બિન્દાસ થઈને ખાવાના છોલે ભટુરે, પ્રોટીનથી ભરપૂર કાબુલી ચણા ખાવાના છે અનેક ફાયદા…વાંચો આર્ટિકલમાં

0

છોલે ભટુરે અને છોલે ચાવલ આપણાં બધાની ફેવરિટ ભારતીય વાનગી છે. વેજીટેરિયન લોકો માટે કાબુલી ચણા એટ્લે કે સફેદ ચણામાં પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત છે. જો ઘરે કોઈ સ્પેશિયલ દિવસ હોય કે મહેમાન આવવાના હોય ત્યારે ભારતીયોના ઘરમાં અવશ્ય છોલે બનતા જ હોય છે.

કેટલાક ઘરોનું તો આ સ્પેશિયલ મેનૂ હોય છે.કાબુલી ચણા ખાલી ટેસ્ટી જ નથી.હેલ્થ માટે પણ બેસ્ટ છે. કેમકે તેમાં પ્રોટીનનો સ્ત્રોત ભરપૂર પ્રમાણમાં રહેલો છે. એટ્લે જ તો કાબુલી ચણાને પ્રોટીનનો રાજા કહેવામા આવે છે. તો આ આર્ટીકલના માધ્યમથી આપણે જોઈએ કાબુલી ચણા ખાવાથી થતાં ફાયદા.

ડાયાબિટિશમાં શુગર લેવલ કરે છે કંટ્રોલ :

ડાયાબિટિશના દર્દીઓ જો નિયમિત કાબુલી ચણા ખાય તો તેમનું સુગર લેવલ એકદમ કંટ્રોલમાં રહે છે. અને ડાયાબિટિશની આડાઅસરથી બચાવે પણ છે. માટે ચણા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે.

એનીમિયામાં બચાવ :

ચણામાં આયર્નનીઓ ભરાપોર સ્ત્રોત હોવાથી તેનું સેવન કરવું એનીમિયામાં રાહત અપાવે છે. એટલા માટે જ ડોક્ટર પણ બાળકોને ચણા ખાવાની સલાહ આપે છે. બાળકોમાં લોહીનું પ્રમાણ ઓછું હોય છે અને પ્રેગ્નેન્ટ મહિલાઓ અને બેસ્ટફ્રીડિંગ કરાવતી મહિલાઓને પણ ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

વજન ઘટાડે છે :

ચાણમાં ફાઈબર રહેલું હોય છે. જે ભૂખને કંટ્રોલ કરે છે. અને એનર્જી લેવલને સ્ટ્રોંગ બનાવે છે. જેના કારણે વજન ઘટી શકે છે. માટે જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હોય તો તમારે રોજ ચણા ખાવા જોઈએ જેનાથી તમને ઘણા ફાયદા થશે.

કિડનીને રાખે છે સ્વચ્છ :

ચણા શરીરમાં નવી કોશિકાઓ બનાવવામાં મદદ કરે છે, તે હિમોગ્લોબિનની માત્રામાં વધારો કરે છે અને કિડનીમાં હાજર ઝેરી પદાર્થોને સાફ કરે છે. તેથી, કિડની સલામતી માટે ચણા ખાવા ખૂબ ફાયદાકારક છે.
એ ઉપરાંત જો મીંઠાવાળા ચણા ખાવાથી દાંત મજબૂત બને છે

યૂરિન સમસ્યામાંથી મુક્તિ :

ચણામાં ડાઈયુરેટિક જેવા ગુણધર્મો રહેલા છે જે યૂરિનની સમસ્યાઓ ટાળવામાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે :

શરીરમાં કોલેસ્ટરોલ ઘટાડવા માટે ચણા મદદરૂપ થાય છે. તે આંતરડામાં રહેલા પીત સાથે ભળીને લોહીમાં વધેલા કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદય રોગનું જોખમ ઓછુંથઈ જાય છે.

બ્લડપ્રેશર પર નિયંત્રણ

હાઈ બ્લડ પ્રેશર દર્દીઓ માટે ચણાખાવા ખૂબ ફાયદાકારક છે. ચણામાં મેગ્નેશિયમમાં અને પોટેશ્યમ રહેલું હોવાથી શરીરમાં બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે

પાચન શક્તિ વધારે છે

પાચન અને આંતરડાને યોગ્ય રીતે પાચન કરીને પાચનતંત્રના વિકારોને દૂર કરવામાં મદદ કરે છે.
ચણામાં ફિટો ન્યુટ્રિઅંટ , ઉચ્ચ પ્રોટીન , વિટામિન્સ અને ખનિજ ભરપૂર માત્રમાં હોવાથી તે કબજિયાત, એસિડિટી, પાચનતંત્રની સમસ્યાઓને થતી અટકાવે છે. સ્ત્રીઓના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે મહિલાઓ માટે ફાયદાકારક છે

હોર્મોન્સના ઉતાર ચઢાવને રાખે છે નિયંત્રિત .

તે સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. આ ઉપરાંત, તેમાં હાજર ફોલેટ ગર્ભાવસ્થામાં ફાયદાકારક છે, તેને શેકીને ખાવાથી સ્નાયુઓ મજબૂત બને છે. જે લોકો જીમમાં જાય છે. તેમના માટે કાબુલી ચણા ખાવા ખૂબ ફાયદાકારક છે.

ચણામાં પ્રોટીનનો મુખ્ય સ્રોત છે. આ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તેને સલાડમાં મિક્સ કરી ખાવાથી ખૂબ ફાયદો થાય છે. શરીરના તાપમાનને જાળવી રાખે છે .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here