જ્યારે પૈસા માટે અજય જાડેજાએ કર્યું આવું કામ, અધુરી રહી ગઈ માધુરી દીક્ષીત સાથેની લવ સ્ટોરી…

0

પોતાની સ્માઈલથી લોકોને ઘાયલ કરી દેનારી દિગ્ગજ એક્ટ્રેસ માધુરી દીક્ષીત હાલના દિવસોમાં ફરીથી ચર્ચામાં છે. માધુરીનું સુપર હિટ સોંગ્સ  ‘એક દો તીન’ ફરીથી સ્ક્રીન પર હલ્લો મચાવી રહ્યું છે. આ ગીતને જૈક્લનીન ફર્નાડીઝ પર ફિલ્માવામાં આવેલું છે. તેના સિવાય માધુરી નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ટોટલ ધમાલ’ માં ફરીથી અનીલ કપૂરની સાથે નજરમાં આવશે. માધુરીના ચાહનારાઓમાં બોલીવુડ એક્ટર્સની લાંબી લીસ્ટ છે. તેનું નામ સંજય દત્ત, અનીલ કપૂરની સાથે પણ જોડાયું હતું પણ માધુરીનું દિલ ક્રિકેટર અજય જાડેજા માટે ધડકવા લાગ્યું હતું. આજે અમે તમને જણાવીશું કે શા માટે માધુરી અને અજય જાડેજાનું રીલેશન આગળ વધી ન શક્યું.

માધુરી દીક્ષીતનું નામ ઘણા એક્ટર્સ સાથે જોડાયુ હતું પણ તે તો ક્રિકેટર અજય જાડેજા પર ફિદા હતી. બંનેની મુલાકાત એક મેગેજીનનાં ફોટોશૂટનાં દૌરાન થઇ હતી. પહેલી જ મુલાકાતથી માધુરી અને અજયનાં અફૈરનાં કિસ્સા ઉડવા લાગ્યા હતા.

માધુરી સાથે નામ જોડાયા બાદ અજય જાડેજાનાં ફિલ્મોમાં આવવાની ચર્ચા પણ થવા લાગી હતી. સાથે જ માધુરીએ એક પ્રોડ્યુસરને અજયને ફિલ્મમાં લેવાની પણ માંગ કરી હતી. માધુરી સાથે જોડાવાની અસર રમતના મેદાન પર પણ જોવા મળ્યું હતું અને તેમનું પરફોર્મન્સ લગાતાર નીચું ઉતરતું જઈ રહ્યું હતું.

જાડેજાના રમત પર અસર પડવાનું શરુ થવા લાગ્યું હતું જેનાથી તેનો પરિવાર નારાજ હતો અને તેને ક્રિકેટ મેદાન પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. રીપોર્ટસનાં આધારે જાડેજા રોયલ ફેમીલીથી તાલ્લુક રાખનારા હતા જ્યારે માધુરી અકે મધ્યવર્ગીય ફેમિલી થી હતી. જેને લીધે અજયનો પરિવાર આ સંબંધને લઈને ખુશ ન હતા અને તેઓ માધુરી સાથેના આ રીશ્તાને આગળ વધારવા માંગતા ન હતા.

અફેઈરની ચર્ચાની વચ્ચે અજય જાડેજાનું નામ અજહરૂદિનની સાથે ફિક્સિંગ માં આવી ગયું હતું. ફિક્સિંગ માં નામ આવી ગયા બાદ માધુરીએ તેનાથી દુરી બનાવી લીધી હતી અને ડોકટર શ્રી રામ માધવ સાથે લગ્ન કરી લીધા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.