જુઓ આ 10 એક્ટર્સ ની આ ભવ્ય વેનિટી વાન, અંદર નો નજારો 5 સ્ટાર હોટેલ થી કમ નથી,જુવો ફોટોસ

બોલીવુડનાં કીરદારો માટે તેઓની વેનિટી વાન એક એવું ઘર છે કે જે જાણે કે પોતાનાજ ઘર જેવો અનુભવ કરાવે છે. આ વેનિટી વાન લેટેસ્ટ ટેકનોલોજી ધરાવે છે, જેવી કે  jaw-dropping interiors, Mediterranean styled washroom, gym, home theatre system વગેરે એકદમ અદ્દભુત છે. બોલીવુડનાં જાણીતા સ્વર્ગીય એક્ટર વિનોદ ખન્ના કે જે સૌથી પહેલા વેનિટી વાનના માલિક બન્યા હતા. જો કે તે પહેલા એક્ટર્સ એક મોટી છત્રી નીચે રહીને લોકેશન શૂટ કરતા હતા. અભિનેતાઓ આ વાન માં રેસ્ટ કરી શકે છે, લોકો ને મળી શકે છે, ટ્રાવેલ કરી શકે છે. આ વાન તેઓના પર્શનલ લાઈફ માટે એક મહત્વના હિસ્સા સમાન છે.

ચાલો તો જાણીએ બોલીવુડ એક્ટર્સની વેનિટી વાનની જલક.

1. શાહ રુખ ખાન:

શાહ રુખ ખાનની આ વેનિટી વાન બનાવવામાં 30,000 લોકો એ કામ કર્યું હતું અને તેને બનાવવામાં 3.30 મહિનાનો સમય લાગ્યો હતો.આ વેનિટી વાન જેવી સુવિધા અને ફીચર્સ અન્ય કોઈ વેનિટી વાનમાં ઉપલબ્ધ નથી. આ બસ માં એક માસ્ટર બેડરૂમ છે, જેમાં એક કિંગ ની જેમ સુવાનો અનુભવ થાય છે, લાકડાની છત થી મઢેલું છે, સાથે જ અલગ લગ મેકઅપ સેક્શન, વર્કસ્ટેશન, જીમ, ગેમ ના સાધનો, 52-ઇંચ સ્ક્રીન અને સાથે જ તેમાં હાયડ્રોલીક સીસ્ટમ પણ ઉપલબ્ધ છે, જે બસ ની સ્થિર અવસ્થામાં તેમના ફ્લોર ને ડબલ કરી શકે છે.

2. અજય દેવગન:

અજય ને પોતાની વસ્તુ જાતેજ કસ્ટમાઈઝ કરવું વધારે પસંદ છે. માટે તેની વેનિટી કારની ડીઝાઈન અને સુવિધા પોતાના ચોઈસ પ્રમાણે એકદમ અલગ છે. એક હેલ્થ મેન તરીકે અજય ના આ વેનિટી કારમાં જીમ સેક્શન છે જે સૌથી ખાસ અને અદ્દભુત છે. સાથે જ લેટેસ્ટ એક્સરસાઈઝ નાં મશીનો, પર્શનલ ઓફીસ, બેડરૂમ, કિચન અને લકઝરિયસ વોશરૂમ ઉપલબ્ધ છે.

3. હ્રીતિક રોશન:

હ્રીતિક બોલીવુડમાં સૌથી ટોપ પર અને પોતાના સ્વાભિમાન ને જાળવી રાખવા માટે બધુજ કરે છે. તેની વેનિટી વાન હાઈ-ટેક ટેકનોલોજી થી સજ્જ છે. આખી વાન લાકડા અને ગ્લાસથી સજેલી છે અને બ્લુ લેડ લાઈટ તેની સુંદરતામાં વધારો કરે છે. તેના મેકઅપ રૂમમાં લાગેલો મિરર 280 ડીગ્રી સુધી ટર્ન કરી શકે છે. સાથે જ તેના ભવ્ય વેનિટી વાનમાં ઓફીસ, 25-ઇંચ લેડ સ્ક્રીન અને વોશરૂમ સહીત ભવ્ય બેડરૂમ ઉપસ્થિત છે.

4. સોનમ કપૂર:

આ બોલીવુડ દીવા ની સ્ટાઈલ એક અલગ લેવલ પર છે સાથે જ તેની વેનિટી વાન પણ લાજવાબ છે. આ વેનિટી વાન હાઉસ પાર્ટી માટે એક પરફેક્ટ પ્લેસ છે. સાથે જ આ વેનિટી વાનમાં આરામદાયક કોચ અને રંગીન ફર્નીચર ઉપલબ્ધ છે જ્યાં સોનમ લોકો ને મળી શકે છે અને મીટીંગ કરી શકે છે.

