જયારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે મળે છે આવા 6 ઈશારા – જાણી લો મહત્વની વાત

0

આપણે જોતા હોઈએ છે કે ઘણા લોકો એવું ઈચ્છતા હોય છે કે હવે તો ભગવાન લઇ લે તો પણ કોઈ વાંધો નહિ અથવા તો તેઓ કોઈ તકલીફથી પીડાઈને પણ પ્રાર્થના કરતા હોય છે કે હવે ભગવાન લઇ કે તો સારું. પછી અચાનક થાય પણ એવું જ તેઓને માંગ્યું મૃત્યુ મળે પણ છે. કહેવાય છે કે જયારે વ્યક્તિએ બહુ સારા કામ કાર્ય હોય ત્યારે જ તેમને આવું કોઈપણ જાતની તકલીફ વગરનું મોત મળે છે. ઘણા એવા લોકો હોય છે જેમને જાતે જ અંદરથી એવી ફિલ આવે છે કે હવે તેમની પાસે બહુ સમય નથી તેઓ જલ્દી જ આ દુનિયા છોડી ને ચાલ્યા જશે અથવા તો જાતે જ એવું લાગવા લાગે કે હવે એ સમય બહુ દુર નથી જયારે તેઓ તેમના આ શરીરને ત્યાગીને દેવલોક ચાલ્યા જશે.

જે પણ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે તેઓને થોડા સમય પહેલા અમુક પ્રકારના ઈશારા મળે છે આ વાત ગરુડ પુરાણમાં જણાવેલ છે. વ્યક્તિ ગમે તેવો હોય અમીર હોય કે ગરીબ કોઈપણ જ્ઞાતિનું હોય મૃત્યુ તો દરેકને આવતું જ હોય છે. ઘણીવાર તો તે વ્યક્તિ પોતાના પરિવારજનોને આવી વાતો એટલે કે તેમના પોતાના મૃત્યુ વિષે વાત કરતા હોય છે ત્યારે અમુક લાગણીશીલ લોકો એ વાતને આગળ વધવા જ નથી દેતા કે પછી અમુક લોકો એ આવી વાતોને મજાકમાં લેતા હોય છે. આજે અમે તમને એવા ઈશારાઓની વાત કરવાના છે જેમાં તમે જાણશો કે મૃત્યુ પહેલા જે તે વ્યક્તિને મૃત્યુ વિષે કેવા ઈશારા મળતા હોય છે.

૧. જયારે જે તે વ્યક્તિ પોતે જે વાત બોલતા હોય છે એ જ સંભળાતી તેને બંધ થઇ જાય ત્યારે એવું માનવું કે હવે મૃત્યુ આવવાનો સમય થઇ ગયો છે.

૨. જયારે જે તે વ્યક્તિને પોતાના આખા જીવનનું પિક્ચર અએ પોતાની નજર સામે દેખાય એટલે કે પોતાના જીવનમાં બનેલા દરેક સારા અને ખરાબ પ્રસંગ નજર સામે દેખાય ત્યારે મૃત્યુ નજીક હોય છે પુરાણોમાં તો એવું પણ લખેલું છે કે જયારે વ્યક્તિએ વગર કામનું અને વગર વિચાર્યે કાઈ પણ બોલવા લાગે છે ત્યારે પણ તેનું મૃત્યુ નજીક હશે તેમ માનવું.

૩. જયારે પણ વ્યક્તિને એવી ફીલિંગ આવે કે કોઈ સતત તેની સાથે છે. જેમ કે તેના કોઈ પરિવારજન જેમનું બહુ પહેલા મૃત્યુ થયેલું હોય છે તેઓ સતત તેમની આસપાસ છે એવી ફિલ આવે ત્યારે જે તે વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે હવે યમદૂત તેડવા આવવાની તૈયારીમાં જ છે.

૪. જયારે કોઈપણ દિવો રામ થાય અને પછી જે સ્મેલ આવે એ સ્મેલ તમારું નાક સુંઘી શકે નહિ. આ પણ એક પ્રકારનો ઈશારો છે કે હવે વ્યક્તિનું મૃત્યુ નજીક છે.

૫. જે તે વ્યક્તિની ઈન્દ્રીઓ જેવી કે નાક અને જીભ એ કઠોર થવા લાગે, પ્રિયજન સાથે કઠોર વર્તન કરવા લાગે ત્યારે આ પણ એક ઈશારો છે કે તેમનું મૃત્યુ નજીક છે.

૬. જયારે કોઈ વ્યક્તિએ પોતાના કરેલા કામોને ભૂલવા લાગે જેમકે એકવાર ભોજન કરી લીધું હોય છતાં પણ તેને ધ્યાન ના રહે તેમણે ભોજન કર્યું કે નહિ અથવા તો તેઓની ભૂખ ભૂલી જવી આ પણ એ વાતનો ઈશારો કરે છે કે જે તે વ્યક્તિએ બહુ ઓછા સમયનો મહેમાન છે.

તમે ઘણા એવા પણ લોકોને જોયા હશે કે જેવો ઘણું લાંબુ જીવન જીવવા માંગતા હોય છે તેમના પોતાના પરિવાર માટે ઘણું બધું કરવા માંગતા હોય છે પણ તેમના નસીબમાં આ બધું નથી હોતું. ઈશ્વર તેવા લોકોને બહુ તકલીફ ભરેલું મૃત્યુ આપતા નથી તેઓનો જીવ બહુ સરળતાથી નીકળી જાય છે. આવું એટલા માટે થાય છે કે એ વ્યક્તિના કરેલા કર્મ એ બહુ સારા હોય છે અને તેના કારણે જ તેઓને આ સરળ મૃત્યુ મળે છે. ત્યારે બીજી તરફ એવા પણ ઘણા લોકો હોય છે જેમનું મૃત્યુ એ બહુ દુખદ અને યાતના ભરેલું હોય છે. જેટલી તકલીફ તેઓ સાજા હોય છે ત્યારે નથી મળતી એનાથી વધુ તકલીફ તેઓને તેમના મૃત્યુના સમયે મળે છે. તેઓ સતત ઈશ્વરને વિનવણી કરતા હોય છે કે હે ભગવાન હવે નથી સહેવાતું હવે તો જલ્દી તારી પાસે બોલાવી લે પણ ઈશ્વર આવા લોકોનું સંભાળતા નથી. આવા સમયમાં પણ તે વ્યક્તિએ કરેલા કર્મો જ તેને નડે છે. માટે હવે કોઈપણ કામ કરો તો તેમાં તમે શું કરી રહ્યા છો અને તેના લીધે કોઈને કોઈ પ્રકારની તકલીફ તો નથી થઇ રહી ને એ વાતની પણ તકેદારી રાખજો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here