જયારે પોતાના મિત્ર અમિતાભ બચ્ચન થી નારાજ થઈ ગયા કાદરખાન….

0

બૉલીવુડ ની શાન રહેલા ગિગ્ગજ અભિનેતા અને ડાઈલોગ રાઇટર કાદરખાન અમુક સમય પહેલા જ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે. 81 વર્ષની ઉંમરે કાદર ખાન નું કૅનેડા ની હોસ્પિટલ માં નિધન થઇ ગયું છે. તે લાંબા સમયથી બીમાર હતા.

નવા વર્ષ પર કાદરખાન ના નિધન ની ખબર થી દરેક કોઈ દુઃખ માં ડૂબી ગયા છે. એવામાં કાદરખાન ના પાકા મિત્ર અભિનેતા અમિતાભ બચ્ચન એ ટ્વીટર પર તેને શ્રદ્ધાંજલિ આપી છે.અમિતાભ અને કાદરખાન ને ઘણી ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે. દો ઔર દો પાંચ, મુકંદર કા સિકંદર, મિસ્ટર નટવરલાલ, સુહાગ, કુલી અને શહેનશાહ જેવી ફિલ્મોમાં બંને એ એકસાથે કામ કર્યું છે. કાદરખાન એ બેસ્ટ અભિનેતા ની સાથે સાથે બેસ્ટ ડાઈલોગ રાઇટર પણ હતા. તેમણે ઘણી ફિલ્મોના ડાઈલોગ પણ લખ્યા છે.

જો કે દરેક સંબંધ ઉતાર-ચઢાવ આવતા જ રહે છે. એવામાં એક સમયે કાદરખાન અને અમિતાભ વચ્ચે પણ મનમુટાવ થઇ ગયો હતો. એક ઇન્ટરવ્યૂ માં અમિતાભે પોતાના સંબંધ ને લઈને કાદરખાન ને કહ્યું હતું કે,”અમિતાભ સાથે જે મારો સંબંધ હતો…જયારે તે MP(સાંસદ) બની ગયા….તો હું ખુશ ન હતો. કાદરખાને કહ્યું કે અમિતાભે મને રાજનીતિમાં જાવા માટે ના પાડી હતી પણ ખુદ અમીયાબ પોતે રાજનીતિમાં ચાલ્યા ગયા હતા”.કાદરખાન એ અમિતાભ થી પોતાની નારાજગી વિશે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,”કેમ કે રાજકારણ એવું છે જે દરેક વ્યક્તિ ને બદલીને રાખી દે છે. તે પાછા જયારે આવ્યાં ત્યારે મારા અમિતાભ રહ્યા ન હતા. મને ખુબ જ દુઃખ થયું. તેણે મને એ પણ કહ્યું કે રાજકારણ વાળા મને જો લઇ જાવા માગે, તો હું તેઓની વિરુદ્ધ માં ઉભો રહીને કહીશ કે આ વ્યક્તિ ખોટો છે, તેને વોટ ના આપશો, હરાવી દઈશ’. ”મને તો હરાવી દઈશ પણ તું ખુદ કેવી રીતે એમપી બનીને આવી ગયો છે.એમપી બન્યા પછી તે બદલાઈ ગયા હતા”.

જો કે અમુક સમય પછી બને બધું જ ભૂલીને ફરીથી એકવાર સારા મિત્રો બની ગયા હતા.

કાદરખાને પછી જણાવ્યું કે તેણે અમિતાભ સાથે આ બાબત વિશેની વાત કરીને સમાધાન કરી લીધું હતું. તેમણે લખ્યું હતું કે,”વચ્ચે સંબંધ થોડો વિખાઈ ગયો હતો, હું થોડો દુઃખી હતો પણ અમિતાભે મારી સાથે સમાધાન કરી લીધું. કાદરખાન ના દીકરા એ જણાવ્યું હતું કે જયારે પિતા હોસ્પિટલ માં હતા ત્યારે પણ તેમણે અમિતાભ જી સાથે વાત કરી હતી.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here