સોનાનાં છત્રવાળી માતા જ્વાલાદેવી શક્તિપીઠના સાથે જોડાયેલા 7 રહસ્યો, દરેક ભક્તોએ જાણવા જોઈએ….

0

હિન્દુ ધર્મમાં દેવી શક્તિનું અનેરું મહત્વ છે. હજી હમણાં જ નવરાત્રી ગઈ જેમાં નવે નવ દિવસ દેવી શક્તિની આરાધના કરવામાં આવે છે ને નવમા દિવસે કૂવારી કન્યાઓને નવદુર્ગા નાં સ્વરૂપે જમાડવામાં આવે છે અને માતા પાસે આશીર્વાદ માંગે છે ભક્તો. દેવી માતાના અનેકો મંદિર દેશ-વિદેશમાં વસવાટ કરે છે. તે બધા જ લોકો માતાને ખુશ કરવા માટે તેમની પૂજા-અર્ચના કરે છે. દેવી માતાના અનેક મંદિરમાંનું એક મંદિર એટ્લે જ્વાળાદેવી મંદોર, જ્યાં સમ્રાટ અકબરે પોતે સોનાનું છત્ર ચઢાવ્યૂ હતું. જે પોતે એક મુસ્લિમ શાસક હતો. આ મંદિરનું પોતાના ચમત્કારોથી દેશ વિદેશમાં નામ છે. અને જાણીતું પણ છે. આ બાવન શક્તિપથમાની એક શક્તીપીઠ છે. તો ચાલો જાણીએ આ જ્વાલાદેવી મંદિરના 8 રહસ્યો વિષે.

સોનાની છત્રવાળી માતા જ્વાલાદેવી શક્તિપીઠ સાથે જોડાયેલા7 રહસ્યો

1. માતા ભગવતીના શક્તિપઠો માંની એક છે શક્તોપીઠ એટ્લે જ્વાલા દેવીનું મંદિર. જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે. અહીં જ્યોત વાળી માતાના આ મંદિરને નગરકોટ પણ કહેવાય છે, જ્યાં માતા દ્વારા કરેલા ઘણા ચમત્કારો આજે પણ જોવા મળે છે. અહીંયા કોઈ કોઈ મૂર્તિ નથી, પણ પૃથ્વીની ગર્ભમાંથી નીકળતી 9 જ્વાલાની પૂજા કરવામાં આવે છે.

2. જ્વાલાદેવી મંદિરમાં સદીઓથી એક કુદરતી જ્વાળા પ્રજાવલ્લિત છે. જે જ્વાળા પ્રજાવલ્લિત છે. તેની સંખ્યા 9 છે. એટ્લે આ નવ જ્વાલાને નવ દુર્ગાનું પ્રતિક પણ માનવામાં આવે છે.. અહીં રહસ્ય જાણવા માટે કેટલાક ભૂ-વૈજ્ઞાનિકો જોડાયા હતા. પરંતુ ઘણું ઊંડું ખોદકામ કર્યા પછી પણ તેઓ જાની નથી શક્યા કે આ જ્વાલાઓ ક્યાથી આવે છે ને કેમ પ્રજાવલ્લિત છે યુગો યુગોથી.

3.આમ તો આ મંદિરનું નિર્માણ ક્યારે થયું તેની કોઈકને ખબર નથી પરંતુ વર્ષ 1835 માં રાજા ભૂમિ ચંદ્ર દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અહીં પૃથ્વીનાં ગર્ભથી નીકળી જ્વાળાઓ પર જ તે બનાવવામાં આવ્યું.છે. આ 9 જ્યોતિને મહાકાળી, અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, મહાલક્ષમી, સરસ્વતી, અંબિકા, અને અંબાદેવીનાં સ્વરૂપે પૂજવામાં આવે છે.

4. જ્વાલાદેવીનું આ મંદિર 51 શક્તિપથનો સમાવેશ થાય છે. આ શક્તિપઠ કહે છે, જ્યાં માતા સતીના શરીરના અંગો પડી ગયાં હતા અને જ્યારે ભગવાન શિવે સતીના મૃત શરિર ને હાથમાં લઈને દુખી મને બ્રહ્મંડમાં ઊભા હતા ને તાંડવ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્ર વડે આ સૃષ્ટિને શિવના ક્રોધથી બચાવવા માટે માતા સતીના શરીરના કટકા કર્યા હતા ને એ જ્યાં જ્યાં પૃથવી પર પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ સ્થાપિત થઈ. અને આ બધી જ શક્તિપીઠ પર હંમેશા માતા પાર્વતી વાસ કરે છે. એવું કહેવામા આવે છે.

જ્યાં સ્થાનો પર સતીના અંગો પડે છે ત્યાં ત્યાં શક્તિપથ બને છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ શક્તિપઠો પર માતા હંમેશાં વસવાટ કરે છે અને ત્યાં પણ પ્રાર્થના કરવામાં આવે છે તેઓ પણ સાંભળે છે.

5. પણ એવી માન્યતા છે કે આ મંદિરની જગ્યા પર માતા સતીની જીભ પડી હતી. હિમાચલ પ્રદેશના કાંગડા શહેરથી આશરે 30 કિ.મી. દૂર સ્થિત આ મંદિર શોધવામાં પાંડવોનો ખૂબ મોટો હાથ છે.

6. બ્રિટીશ શાસનમાં અંગ્રેજોએ જ્વાલા મંદિરની રહસ્ય જાણવાની ભૂમિમાં દબી શક્તિનો ઉપયોગ ઘણો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમના હાથમાં કંઈ લાગ્યું નથી. આઝાદી પછી ભૂગર્ભ વૈજ્ઞાનિકોએ પણ આ દિશામાં પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ ગયો.

7. સમ્રાટ અકબરએ આ જ્વાળાને બુઝાવી નાખવાની પ્રયાસ કર્યા હતા. પરંતુ તે નાકામયાબ રહ્યા. એ નહેર આજે પણ મંદિરની ડાબી બાજુ તરફ વહે છે જ્યાં અકબરે ખોદકામ કરાવ્યુ હતું. પછી તે માતાની શક્તિ અને ચમત્કાર માણવા લાગ્યો ને તે ખુદ આ માતાની પૂજા કરવા લાગ્યો ને અકબરે માતાને પ્રસન્ન કરવા સોનાનું છ્તર પણ ચડાવ્યું હતું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here