આસિફા નો અમ્મીને પત્ર – જો જો આ પત્ર વાંચીને રડી ના પડતા..

0

વાંચતા પેહલા એક નાનકડી રિક્વેસ્ટ: જો આ પત્ર તમારા હદય સુધી પહોચી જાય તો પ્લીઝ આગળ લાઈક અને Share કરી મોકલજો.

હેલ્લો અમ્મી…,

હું પહોંચી ગઈ છું . અહીંયા તો બધું જ બરોબર છે. તું રડીસ નહિ . અહીંયા એવા લોકો નથી એટલે ફિકર ના કર અને આમ પણ હું અહીંયા તો એકલી તો છું જ નહિ.

શું અમ્મી ..? એવું જ કરવાનું હતું એ લોકો ને મારી સાથે તો મને તે જન્મ અપીયો ત્યારે જ દૂધ પીતી કરી નાખી હોત . અરે હું તો ભૂલી જ ગઈ કે દૂધ પીતી નો રિવાજ તો બન્ધ થઈ ગયો છે ને….! એટલે જ તો આ નવો રિવાજ શરૂ કરિયો છે હે ને અમ્મી લોકો એ . આમ તો છે ને એ રિવાજ જ સારો હતો . કોઈ બીજા ના હાથે ચુથાઈ ને મરવા કરતા .

જાન્યુઆરી ની વાત હતી અમ્મી અને હવે બધા જાગ્યા છે જો તો ખરા મારા ભારતીય લોકો કેટલા વહેલા ઉઠયા છે . સાચું કહું , બસ એ જ યાદ છે કે હું તે દિવસે સવારે ઘેટાંઓ ને લઈ ને રોજ ની જેમ જ તો તેને ચરાવા નીકળી હતી જંગલો માં…

અને થોડો સમય પછી કોઈ આવે છે અને મારા મોં પર હાથ રાખી ને મને લઈ જાય છે . હું છૂટવા માટે કોશિશ તો કરું છું પણ અમ્મી મારા માં ક્યાં એટલું જોર હતું કે એની પકડ માંથી હું છૂટી ને ભાગી જાવ .

મંદિર માં લઇ જાય છે . બેહોશ કરે છે અમ્મી….ઘણા સમય સુધી એ લોકો મારા પર બળાત્કાર કરે છે . કોઈ પણ સાંભળતું જ નથી હું બુમો નાખું છું એટલે એ લોકો મારા મોં માં કપડું નાખી ને બન્ધ કરી દે છે . પછી કઈ પણ યાદ નથી . મેં શું બગાડીયું હતું એમનું ? મારે તો હજુ તો આ દુનિયા ને પણ જોવાની બાકી જ હતી ને…? હજી તો મેં જિંદગી ને મહેસુસ કરી પણ ક્યાં હતી .

અમ્મી એવું કહેવાય ને કે ભગવાન હોય ત્યાં કઈ પણ ખરાબ ના થાય ? એ આજે ખોટું પડીયું ભગવાન સામે જ હતા પણ ના કશું બોલિયાં ના કઈ કરી શકિયા . એ તો બસ બેઠા જ હતા ત્યાં ને ત્યાં … હા અમ્મી એ પથ્થર જ હતા . કેમ વિશ્વાસ કરવો એના પર …..?

એ બધું તો બરાબર છે અમ્મી , જે કરવાનું હતું તો એ લોકો એ કરી નાખીયું પણ બધા લોકો એ ભૂલી કેમ ગયા અમ્મી કે હું પેલા એક 8 વર્ષ ની નાની છોકરી છું . ઘણા લોકો હિંદુ – મુસ્લિમ કરી રહ્યા છે .

સારું થયું ને અમ્મી કે એ લોકો એ મને ગળું દબાવી ને મારી નાખી . જો જીવતી રાખત તો લોકો પૂછી પૂછી ને જ ગળું ઘોટી દેત . અમ્મી સરકાર કહે છે કે “બેટી બચાવો બેટી પઢાવો ” પણ જો આવા હેવાનો આમ છુટા રહેશે તો ક્યાંથી કોઈ બેટી સુરક્ષિત રહેશે . પઢાવા ની તો વાત દૂર રહી અમ્મી આવા હેવાનો થી બચાવી લે ને તો પણ બસ છે…..!

હું કેમ કહું કે મારો ભારત દેશ મહાન અમ્મી …? અમ્મી એક વાત કહું કોઈ પણ સરકાર પર ભરોસો ના કરતી બધા ને પહેલેથી જ ટેવ છે સમય વેડફવાની. એમ પણ સાથ આપવા વાળા મારા ગુનેગારો ને તો સજા ક્યારે મળશે કોને ખબર..!

પણ અમ્મી એક સંદેશ આપજે બધા ને કે આવું કોઈ બીજા સાથે ના બને એનું ધ્યાન રાખે શું ખબર એવું પણ બને કે એ વખતે એમની જ કોઈક ની દીકરી હોય .

ઘણું લખાય ગયું ને અમ્મી . કેમ ના લખાય ભગવાન દર વખતે પત્ર મોકલવા નહિ દે ને …..! એને પણ મેં ઘણા સવાલો કરિયા અમ્મી જ્યારે હું અહિયાં આવી ને ત્યારે પણ એ પેલા મંદિર ની જેમ જ ચૂપ અને પથ્થર જ હતા. અને હવે તો ભગવાને પણ કહી દીધું છે સાફ સાફ કે હવે ક્યારેય હું આવી દુનિયા માં નહિ જ જાવ .

માફ કરજે હો અમ્મી તારી દુનિયામાં આવી ત્યારે હેરાન કરી તે બદલ . અમ્મી તારી ખૂબ જ યાદ આવે છે .
અબ્બા જાન ને મારી યાદ આપજે . ચાલ અમ્મી હું રજા લઇશ…..

લી.
ભારત દેશ ની દીકરી
આસિફા..

લેખક: રાજ (ઘાયલ)
સંકલન: પારસ પટેલ.

કોમેન્ટમાં “ઓમ શાંતિ” લખી આસિફાને વીદાય આપીએ….

એક નાનકડી રિક્વેસ્ટ: જો આ પત્ર તમારા હદય સુધી પહોચી જાય તો પ્લીઝ આગળ લાઈક અને Share કરી મોકલજો.

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગથી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે Share કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here