જ્યારે 30 વર્ષ નાની સ્ટુડંટ સાથે થયો ટીચરને પ્રેમ, આવી હતી લવ સ્ટોરી…

0

ટીચર અને ગુરુ વચ્ચે 30 વર્ષનો અંતર હતો. બન્નેએ ઘણી પરેશાનીઓ જેલવી પડી હતી પણ આખરે તોઓએ લગ્ન કરી જ લીધા.

કહેવાય છે ને કે પ્રેમ હંમેશા આંધળો હોય છે. પ્રેમ ગમે ત્યારે ગમે ત્યાં થઇ જતો હોય છે. પ્રેમની માયાજાળ માંથી આજસુધી કોઈ બચી શક્યું નથી. પ્રેમ કરનારાઓ માટે ન તો નાત-જાત, રંગ-રૂપ, ઊંચ-નીચ ની કોઈ જગ્યા હોતી નથી. ઇતિહાસની ઘણી એવી પ્રેમ કહાનીઓ અમર થઇ ગઈ છે જેમ કે રોમીયો-એન્ડ જુલીએટ, હીર-રાંજા, લૈલા-મજનું. પણ હાલ અમે જે સ્ટોરી કહેવા જઈ રહ્યા છીએ તેને જાણીને તમને નવાઈ ચોક્કસ લાગશે.

કોલેજ ગોઇંગ સ્ટુડંટ માટે હાલના દિવસોમાં વેલેન્ટાઈન ડે નો માહોલ છવાયેલો છે. એવામાં બિહારના લવ ગુરુ પ્રોફેસર મટુકનાથ અને તની સ્ટુડંટ જુલીની પ્રેમ કહાનીની ચર્ચા તો થવાની જ છે. બંનેની આ કહાની ઇન્ટરનેશનલ મીડિયાની સુરખીઓ બનેલી હતી. ખાસ વાત એ છે કે ટીચર અને ગુરુ વચ્ચે 30 વર્ષની ઉંમરનો મોટો અંતર હતો. ઘણી બધી પરેશાનીઓ ઉઠાવ્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

હાલ આવી ચાલી રહી છે તેઓની લાઈફ:

વાત 2004 નાં સમયની છે. પટના યુનીવર્સીટીનાં પ્રોફેસર મટુકનાથે એક કેમ્પ લગાવ્યો હતો જેમાં પટના યુનીવર્સીટી ની સ્ટુડંટ જુલી પણ પહોંચી હતી. તે સમયે બંને વચ્ચે વાત કરવાનો સિલસિલો શરુ થયો. એક-બીજાને નંબર આપ્યા અને બાદમાં એકબીજા સાથે કલાકો સુધી વાત કરવાનું શરુ થઇ ગયું. જોતજોતામાં આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને બાદમાં બંને લીવ ઇન રીલેશનશીપમાં રહેવા લાગ્યા. બાદમાં બંનેએ લગ્ન પણ કર્યા હતા. પણ કહેવામાં આવે છે કે હાલ બંને અલગ અલગ રહે છે.

જુલીએ ફોન પર આવી રીતે કર્યું પ્રપોઝ:

મટુકનાથનાં આધારે એક દિવસ જુલીનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તે મને પસંદ કરે છે અને લગ્ન કરવા માંગે છે. જો કે તેનાબાદ મટુકનાથે જુલીને સમજાવી કે તે પોસીબલ નથી. તેણે કહ્યું કે પોતાના લગ્ન થઇ ગયા છે અને બે બાળકો પણ છે. પણ ધીરે ધીરે મટુક પણ જુલીને પ્રેમ કરવા લાગ્યા. વર્ષ 2004 માં શરુ થયેલી આ પ્રેમ કહાની બે વર્ષ સુધી તો ઠીક ચાલી. પણ બાદમાં 15 જુલાઈ, 2006 એ સ્ટુડંટનાં અફેઈર બાદ મટુકનાથને હિન્દી ડીપાર્ટમેન્ટનાં રીડર પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. બાદમાં 20 જુલાઈ, 2009 તેને સેવા થી બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા. જો કે 2013 માં 13 ફેબ્રુઆરી એ પટના યુનીવર્સીટીને મટુકનાથને પાછળનાં 5 વર્ષનાં કેરિયરના 20 લાખ રૂપિયા આપ્યા હતા.

મટુકનાથની પત્નીને મોકલી દીધા હતા જેલ:

સસ્પેન્ડ અને બર્ખાસ્તગીનાં બાદ મટુકનાથ માટે મુશ્કિલો ઓછી થઇ ન હતી. તેના વિરુદ્ધ ઘણી જગ્યાઓ પર સ્ટુડંટસ અને લોકોએ નારાઓ લગાવ્યા હતા. તેઓએ જુલી સાથેના આ રીશ્તાને ગલત બતાવ્યો હતો. એવું પણ કહેવામાં આવતું હતું કે પ્રોફેસર સાથે તેમના પરિવારના લોકોએ મારપીટ પણ કરી હતી. મટકુંનાથની પત્નીને જ્યારે તેની લવ સ્ટોરી ની જાણ થઇ તો તેણે બંનેને જેલ મોકલી દેવામાં આવ્યા હતા. જો કે જેલથી છુટ્યા બાદ બંનેની લાઈફ સામાન્ય બની ગઈ હતી.
વેલેન્ટાઈન ડે પર જુલીને ગીફ્ટ કરી હતી કાર:

જણાવી દઈએ કે વેલેન્ટાઈનના દિવસે 2013 નાં રોજ જુલીને કાર ગીફ્ટ કરી હતી. મટુકને લગભગ 16 લાખ રૂપિયા મળ્યા હતા. જણાવી દઈએ કે આ ગીફ્ટ ઇન્ટરનેશનલ મીડિયા પર ખુબ ચર્ચિત થયું હતું.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.