5. સલમાન ખાન:

સલમાન ખાન એક મહારાજા ની જેમ જીવન જીવવામાં માને છે અને તે તેની વેનિટી વાન તેની આવી લાઈફ માટે પરફેક્ટ છે. આ વેનિટી વાન માં મનોરંજન માટેનો સેક્શન, બાથરૂમ, બેડરૂમ, અને તેમનાં મેગ્નીફીસેંટ ફોટોગ્રાફ છે જે તેમના બેડ ના ઉપરની દીવાલ પર લટકાવેલા છે. તેને મીટીંગ એરિયા પણ છે અને સાથે જ પોર્ટેબલ રેમ્પ પણ છે કે જ્યાંથી તેમને પીક અપ અને ડ્રોપ કરવામાં આવે છે.

6. દીપિકા પાદુકોણ:

દીપિકાની વેનિટી વાન સુપર લકઝરિયસ છે. તેની બનાવટ તેના નેચર અને સ્ટાઈલ પર આધારિત છે. તેનો અંદર નો કલર એક અદ્દભુત લુક આપે છે. જો કે દીપિકા આ બાબતમાં વધારે કાઈ પસંદ નથી કરતી પણ તેના વાન માં એશેન્શીયલ ઓઈલ રહે છે જે તેને વર્ક પછી તેને આરામ અપાવામાં મદદ કરે છે.

7. રણબીર કપૂર:

રણબીર કપૂર એક આર્ટીસ્ટ ફેમીલી થી બીલોંગ કરે છે અને બોલીવુડ પ્રત્યેનો તેનો પ્રેમ તેના મન અને મગજ નાં  ઊંડાણ સુધી વસેલો છે. તેની વેનિટી વાન એકદમ સિમ્પલ અને ક્યુટ છે. પણ તેની ફિલ્મ પોસ્ટરો નાં સ્ટક દરેક જગ્યાએ રાખેલા જોવા મળે છે. તેમાં મ્યુઝીક સીસ્ટમ અને કલરફૂલ કસીનો પણ છે જે તેના મુડ ને ખુશ કરે છે. રણબીર ને બુક વાંચવી ખુબ પસંદ છે માટે તેના વેનિટી વાનમાં બુક્સ નો સંગ્રહ પણ જોવા મળે છે.

8. અક્ષય કુમાર:

અક્ષય કુમાર ની વેનિટી વાન બલ્ગેરિયામાં બનાવવામાં આવી હતી. જેમાં મસાજ ખુરશી, ડાઈનિંગ એરિયા, ઓફીસ સ્પેસ, બેડરૂમ વગેરે ઉપલબ્ધ છે. જ્યારે તે રોમાનિયામાં ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટેનું શુટિંગ કરી રહ્યો હતી ત્યારે તેને જે વેનિટી વાન આપવામાં આવી હતી તે તેના માટે પરફેક્ટ ન હતી માટે તેને કસ્ટમાઈઝ કરવાનો નિર્ણય લીધો હતો.

9. વરુન ધવન:

તેની આ વાન માં દરેક ફીચર્સ ઉપલબ્ધ છે જે તેને એક ઘર જેવો અનુભવ કરાવે છે. જેમાં મેક અપ એરિયા, સોફા,બેડરૂમ, લકઝરીયસ રેસ્ટરૂમ વગેરે ભવ્ય છે.

10. આલિયા ભટ્ટ:

આલિયા ભટ્ટ ની વેનિટી વાન ની ખાસિયત એવી કાઈક છે કે, દરેક યુવતી તેના સપના જોતી હોય છે. સિમ્પલ અને કલરફૂલ ડીઝાઇન ભવ્ય અને એકદમ સુંદર છે. તેમાં પ્રેરણાદાઈ સ્ટક દરેક જગ્યાએ લગાવેલા છે. તે એક ક્યુટ અને યંગ યુવતી માટે પરફેક્ટ ડીઝાઇન છે. દરેક સ્ટાર્સ તેના વેનિટી વાનને ડાર્ક અને ક્લાસિક ડીઝાઇન આપે છે, જ્યારે આલિયા ની વેનિટી વાનની ડીઝાઈન એકદમ લાઈટ અને બબલી ટાઈપ છે.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!