જ્યારે મુકેશ અંબાણીને પુછ્યું તમે ખેતી કેમ નથી કરતા, તો તેમણે શું કહ્યું વાંચો

રિલાયન્સ ઇડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે કહ્યું કે તેમની માટે પૈસાનું કોઇ મહત્વ નથી રહ્યું. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ છે ત્યારે અંબાણીએ એચટી લીડરશીપ સમિટમાં કહ્યું કે મારા પણ ખિસ્સામાં પૈસા નથી. ના જ હું ક્યારેય ક્રેડિટ કાર્ડ રાખું છું. આ ઇન્ટરવ્યૂમાં સહજ થઇને મુકેશ અંબાણીએ કહ્યું કે નીજી સ્તરે બહુ ઓછા લોકો તે વાત જાણે છે કે નાનપણથી જ સ્કૂલમાં અને હજી પણ મેં મારી પાસે કદી પૈસા રાખ્યા છે નથી. સાથે જ તેમના આ ઇન્ટરવ્યૂમાં મુકેશ અંબાણીએ ભારતના વિકાસથી લઇને ચીનથી આગળ વધવા જેવી અનેક વાતો કરી હતી. સાથે જ ડિજીટલાઇજેશ અને જોખમ લેવા જેવા મુદ્દા પર પણ મુકેશભાઇને તેમના વિચારો અભિવ્યક્ત કર્યા હતા. ત્યારે આ અંગે વધુ જાણો અહીં…

ડિજીટલ ઇન્ડિયા:

મુકેશ અંબાણી તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત ચૌથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. ડિજીટલ ઇન્ડિયા આ જ વાતનું જીવતું ઉદાહરણ છે. પીએમની ડિજીટલ ઇન્ડિયા મિશને ઇકોનોમિક ગ્રોથ માટે પ્રેરણાનું કામ કર્યું છે. અને હું તેનો સૌથી મોટો સમર્થક છું. જો કે આ સાથે જ તેમણે હસતા હસતા તેમ પણ કહ્યું કે તેમ છતાં આજ દિવસ સુધી મેં મારું ક્રેડિટ કાર્ડ પણ નથી કઢાવ્યું.

ખાલી સમયમાં વાચન:

દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ પાસે એક પળનો પણ સમય નહીં હોય તેવું માનતા લોકોને જાણીને નવાઇ લાગશે કે મુકેશભાઇ વાચવાનો શોખીન છે અને તે વાંચન માટે સમય નીકાળી જ લે છે. તેમણે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હાલમાં જ તેમણે લિયોનાર્ડો ધ વિન્ચીનું એક પુસ્તક વાંચ્યું છે.

ખેતી કેમ નથી કરતા:

જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તમે ખેતી ક્ષેત્રે પણ જીયો જેવું કંઇક નવસર્જન કેમ નથી કરતા તો તેમણે જણાવ્યું કે કૃષિ, શિક્ષણ અને સ્વાસ્થય સેવા તેવા સેક્ટર છે જેમાં આવનારા સમયમાં રોકાણ કરીને દેશની પ્રગતિને નવી ઊંચાઇ સુધી લઇ જઇ શકાય છે.

ચીનને ટક્કર:

આધાર કાર્ડ જેવા અભિયાનો પર બોલતા મુકેશ અંબાણી કહ્યું કે આધાર કાર્ડનો કોન્સેપ્ટ ભારતને ચીન અને અમેરિકાથી પણ આગળ મૂકી દે છે. તેમણે કહ્યું કે આવનારો સમય ભારત અને ચીનનો છે. અને ચીનથી પણ ભારત આગળ નીકળી જવાની ક્ષમતા ધરાવે છે. જીયો વિષે બોલતા પણ મુકેશ અંબાણી કહ્યું કે જીયોથી ચોક્કસથી તેમને ફાયદો થયો છે પણ આ સાથે જ જીયો આવવાથી ગ્રાહકો ડેટાનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. અને સામાન્ય માણસને તેનો ફાયદો થઇ રહ્યો છે.

Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!