કબજીયાત ને દૂર કરવા ના ઘરેલુ 6 ઉપાયો વાંચો અને શેર કરો – 100% થશે ફાયદો

0

કબજીયાત એક ખૂબ જ સામાન્ય પાચન વિકાર છે જે દરેક ઉંમર ની વ્યક્તિ ઓ ને પ્રભાવિત કરે છે. આ કબજીયાત શરીર ના મળ ને નીકળવા માં ખૂબ જ તકલીફ કરે છે અને માણસ ને મળ માર્ગ ખૂબ જ બળ કરવું પડે છે.

આ કબજીયાત ના અન્ય લક્ષણો માં પેટ નું ફૂલવું, અસામાન્ય રૂપ થી મળ નાનું કે મોટું હોવું, અમ્લતા, ભૂખ ના લગાવી, શ્વાસ માં ગંધ આવવી, માથું દુખવું, અવસાદ, ખીલ નીકળવા, અને મોઢા માં અવાળું થવું. વગેર કાયમ માટે કબજીયાત રહેવા ના લક્ષણો છે.

કબજીયાત ના મુખ્ય કારણો માં કઈક ખરાબ આહાર લેવો, પાણી ઓછું પીવું, અનિયમિત શૌચ ની આદત,  શારીરિક શ્રમ નો અભાવ, બવાસીર, પેટ ની માંસપેશીઓ માં નબળાઈ, તનાવ, અને રેચક નો દુરુપયોગ વગેરે છે.

ઘણા ખરા ઉપચાર તમારા પાચન તંત્ર ની કાર્ય ક્ષમતા વધારવા અને કબજીયાત નો ઈલાજ કરવા માટે સારા છે. આ ઉપાયો નું પાલન કરવું ખૂબ જ સહેલું છે અને ખૂબ જ શક્તિશાળી છે.

લીંબુ થી કબજીયાત દૂર કરો

લીંબુ કે વિશેષ રૂપે લીંબુ નો રસ  કબજીયાત માટે ખૂબ જ ફાયદો આપે છે. અને પાચન તંત્ર ને ઉત્તેજિત કરે છે. આ ઉપાય ખૂબ સહેલો અને પ્રભાવી ઉપચાર છે, જેને તમે ઘરે જ કરી શકો છો.

અડધા લીંબુ ના રસ ને કાઢી એક ગ્લાસ ગરમ પાણી માં ભેળવો. તમે ઈચ્છો તો તેમાં સિંધાલું મીઠું અથવા સાદું મીઠું નાખી, સાથે થોડું મધ પણ ઉપયોગ માં લઈ શકો છો. રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી માં પીવું. સાંજે પણ તમે આ પ્રયોગ કરી શકો છો. દરરોજ આ પ્રયોગ કરવો જેનાથી ટૂક સમય માં ફાયદો થશે.

અંજીર થી કબજીયાત ને દૂર કરો

અંજીર અંદર ખૂબ જ પ્રમાણ માં ફાઈબર હોય છે. અને તે એક પ્રાકૃતિક રેચક ના રૂપ માં કામ કરે છે. લાંબા સમય થી અને સતત જેમને કબજીયાત ની તકલીફ રહેતી હોય તેમણે પોતાના ખોરાક માં અંજીર નો ઉપયોગ કરવો જોઈએ. કબજીયાત ના ઈલાજ માટે સૂકા ને તાજા બંને અંજીર નો ઉપયોગ કરી શકાય છે. જો તાજા અંજીર નો ઉપયોગ કરતાં હો તો તેની છાલ સાથે ઉપયોગ કરવો કેમ કે તેમાં ફાઈબર અને કેલ્શિયમ વધુ હોય છે.

બે-ત્રણ બદામ અને સૂકા અંજીર લો, તેને પાણી માં પલાળી દો, 3-4 કલાક પછી બદામ ની  છાલ કાઢી અંજીર સાથે તેને પીસી લો, રાતે મધ સાથે એક ચમચી આ પેસ્ટ નું સેવન કરો.

એરંડા ના તેલ થી કબજીયાત ને દૂર કરો

એક ઉત્તેજક રેચક હોવાથી એરંડા નુ તેલ નાના અને મોટા આંતરડા ને ઉત્તેજિત કરે છે અને મળ નો ત્યાગ કરવામાં સુધારો આવે છે. બસ ખાલી પેટ એક કે બે ચમચી એરંડા ના તેલ નું સેવન કરવું. સ્વાદ માં સુધાર લાવવા માટે તમે અન્ય ફળ ના રસ સાથે પણ તેનું સેવન કરી શકો છો. પરંતુ આ એરંડા નો પ્રયોગ વધારે કે લાંબા સમય માટે ના કરવો કેમ કે તેની આડ અસરો પણ છે.

મધ થી કબજીયાત ને દૂર કરો

મધ કબજીયાત માથી રાહત આપવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે આ એક હળવા રેચક ના રૂપ માં કામ કરે છે. તમે કબજીયાત ને રોકવા અને ઠીક કરવા માટે દૈનિક રૂપ માં તેનો ઉપયોગ કરી શકો છો. મધ ની બે ચમચી દિવસ માં ત્રણ વખત લેવી. આ ઉપરાંત દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી માં એક ચમચી મધ અને લીંબુ નો રસ નાખી ને પણ પી શકો છો.

દાડમ થી કબજીયાત ને દૂર કરો

દાડમ ની અંદર અઘુલનશીલ ફાઈબર હોય છે જેનું નિયમિત સેવન કરવા થી મળ ત્યાગવા  માં મદદ થાય છે. દરરોજ એક તાજા દાડમ ના દાણા નો વાટકો અથવા અડધો ગ્લાસ દાડમ નો રસ પીવો. એક બીજા ઉપાય માં દૂધ માં 10 થી 12  સુકવેલા બીજ રહિત દાડમ નાખી, થોડી વાર માટે તેને ઉકાળી લો, સાંજે આ દૂધ ને પીવો. આ ઉપાય મોટા ભાગે મોટા યુવાન બાળકો માટે ઉપયોગી છે.

પાલક થી કબજીયાત ને દૂર કરો

પાલક પાચન તંત્ર માટે ખુબ જ સારી છે, ખાસ કરી ને જ્યારે કોઈ ને કબજીયાત ની તકલીફ હોય ત્યારે. કાચા પાલક માં વિભિન્ન ઘટક હોય છે જે આંત્ર પથ ને સાફ કરી, પછી સંગઠિત કરી તેને પુનઃ જીવિત કરવા માં મદદ કરે છે. કબજીયાત થી છૂટકારો મેળવવા માટે તમારે ખોરાક માં પાલક નું સેવન કરવું જોઈએ. પાલક તમે કાચી અથવા રાંધેલી પણ ખાઈ શકો છો.

આમ ઉપયુક્ત ઉપાયો ને તમારી તાસીર અનુસાર પ્રયોગ કરવો જોઈએ કેમ કે જો આ પ્રયોગ કરવા થી કોઈ ફાયદો ના થાય તો તમારા ચિકિત્સક ને બતાવી તેનું નિવારણ કરવું.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here