જ્યારે શરાબ પી ને શ્રીદેવીના Changing રૂમમાં ઘુસી ગયા હતા સંજય દત્ત, ચૂકવવી પડી હતી આટલી મોટી કિંમત…..

0

બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રી દેવીનું હાર્ટ એટેક થવાને લીધે 54 વર્ષની ઉમરમાં નિધન થઇ ચુક્યું છે. 54 વર્ષની શ્રી દેવી પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશી સાથે રવિવારે દુબઈમાં ‘મોહિત મારવાહ’ ના લગ્ન સમારોહ માં ગયા હતા. શ્રી દેવીના અચાનક નિધનને લીધે બોલીવુડ સહીત બધા સદમાંમા છે.

શ્રી દેવીના 50 વર્ષના ફિલ્મી કેરિયરમાં ઘણી એવી ઘટનાઓ છે, જે ખુબજ દિલચસ્પ છે. 80 નાં દશકમાં શ્રી દેવીનું ચાર્મ જોરો પર હતું જ્યારે સંજય દત્તે તે સમયે પોતાના કેરિયરની શરૂઆત જ કરી હતી. બંને વચ્ચે કોઈપણ પ્રકારનું કનેક્શન ન હતુ માટે સંજય દત્તે અને શ્રી દેવીએ આજસુધી ક્યારેય પણ સાથે કામ કર્યું ન હતું. તમે જાણો છો કેમ?

