કાદરખાને કબરો ની વચ્ચે બેસીને લખેલા ડાઈલોગ ની વસૂલી હતી સવા લાખ રૂપિયા ફી, અંતિમ સમય માં એક કોલ માટે પણ તરસી ગયા……

0

બૉલીવુડ ના દિગ્ગજ એક્ટર, કોમેડિયન અને રાઈટર કાદરખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે કૅનૅડાની હોસ્પિટલ માં 31 ડિસેમ્બર ના રોજ છેલ્લા શ્વાશ લીધા હતા. તેના મગજે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. કાદરખાન ના દીકરા સરફરાશે જણાવ્યું કે તે બપોરના સમયથી જ કોમામાં ચાલ્યા ગયા હતા. કાદરખાન એ 45 વર્ષ સુધી બૉલીવુડ માં રાજ કર્યું હતું અને દર્શકોના દિલોમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી હતી.કાદરખાન એ પોતાના કેરીયર માં 300 થી વધારે ફિલ્મો કરી છે. આ સિવાય ઘણી ફિલ્મોની કહાનીઓ અને ડાઈલોગ પણ લખ્યા છે. કાદરખાન નો જન્મ કાબુલ, અફઘાનિસ્તાન માં થયો હતો. તેમણે પોતાના કેરિયર ની શરૂઆત એકે પ્રોફેસર ના સ્વરૂપે કરી હતી. કાદરખાન બાળપણ થી જ ગરીબીમાં જીવતા આવ્યા હતા. તેની પાસે પગમાં પહેરવા માટે ચપ્પલ પણ ન હતા.
ભારત-પાકિસ્તાન ના ભાગલા પછી કાદરખાન નો પરિવાર ભારત આવી ગયો. કાદરખાન ના બે ભાઈઓ હતા પણ તેનું બાળપણ માં જ નિધન થઇ ગયું હતું. કાદરખાન કદરખાન ના જન્મ પછી જ તેઓનો પરિવાર મુંબઈ આવીને રહેવા લાગ્યો હતો. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે સિદ્દીકી કોલેજ ઓફ એન્જીનીયરીંગ માં પ્રોફેસર થઇ ગયા હતા. કાદરખાન ને અભિનય કરવો કૂબ જ પસંદ હતો. તે કોલેજના સાંઇઠ જ અભિનય માં ભાગ લેતા હતા. એકવાર દિલીપકુમારે તેનું અભિનય જોયું તો તેને તે ખુબ પસંદ આવ્યું હતુ. તેના પછી તેમણે કાદરખાન ને પોતાની ફિલ્મોમાં કામ કરવા માટે કહ્યું।કાળરાહન ની પેલી ફિલ્મ દાગ હતી.જેમાં તેમણે વકીલ ની ભૂમિકા નિભાવી હતી.કાદરખાને તે સમયે હિટ ફિલ્મ રોટી ના ડાયલોગ્સ લખ્યા હતા. આ ફિલ્મ માટે મનમોહન દેસાઈ એ તેને એક લાખ 20 હજાર રૂપિયાની ફી આપી હતી. જો કે તે સમયે આ ફી ખુબ મોટી રકમ હતી. કાદરખાન એ ફિલ્મોના સિવાય ટીવી શો માં પણ કામ કર્યું છે. કાદરખાન ને 9 વાર બેસ્ટ કોમેડિયન નો એવોર્ડ પણ મળી ચુક્યો છે. કહેવામાં આવતું હતું કે કાદરખાન કબરો ની વચ્ચેએકાંત માં બેસીને ડાઈલોગ લખ્યા કરતા હતા. કાદરખાન અશ્લીલ અને ડબલ મીનિંગ વાળા ડાઈલોગ પણ લખી ચુક્યા છે. કાદરખાન છેલ્લી વાર ફિલ્મ ‘દિમાગ કા દહીં’ માં નજરમાં આવ્યા હતા.સૌ પ્રથમ વાર જ્યારે તેની તબિયત બગડી ત્યારે તેને હરવા-ફરવા માં તકલીફ થતી હતી માટે તે બાબા રામદેવ ના આશ્રમ ઈલાજ માટે ચાલ્યા ગયા હતા. જ્યા તેની હાલત માં ઘણો સુધારો આવ્યો હતો.કાદરખાન ને મગજ ની સમસ્યા પણ આવી ગઈ હતી અને તેને લાગવા લાગ્યું હતું કે તેની ખબર પૂછવા કોઈ તેને ફોન પણ નથી કરતું પણ માત્ર અમિતાબ જ તેને ફોન કરીને હાલ-ચાલ પૂછતા રહેતા હતા. કાદરખાન ને એ વાતનું દુઃખ હતું કે તેમણે ઇન્ડસ્ટ્રી માટે આટલું બધું કર્યું છતાં પણ આજ સુધી તેને પદ્મશ્રી જેવા સમ્માન ના કહકદાર સમજવામાં ન આવ્યા. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here