જુઓ આ 7 સુપર હીટ ફિલ્મોમાં થઇ આવળી મોટી ભૂલો, તમે ક્યારેય નોટીસ પણ નહી કર્યું હોય….

0

બીગ બી થી લઈને કિંગ ખાનની ફિલ્મો પણ છે શામિલ.

જો કે ફિલ્મ બનાવવી મોટી વાત હોય છે. તેમાં સ્ટાર્સનાં નખરા, લોકેશન, સેંસર બોર્ડ જેવા તમામા ગોટાળા હોય છે. ત્યારેજ તો એક ફિલ્મ બનાવામાં સેંકડો લોકો કામ કરવામાં લાગેલા હોય છે. છતાં પણ ફિલ્મમાં કોઈને કોઈ ભૂલ તો થઇ જ હોય છે. ત્યારે જ તો કહેવાય છે કે દુનિયામાં કઈપણ પરફેક્ટ નથી.

જો કે અમે ફિલ્મોની ભૂલ નથી કાઢી રહ્યા, પણ માત્ર એ કહેવા માંગીએ છીએ કે તમે ઘણીવાર ઘણી ફિલ્મો જોઈ હશે પણ તેમાં થયેલી ભૂલોને ક્યારેય પણ નોટીસ નહી કરી હોય. ત્યારે જ તો અમે આ આર્ટીકલ તમારા માટે લાવ્યા છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે તેને  જોયાબાદ તમે એકવાર તો જરૂર વિચાર કરશો, ‘અરે આ વાત મેં પહેલા નોટીસ કેમ નોતી કરી’..

1. પેરેન્ટ્સની ફેવરીટ ફિલ્મ:

‘બાગબાન’ તો મોટાભાગે ટીવી પર વારંવાર આવનારી ફિલ્મ છે. અને પેરેન્ટ ક્યારેય પણ તેને આપણી સામે ઇગ્નોર નથી કરતા. તે તેઓની ઓલ ટાઈમ ફેવરીટ ફિલ્મ છે.

6 મહિનામાં પસાર થઇ ગયું પૂરું એક વર્ષ:

ફિલ્મમાં હેમા માલિની અને બીગ-બી ની હોળીનાં તરત જ બાદ બન્નેને અલગ થઇ જવું પડે છે, પણ 6 મહિના બાદ જ ‘વેલેન્ટાઈન ડે’ આવી  જાય છે. તમને નથી લાગતું કે ફિલ્મમાં આં સમય ખુબજ જલ્દી જ વીતી ગયો છે.

2. આપણી ફેવરીટ ફિલ્મ:

કદાચ તેવું તો કોઈક જ હશે જેમણે ‘3 ઇડીયટ ‘ ફિલ્મ નહિ જોઈ હોય. ફિલ્મમાં ડાયરેક્ટર રાજકુમાર હીરાની દ્વારા થઇ હતી આ મોટી ભૂલ.

આ ભૂલ :

ફિલ્મનાં એક સીનમાં આમીર પોતાના ફ્રેન્ડસનાં નામ બોર્ડ પર લખે છે પણ તેને જ્યારે તે અન્ડરલાઈન કરે છે ત્યારે તેની હેન્ડ રાઈટીંગ બદલી જાય છે.

3. ખીલેલું ફૂલ બની જાય છે કળી:

તમે કળી માંથી ફૂલ ખીલતું તો જોયું હશે પણ શું તમે ક્યારેય ફૂલ માંથી કળી બનતા જોયું છે? અને જો નથી જોયું તો ફિલ્મ ‘સરફરોશ’ નું ગીત ‘જો હાલ દિલ કા’ જોઈ લો. તેમાં તમને આ અજુબા થયેલો જોવા મળશે. તેમાં આમિરને એક નાની બાળકી ગુલાબ આપે છે, પણ પછી નાં સીનમાં આ ગુલાબ ફરીથી એક કળી બની જાય છે.

4. આ ક્યાંથી આવી ગઈ?:

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મ લોકોની ફેવરીટ છે અને તેને ઘણીવાર જોઈ પણ હશે. ફિલ્મના એક સીનમાં જ્યારે ટ્રેઈનમાં પહેલી વાર ‘રાજ’ અને ‘સીમરન’ ની મુલાકાત થાય છે ત્યારે સીમરન પોતાનું ખુલી ગયેલું બેગ પેક કરી રહી હોય છે. તે દરેક જગ્યાએ ચેક કરીને પોતાનો સામાન પેક કરી લે છે પણ પછીનાં જ સીનમાં રાજ પોતાના પાછળથી સીમરનનો સામાન કાઢે છે. એ ક્યાંથી આવી ગયું વળી?

5. એક ઓવર માં 6 બોલ:

‘લગાન’ આપણા દરેકની ઓલ ટાઈમ ફેવરીટ ફિલ્મ છે. ફિલ્મમાં 1892 નો સમય બતાવવામાં આવેલો છે. તે સમયે 8 બોલના ઓવર ફેંકવામાં આવતા હતા જ્યારે ફિલ્મમાં બતાવવામાં આવેલા ક્રિકેટ મેચમાં 6 બોલના ઓવર ફેંકવામાં આવતા હતા. 6 બોલના ઓવર તો 1982 માં શરુ કરવામાં આવ્યા હતા.

6. ભૂતકાળમાં ગાવામાં આવ્યું ભવિષ્યનું સોંગ:

‘કભી ખુશી કભી ગમ’ તો ફિલ્મમેકર કરણ જોહરની સૌથી બેસ્ટ માની એક માનવામાં આવે છે. ફિલ્મમાં જ્યારે કહાની 1991 નાં દૌરમાં ચાલી રહી હોય છે, ત્યારે એક સીનમાં અમિતાભ ‘આતી ક્યા ખંડા લા’ ગીત ગાય છે. આ સોંગ ફિલ્મ ‘ગુલામ’ નું છે અને તે 1998 માં રીલીઝ થઇ હતી.

7. મિસ્ટર પરફેકશનિસ્ટનાં ફિલ્મની એક બીજી ભૂલ:

ટીકીટ ખિડકી પર આંધી આપનારી ફિલ્મ ‘ધૂમ-3’ નું ગીત ‘કમલી-કમલી’ ખુબ હીટ ગયું હતું. જેમાં કેટરીનાએ જબરજસ્ત ડાંસ કર્યો હતો. કેટરીના આ સોન્ગમાં પોતાના કપડા બદલતી જોવામાં આવે છે. સીનમાં શું ભૂલ થઇ છે તે તમને આ ફોટો જોઇને સમજાઈ જ ગયું હશે.

8. એશ હંગરી માં છે કે ઇટલી માં?:

એશ અને સલમાનની જોડીને લીધે તમે પણ ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મ ઘણીવાર જોઈ હશે. આ ફિલ્મમાં એશ, સલમાનને શોધવા માટે ઇટલી જાય છે અને ફીલ્મનાં એક સીનમાં તે ‘Széchenyi Chain Bridge’ પર દોડતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ બ્રીજ ઇટલીમાં નહી પણ હંગરી માં આવેલો છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!