જુઓ ભારતનું એક એવું મંદિર, જ્યાં ભક્તોને પ્રસાદનાં સ્વરૂપે આપવામાં આવે છે ગોલ્ડ..શું છે સચ્ચાઈ? વાંચો

0

 

મપ્રનાં રતલામ શહેરનાં માણેક ચૌક સ્થિત પ્રાચીન મહાલક્ષ્મી મંદિર નોટો અને જવેરાતોથી સજાયેલું રહે છે. આ સજાવટ માટે મોટી સંખ્યામાં ભક્તો અહી ધન અને જ્વેરાતો અર્પણ કરે છે. મંગળવાર(ધનતેરસ) થી ગુરુવાર(દિવાળી) સુધી આં મંદિર કરોડો રૂપિયાના નોટોથી સજેલુ રહ્યું હતું. આ દરમિયાન  હજારો ભક્ત મંદિરના અદ્દભુત દર્શન માટે પહોચ્યા હતા. આગળના વર્ષે લગભગ 80 કરોડ રૂપિયાના મૂલ્યની નોટો અને ઘરેણાથી સજાવ્યું હતું. 10 સીસીટીવી કેમેરાની નજરમાં રહે છે. સાથે જ 24 કલાક દિવાળી સુધી ખુલ્લું રહે છે.

આ માન્યતા છે:

એવું માનવામાં આવે છે કે મહાલક્ષ્મીનાં દરબારમાં નોટ રાખવાથી પૂરું વર્ષ ઘરમાં સમૃદ્ધી રહે છે. આ નોટોની નિયમિત મંદિરમાં નંબર સહીત એન્ટ્રી હોય છે. જેને દિવાળી બાદ સંબંધિત વ્યક્તિઓને પરત આપી દેવામાં આવે છે. મંદિર ધનતેરસ થી દિવાળી સુધી આ દૌલતથી સજેલું રહે છે. આ દરમિયાન અહી સુરક્ષાની પણ વ્યવસ્થા હોય છે.

મંદિરમાં શ્રદ્ધાળુંઓ સજાવટ માટે સુખ-સમૃદ્ધી ની કામના માટે રોકડ, આભૂષણ, હીરા, જવેરાત, તિજોરીઓ જમા કરાવે છે. ભક્તો દ્વારા જ આપવામાં આવેલી સામગ્રી ની એન્ટ્રી કરવામાં આવે છે. પર્વ સમાપન પછી દરેકને પોત પોતાની સામગ્રી આપી દેવામાં આવે છે. લોકોનું માનવું છે કે એવું કરવાથી તેના ઘરોમાં હંમેશા લક્ષ્મીની કૃપા બની રહે છે. આજ કારણ છે કે આ સિલસિલો વર્ષોથી ચાલી રહ્યું છે. આ વર્ષે લગભગ 3000 ભક્તો ને 100 કરોડ થી વધારે આભુષણ જમા કરાવ્યા છે.  સજાવટમાં 100 કરોડની નોટો અને 50 લાખ નાં સોનાના બિસ્કીટ, સોના-ચાંદીનાં નોટ, હાર વગેરે હોય છે. સાથેજ અર્પણ કરવામાં આવેલી રોકડ રકમથી મંદિરના ગર્ભગૃહ થી લઈને પુરા એરિઆમાં 10 થી 500 રૂપિયા સુધીની નોટોથી વિશેષ રીતે સજાવવામાં આવ્યું હતું.

જુઓ નીચે આપેલો વિડીઓ…

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!