આ 8 કારણોનાં લીધે ખાવા જ જોઈએ કાબુલી ચણા …..પુષ્કળ ફાયદાઓ વાંચો

0

કાબુલી ચણા ખાવાથી થતાં ફાયદાઓ :

શાકાહારીઑ માટે ચણા પ્રોટીનનું એક સારું સ્રોત છે. દાળનો ઉલ્લેખ કરતાની સાથે જ ચણાનું નામ મોઢા ઉપર આપોઆપ આવી જાય છે. અહીં તેનો સ્વાદ મોઢામાં પાણી લાવે દેશે. તેમજ ચણા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. પ્રોટીન આપણા શરીર માટે જરૂરી તત્વો છે. ચણામાં પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ રહેલું છે. તેથી તેને પ્રોટીનનો રાજા કહેવાય છે. તેમાં ઓછામાં ઓછું 12 થી 15 ગ્રામ પ્રોટીન હોય છે. ચણા ખાવાથી શરીરમાં સ્ફૃતી બની રહે છે. તો ચાલો આજે જાણીએ એમાં કયા કયા ગુણો સમાયા છે.

મેગેનીઝનો ભંડાર :


ચણામાં કોપર અને મેગેનીઝ ખૂબ માત્રમાં મળી રહે છે. જે લોહીને વધારવામાં મદદ કરે છે. તેમજ ચણાને ખાવાથી શરેરનું તાપમાન સમતોલ રહે છે.

એનીમિયાથી બચાવે છે :

ચણામાં આયર્નનો સ્ત્રોત ભરપૂર મળી રહે છે. તેના સેવનથી એનીમિયા જેવી સમસ્યા થતી નથી. એટલા માટે જ ડોક્ટર નાના બાળકોમાં લોહીની ઉણપ હોય ત્યારે અને પ્રેગનેંટ તેમજ ફ્રીડિંગ કરાવતી મહિલાઓને ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

વજન ઘટાડે છે.

ચણામાં ફાઇબરનો પાવર ભરપૂર હોય છે. જે ભૂખને કંટ્રોલમાં રખવાનું કામ કરે છે. તેમજ ચણા ખાવથી લાંબો સમય સુધી એનર્જી લેવલ હાઇ રહે છે. જેનાથી વજન ખૂબ ઝડપથી ઘટે છે.

ફૉસ્ફરસ

ચણામાં લગભગ 28 પ્રતિશત ફૉસ્ફરસ રહેલું છે. જે શરીરમાં નવી કોશિકાઓ બનાવવામાં મદદરૂપ બને છે. તેમજ હિમોગ્લોબિનની માત્રા વધારે છે અને કિડનીમાં જમા થયેલ વધારાના કચરાને પણ સાફ કરે છે.
એટલા માટે કિડનીને સાફ રાખવા માટે નિયમિત ચણા ખાવા જોઈએ.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

ચણા કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે. તે આતરડામાં પિતમા ભળીને શરીરમાં જમા થયેલ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે.

બ્લડપ્રેશરને રાખે છે કંટ્રોલમાં :

હાઇ બ્લડપ્રેશરનાં દર્દીઓ જો ચણા ખાય તો ખૂબ જ ફાયદામાં રહે છે. ચણામાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ શરીરને લોહીના પ્રવાહ પર કંટ્રોલ રાખવામા મદદ કરે છે.

પાચનશક્તિ વધારે છે :

ચણા પાચનશક્તિ તો વધારે છે સાથે સાથે આંતરડાને ઠીક કરે છે. તેમજ પાચનતંત્રમાં થતાં વિકારોને શાંત રાખવામા મદદ કરે છે. ચણામાં ફિટો- ન્યૂટ્રીઅંટ, ઉચ્ચ પ્રોટીન અને વિટામિન મિનરલ્સની માત્રા વધુ પ્રમાણમાં હોવાથી તે કફ, એસીડીટી, અપચો વગેરે જેવી સમસ્યાઓમાં રાહત અપાવે છે.

હાર્મોન્સને રાખે છે લેવલમાં

ચણામાં ન્યૂટ્રીઅંટનો સ્ત્રોત ભરપૂર માત્રામાં છે. જે હાર્મોન્સનાં ઉતાર ચઢાવને કંટ્રોલમાં રાખે છે. તેમજ આના નિયમિત સેવનથી સ્તન કેન્સરથી બચી શકાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!