આખરે શા માટે બબીતાજી નો વધી રહ્યો છે વજન, જાણો રાઝ..નવાઈ લાગશે-આર્ટિકલ વાંચો

0

દોસ્તો, તમે તો જાણતા જ હશો કે આજકાલ સૌની ફેવરીટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સીરીયલ ખુબ આગળ વધી રહી છે. આ સીરીયલના દરેક કીરદારો એકદમ રમુજી અને લાજવાબ છે, પછી તે જેઠાલાલ હોય કે પછી અબ્દુલની સોડાની વાત હોય. આ સીરીયલ બાળકોથી માંડીને વડીલો પણ જોવાનું પસંદ કરે છે. સાથે જ સાંજના 8.30 વાગતા જ દરેકના ઘરમાં આ સીરીયલનો ડંકો વાગવાનો શરુ થઇ જતો હોય છે. જો કે આ શોના પાત્રની વાત કરીએ તો એક એવું પાત્ર કે જે આ શો માટે હંમેશાથી જ મહત્વનો હિસ્સો રહ્યો છે. કદાચ તેના વગર આ શો ની ઓળખ અધુરી જ રહી જ જાત.

યાદ આવ્યું કાઈ? અમે વાત કરી રહ્યા છીએ આ શો ની ખાસ, બોલ્ડ, સુંદર, અને હોટ અદાકારા બબીતા જી એટલે કે ‘મુનમુન દત્તા’ ની. જણાવી દઈએ કે બબીતા એ આની પહેલા પણ ઘણા એવા શો માં કામ કરેલું છે. સાથે જ એક ફિલ્મમાં સલમાન સાથે પણ નજરમાં આવી હતી.

જો તમે પણ આ શો રેગ્યુલર જોવાવાળા છો તમે કદાચ નોટીસ જરૂર કર્યું હશે કે આજકાલ બબીતાનું ફિગર બદલાઈ ગયું છે. એટલે કે તે પહેલા કરતા થોડી વધુ મોટી થયેલી દેખાઈ રહી છે. તમે વિચારી શકો કે ફિટનેસ અને પોતાના ફિગરને હંમેશાથી જ મેન્ટેન રાખનારી મુનમુનનું ફિગર હાલ કેમ મોટું થયેલું જોવા મળે છે. શું તે હવે પોતાના ફિટનેસ પર ધ્યાન નથી આપતી કે પછી કોઈ અન્ય બાબત છે?

ખાસ કરીને બબીતાના ફેંસ આ વાત જરૂર જાણવા માંગતા હશે કે બબીતાનો વજન કેમ વધી રહ્યો છે.

આ પ્રશ્નનો જવાબ ખુદ બબીતાએ એક ઈન્ટરવ્યું દરમિયાન મીડિયાની સામે આપ્યો હતો. બબીતાએ જણાવ્યું કે હાલ તેને પોતાની કમરનો દુઃખાવો થઇ ગયો છે, અને સાથે જ કામનો લોડ વધુ હોવાને લીધે તે પોતાના વર્કઆઉટમાં ધ્યાન નથી આપી શકતી. જેને લીધે હાલ તેનો વજન પણ વધી રહ્યો છે.

સાથે જ લોકો દ્વારા પુછાયેલો એક સવાલ કે તે આટલી સુંદર કેમ છે, ત્યારે બબીતાએ જવાબ આપ્યો કે પોતે સુંદર દેખાવા માટે કોઈ ખાસ પ્રયોગો નથી કરતી અને અન્ય લોકોની જેમ ઘરેલું નુસખાનો જ ઉપયોગ કરે છે. સાથે જ બબીતા ની માંતા પણ સુંદર છે જેને લીધે આ સુંદરતા તેને વિરાસતમાં મળી છે.

બબીતાએ પોતાના ફેન્સને જણાવ્યું હતું કે પોતે ‘animal lovers’ છે. અને સાથે જ તેમને પ્રાણીઓને પાળવા અને ઘરમાં રાખવા ખુબ પસંદ છે. જણાવી દઈએ કે મુનમુન પાસે લગભગ 25 જેટલા ડોગી છે જેને તે ખુબ પ્રેમ અને સંભાળ કરે છે. મુનમુનનું માનવું છે કે પ્રાણીઓ પ્રત્યેની હિંસા એક અપરાધ છે, માટે બને ત્યાં સુધી આ લાચાર અને બેઝુબાન પ્રાણીઓની કેર અને પ્રેમ કરવો જોઈએ. કેમ કે પ્રાણીઓમાં ભલે જુબાન નથી પણ ભાવના જરૂર હોય છે, એ આપળે લોકોને સમજવું જોઈએ.

 

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.