જ્યારે સ્મશાનમાં હતા નરેન્દ્ર મોદી ને વાજપેયીના એક ફોને બદલી નાખી તેમની કારકિર્દી….

0

90 ના દશકના અંત માં ગુજરાત બીજેપી માં કેશુભાઈ પટેલ, શંકર સિંહ વાઘેલા જેવા નેતાઓની વચ્ચે સત્તા માટે જંગ મચાયેલી હતી, તે બધાનું પરિણામ એ આવ્યું કે પ્રાંત માં પાર્ટી સંગઠન ના સૌથી કદ્દાવર ચેહરા નરેન્દ્ર મોદી ને દિલ્લી મોકલી દેવામાં આવ્યા. દિલ્લી ના પાર્ટી ઓફિસ માં જ નરેન્દ્ર મોદી નો મોટાભાગનો સમય પસાર થતો રહ્યો. લાલકૃષ્ણ આડવાણી ના નજીક તે પહેલાથી જ હતા, આ જ દરમિયાન તે અટલ બિહારી વાજપેયી ના પણ કરીબી બન્યા. જો કે પરસ્પર પરિચય વર્ષો પહેલાનો હતો. આ દરમિયાન જ બીજેપી ના શીર્ષ નેતૃત્વ ના નરેન્દ્ર મોદી ની ક્ષમતા અને પ્રતિભા ને ઓળખ્યું.આજ વચ્ચે 2001 માં ગુજરાત ના ભુજમાં ભૂકંપ આવ્યા પછી કેશુભાઈ પટેલના નેતૃત્વ માં બીજેપી સરકારના વિપક્ષનો આ આરોપનો સામનો કરવો પડ્યો કે તે સ્થિતિઓને યોગ્ય રીતે સંભાળી ન શક્યા. પરિણામ એ આવ્યું કે તેના પછી ઉપચૂંનાનો માં પાર્ટી ને નુકસાન થયું. પાર્ટીના ચુનાવો ના ચાલતા ખતરાને જોતા ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાની યોજના શરૂ કરી નાખી. આ કડીમાં અટલ બિહારી વાજપેયીએ 2001 માં એક દિવસ નરેન્દ્ર મોદીને ફોન કર્યો. તેમણે પૂછ્યું કે તમે ક્યાં છો અને મને મળવા માટે આવી શકો છો?

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સમયે હું સ્મશાનમાં છું. ચિંતિત વાજપેયી ના પરિવારના સંબંધ માં જયારે કુશલક્ષેમ પૂછ્યું તો મોદી એ કહ્યું કે હું એક પત્રકાર ગોપાલના અંતિમ સંસ્કાર માં આવેલો છું. માધવ રાવ સિંધિયા ની સાથે પ્લેન ક્રેશ માં તેની પણ મૃત્યુ થઇ ગઈ છે. દરેક કોઈ સિંધિયાની અંતિમ યાત્રા માં ગયેલા છે અને બે-ત્રણ મિત્રોને છોડીને કોઈપણ ગોપાલની અંતિમ યાત્રામાં નથી આવ્યા.જેના ચાલતા તેના પ્રતિ સંવેદના વ્યક્ત કરવા માટે હું આવ્યો છું.

જયારે અટલ જી એ કહ્યું કે રાજીવ ગાંધીના લીધે જીવિત છું:

તેના પછી જયારે નરેન્દ્ર મોદી, અટલ બિહારી ને મળવા પહોંચ્યા તો તેને ગુજરાતની ગાદી સાંભળવા માટે કહેવામાં આવ્યું. આવી રીતે 7 ઓક્ટોબર, 2001 ના રોજ નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેના પછી તેનું કદ લગાતાર વધતું રહ્યું અને અટલ જી ના પછી બીજેપી ના તરફથી પ્રધાનમંત્રી ના પદ સુધી પહોંચનારા બીજા નેતા બન્યા.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here