જ્યારે સ્કૂલ ના મિત્રો એ કહ્યું , અટલ તમે 75 વર્ષ નો થઈ ગયા ,હવે તો લગ્ન કરી લો……સવાલ કરતા જવાબ વધુ ધમાકેદાર રહ્યો

0

વાત 1939 -40 ની છે , જ્યારે હું અંબાહ થી મારી આઠમા સુધી નું ભણતર પૂરું કરી ને ગ્વાલિયર ભણવા આવ્યો. 9 મી સુધી ભણ્યો. એના પછી 10 માં ગ્વાલિયર ની વિક્ટોરિયા સ્કૂલ માં એડમિશન લીધું. ત્યાં અટલ મારા ક્લાસમેટ હતા.. 1941 થી 45 સુધી અમે સાથે ભણ્યા. અટલ જી એ ત્યાં થી હિન્દી વિષય થી બીએ પાસ કર્યું અને મેં બીએસસી. હું ઉંમર માં મોટો હતો એટલે અટલ જી મને ભાઈ કહી ને બોલાવતા અને હું એમને અટલ કહી ને બોલાવતો. આ કિસ્સાઓ સાંભળવતા એમના સહપાઠી વરિષ્ઠ અભિભાષક વિદ્યારામ ગુપ્તા બાબુજી(95) ભાવુક થઈ ગયા.

ભીની આંખો અને અચકાતી જીભ થી આટલું જ નીકળ્યું કે અટલ ચાલ્યા ગયા , એ મારા સારા મિત્ર હતા. ગુપ્તા કહે છે કે 75 માં જન્મદિવસ પર દિલ્લી માં મુલાકાત ને સમય એ ગપસપ દરમિયાન જ્યારે મેં અટલ ને કહ્યું કે તમે 75 વર્ષ ના થઇ ગયા છો ,તો હવે લગ્ન કરી લો યાર….. તો એમને હસતા આ સવાલ નો દમદાર જવાબ આપ્યો. અટલ એ કહ્યું કે , ભાઈ હવે હું લગ્ન કરી લઈશ તો દેશ નું શું થશે.

અટલ એ આખી સંસદ માં કહ્યું હતું કે હું અનમેરિડ છું ,પણ બેચલર નહીં.

એમને કહ્યું કે , સંભવત એ દેશ ના પહેલા નેતા હશે જેમને આખી સંસદ માં આ કહ્યું કે હું અનમેરિડ છું ,પણ બેચલર નહીં.. એ જણાવી દઈએ કે ગ્વાલિયર માં સ્કૂલ કોલેજ માં સાથે ભણતા વિદ્યારામ ગુપ્તા એ સમય ન દિગ્ગજ નેતા સ્વ. રામગોપાલ બંસલ ના પત્ની વયોવૃદ્ધ સમજસેવી સુધા બંસલ અટલ જી ની જુનિયર તેમજ ઇમરજન્સી માં એમના સાથે આંદોલન માં શામિલ રહેતા જાહર સિંહ શર્મા થી અટલ જી ને જુડાવ રહ્યો હતો.

ગુપ્તા જી એ જણાવ્યું કે અટલ જી 75 વર્ષ ના થયા ત્યારે એમના જન્મદિવસ પર અમે 18 લોકો દિલ્લી પહોંચ્યા હતા. અમને મળવા માટે એમને આખો દિવસ રિઝર્વ રાખ્યો હતો. ત્યાં બધા મિત્રો એ કોલેજ સમય ની કવિતાઓ સંભળાવી ,ગપશપ કરી અને જૂના દિવસો ને તાજા કર્યા.

વિદેશ મંત્રી હતા ત્યારે મિત્રો ને મળવા આવ્યા હતા મુરૈના.

કોલેજ ટાઈમ થી જ અટલ જી સંઘ થી જોડેલ હતા. જ્યારે વરિષ્ઠ અભિભાષક વિદ્યારામ કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલ હતા. પણ ભલે અમે બંને અલગ અલગ દળો સાથે જોડાયેલા હતા ,પણ અટલ જી હંમેશા એમ જ કેહતા કે અંગ્રેજો ને બહાર કાઢવા માટે એ કોઈ નો પણ સાથ આપશે. 1977 માં એ વિદેશ મંત્રી બન્યા. એના પછી એ મુરૈના આવ્યા હતા. એમને મને ગળે મળી ને પૂછ્યું , ભાઈ કેમ છો તમે.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here