જો કે તેના પાછળ એક મોટું રહસ્ય છે. 1983 માં થયેલા એક હાદસા જેને શ્રી દેવીને હલાવી નાખી હતી અને તેના બાદ તેણે ક્યારેય પણ સંજય દત્ત સાથે કામ ન કરવા માટેની કસમ ખાધી હતી. સાથે જ તેણે પોતાની એક ફિલ્મથી સંજય દત્તને કાઢી નાખવાનો નિર્ણય પણ કરી લીધો હતો.આ વાત ત્યારની છે જ્યારે શ્રી દેવી ‘હિમ્મતવાલા’ ની શુટિંગ કરી રહી હતી. સંજય દત્ત શ્રી દેવીના બહુ મોટા ફેન હતા. જેવી જ તેને જાણ થઇ કે શ્રી દેવી જીતેન્દ્રની સાથે ‘હિમ્મતવાલા’ ની શુટિંગ કરી રહી છે, તે કંઈપણ વિચાર્યા વગર સીધા જ શ્રી દેવીને મળવા માટે તેના સેટ પર પહોંચી ગયા હતા. તે સમયે સંજય દત્તનો સમય સારો ચાલી રહ્યો ન હતો. તેણે ખુબ જ શરાબ પી રાખી હતી અને ડ્રગ્સ પણ લઇ રાખ્યું હતું અને તે હાલતમાં તેણે શ્રી દેવીને મળવા માટેની નિર્ણય લીધો હતો.સેટ પર જ્યારે શ્રી દેવી જોવા ન મળી તો સંજય દત્તે તેવો કદમ ઉઠાવ્યો જેને લીધે શ્રી દેવીનો પારો આસમાને જઈ પહોંચ્યો હતો. નશામાં ધુત સંજય દત્તને શ્રી દેવીને મળવાનો ભૂત તે હદ સુધી સવાર હતું કે ડાયરેક્ટ શ્રી દેવીના રૂમમાં જ ઘુસી ગયા હતા. શ્રી દેવીને અંદાજો પણ ન હતો કે આવી રીતે તેના રૂમમાં કોઈ ઘુસી આવશે અને એ પણ આવી હાલતમાં. સંજય દત્તે તેનો ખુલાસો ફિલ્મફેયર મૈગ્ઝીન ને આપેલા ઇન્ટરવ્યુમાં પણ કર્યો હતો. સંજય દત્તનાં આધારે, તેણે રૂમમાં ઘૂસીને શ્રી દેવી સાથે કેવો વ્યવહાર કર્યો, તેની સાથે શું વાત કરી એ તો તેને યાદ નથી પણ તેના વર્તાવથી શ્રી દેવી ખુબ જ ડરી ગઈ હતી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.આ ઘટના બાદ શ્રી દેવી એટલી સહમી ગઈ હતી કે તેણે ક્યારેય પણ સંજય દત્ત સાથે કામ ન કર્યું અને એ જ કોશીસ રાખી કે સંજયની સાથે ફિલ્મ સાઈન પણ ન કરે. પણ સમય બદલાયો અને શ્રી દેવીને મજબુરીમાં સંજય દત્ત સાથે ફિલ્મ સાઈન કરવી પડી હતી. આ ફિલ્મનું નામ ‘જમીન’ હતું પણ શ્રી દેવી એ કહી દીધું હતું કે તેને સંજય દત્ત સાથે એકપણ સીન નથી કરવા. કેમ કે તે સમયે શ્રી દેવી તે સમયની ટોપ એક્ટ્રેસ હતી માટે નિર્માતા-નિર્દેશકો એ તેની આ વાતનું ધ્યાન રાખ્યું, પણ કોઈ કારણોને લીધે આ ફિલ્મની શુટિંગ બંધ કરવામાં આવી હતી.   જો કે એવું નથી કે તેના બાદ સંજય દત્ત અને શ્રી દેવીને સાથે કામ કરવા માટેના મૌકા ન હતા, પણ સંજય સાથેનો નો શ્રી દેવીનો પહેલો અનુભવ એટલો ડરામણો હતો કે તે તેને ભૂલી શકી ન હતી અને સંજય સાથે ફિલ્મો રીજેક્ટ કરવાના મૌકા શોધતી હતી. મહેશ ભટ્ટની ફિલ્મ ‘ગુમરાહ’ વખતે પણ આવું જ થયું હતું. ફિલ્મમાં સંજય દત્તને પહેલાથી જ સાઈન કરી દેવામાં આવ્યા હતા. આ ફિલ્મ સમયે તે દૌર આવી ચુક્યો હતો જ્યારે સંજય દત્તનો સકસેસ ગ્રાફ વધી ચુક્યો હતો અને શ્રી દેવી ધીરે-ધીરે પોતાનો ચાર્મ ખોઈ રહી હતી. પહેલા તો શ્રી દેવીએ સંજયને આ ફિલ્મ માંથી નીકાળવાની કોશીસ કરી પણ જ્યારે કામિયાબી ન મળી ત્યારે શ્રી દેવી પાસે સંજય સાથે કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.       જાણકારી આધારે, સેટ પર શ્રી દેવી અને સંજય દત્તને વચ્ચે પૂરી રીતે વાતચીત બંધ થઇ ગઈ હતી. સંજય ને લઈને શ્રી દેવીના મનમાં કડવાહટ તે લેવલ સુધી ભરેલી હતી કે શૂટ વખતે રોમેન્ટિક સીનમાં કટ બોલવા પર તે તરત જ સંજય જ થી દુર ચાલી જાતી હતી અને વાત પણ કરતી ન હતી. પણ સંજયે શ્રી દેવીના આ સ્વભાવને ગણકાર્યો ન હતો અને પોતાના કામમાં જ ફોકસ કરતા હતા. સંજયે પોતાના આગળના હાદસાને ફિલ્મ પર હાવી થવા ન દીધો અને ગમે તેમ કરીને ફિલ્મનું શુટિંગ પૂરું કર્યું હતું. ફિલ્મ રીલીઝ થવા પર જબરજસ્ત હીટ રહી હતી સાથે જ તેમાં શ્રી દેવી અને સંજય ની જોડીને પણ લોકોએ ખુબ પસંદ કરી હતી. પણ ફિલ્મની સફળતાથી શ્રી દેવી અપસેટ થઇ ગઈ હતી. તેને લાગ્યું કે સંજય દત્ત હવે તેના કરતા મોટા સ્ટાર છે માટે તેને ફિલ્મમાં વધુ ફૂટેજ આપવામાં આવી હતી. તેને લીધે સંજય માટે શ્રી દેવીની નફરત પહેલા કરતા પણ વધી ગઈ અને આવી રીતે બંને વચ્ચે નફરત અને દુરીયાની સીમા વધુ ઊંડી બનતી ગઈ હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