જૂની પરંપરાઓ – વિદેશ માં હનીમૂન માટે ગયેલા એક અતિશિક્ષિત યુગલની નાનકડી સ્ટોરી

0

વિદેશ માં હનીમૂન માટે ગયેલા એક અતિશિક્ષિત યુગલ ને મેટ્રો ના સ્ટેશન પર એક વૃદ્ધ કાકા રામચરિતમાનસ વાંચતા દેખાયા. તેમને હસવું આવી ગયું.. યુવતી નો હાથ પોતાના હાથ માં પકડી ને ચાલતા યુવાને યુવતી ના કાન માં કહ્યું ..આજ ના જમાના માં ..જ્યારે ગૂગલ માં બધા જ જવાબ આપે છે ત્યારે જો ને…અમુક આ પણ વાંચે છે..પાછું એમને કાંઈક કહીશું તો સંસ્કારો ની વેવલાઈ શીખવાડવા બેસી જશે.. વૃદ્ધ કાકા નું ધ્યાન આ સંવાદ પર ગયું પણ તેઓ શાંતિ થી સાંભળી રહ્યા..
મેટ્રો આવી.. બધા ઉતાવળ થી મેટ્રો માં બેસી ગયા.. થોડી વાર માં તે જ યુવાન થોડો ચિંતિત દેખાયો.. કાકા એ ઉમંરલાયક વડીલ ની જેમ પૂછ્યું,” શું થયું બેટા?” જવાબ મળ્યો:” ઉતાવળે બેસવા માં મારી પત્ની મેટ્રો માં બેસી ન શકી અને સ્ટેશન પર જ રહી ગઈ. કાકા એ કહ્યું,”વાંધો નહિ..આવતા સ્ટેશન પર ઉતરી ને એને લેતો આવજે.. યુવકે કહ્યું,”હા..તમારી વાત બરાબર છે..એમ જ કરીશ..
કાકા એ વાતચીત લંબાવવા નો પ્રયત્ન કરતા કહ્યું,” એક વાત કહું દીકરા? જો ખોટું ન લગાડે તો? યુવક ને પણ વિદેશ માં ગુજરાતી બોલવા અને સાંભળવાની ઈચ્છા હતી જ..તેણે કહ્યું,”હા..કેમ નહિ??” સસ્મિત ચહેરે સાચી સલાહ આપતા કહ્યું,”વનવાસ મળ્યો અને ભગવાન રામ ને સરયૂ નદી પાર કરવા ની જરૂર પડી ત્યારે કેવટ ની નાવ માં પહેલા માતા સીતા જ બેઠા હતા.”

સાર: જો જૂની પરંપરાઓ અને રૂઢિઓ ને જડમૂળ થી ઉખાડી દઈએ તો ઘણું કિંમતી આપણી સામે થી ‘અદ્રશ્ય’ થઈ જશે.

– અદ્રશ્ય (મીત રાજ્યગુરુ)

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!