here