જૂના ને ફાટેલા જીન્સ હવે ફેંકી ન દેતાં, એમાથી જ બનાવો જીવન ઉપયોગી 14 વસ્તુઓ…. ટિપ્સ વાંચો

0

જીન્સ જૂનું થઈ ગયું છે અને એને ફેંકી દેવાની તૈયારી કરી રહ્યા છો ? તો એને ફેંકશો નહી. એ બિનઉપયોગી જીન્સમાંથી જ બનાવો ઉપયોગી વસ્તુઓ. એ પણ એ કે બે નહી પૂરી ચૌદ. એ પણ ઘરે બેઠા બેઠા જ. ને તમારી હાથે જ. નથી એક રૂપિયાનો ખર્ચ કરવાનો કે નથી એ વસ્તુઓ બનાવવા માટે બજારમાંથી કોઈ વસ્તુ લાવવાની. તો ચાલો જૂની જીન્સ હાથમાં લો ને તમારે શું બનાવવું આ ચૌદ વસ્તુમાંથી જેનો તમે રોજ ને વધારે ઉપયોગ કરી શકો એ બનાવો . આ ટિપ્સ ખાસ તમારા માટે જ છે એટ્લે આજે જ ટ્રાય કરો.

કુશન કવર :

તમારી પાસે જેટલા પણ જૂના ને ઘસાઈ ગયેલા જીન્સ હીય એ બધાને ભેગા કરીને એના પાયચાને બ્લેડ કે કાતરની મદદથી ખોલી નાખો. ત્યારબાદ બધા જ ખોલેલાં પાયચાને એકબીજા સાથે જોઇન્ટ કરી સિલાઈ કરી લેવાની છે. હવે કુશનની માપ સાઇઝ મુજબ એને ચારે બાજુથી એકબીજા સાથે સીવી લેવાનું છે. તો તૈયાર છે તમારું એકદમ નવું કુશન કવર.

ડ્રેસ બનાવો :

શું તમને ખબર છે કે તમે તમારી જૂની જીન્સમાંથી પાર્ટીવેર ડ્રેસ કે પછી બેબી ડ્રેસ બનાવી શકો છો. એ પણ આકર્ષક. જી હા, બિલકુલ બનાવી શકો છો. એમાંથી તમારા માટે ની-લેન્થ ડ્રેસ, વેસ્ટ કોટ, બ્લાઉઝ, અને નાની બેબી માટે જીન્સનું સ્કર્ટ પણ બનાવી શકો છો. તો બનાવો અને પૈસા બચાવો .

બેગ બનાવો :

તમે માર્કેટમાંથી કેટલીય જીન્સ બેગ અને પર્શ તો ખરીદ્યા જ હશે. પરંતુ હવે ખોટો ખર્ચ ન કરો. આ વખતે તમે જાતે જ તમારા જીન્સમાંથી તમારા માટે તમારા મનગમતી ડિઝાઇનની બેગ તમે જાતે જ બનાવો. બેગના હેન્ડલ પણ તમે જીન્સમાંથી જ બનવી શકો છો. અથવા જૂની બેગમાંથી પણ ઉપયોગ લઈ શકો છો.

બેડ કવર :

તમને તમારા બેડરૂમ માટે એકદમ અલગ ને જો બધાથી હતકાર બેડ કવર જોઈએ તો તમે તમારા જ જૂના જીન્સમાંથી બનાવી શકો છો. જો અલગ અલગ કલરના બધા જીન્સ મળી જાય તો તો એકદમ હટકે જ લાગશે. બધા જ જીનસને કાપીને પછી ભેગા કરીને બનાવો સરસ બેડ કવર બનશે.

ચપ્પલને ડેકોરેટ કરો :

તમારી પાસે તો ઘણી બધી ફ્લિપ ફ્લોપ, ચપ્પલ અને કેનવાસ તો હશે જ. તો તમે જૂના જીન્સના કપડામાંથી તમારા જૂના ચપ્પલને નવો લૂક આપી શકો છો. જીન્સની પાતળી પટ્ટી કાપીને એમાં ફ્લિપ ફ્લોપ લગાવીને એને કેનવાસ ઉપર એક્સપરિમેંટ કરીને ચપ્પલની પટ્ટી પર ડેકોરેટ કરો એટ્લે તમારા જૂના ચપ્પલ ને બનાવો નવા.

હોમ ડેકોર :

તમારા ઘરમાં એવો ઘણો સમાન હશે જેના પર તમે એક્સપરિમેંટ કરવા જ ઇચ્છતા હશો. જેમકે પેન સ્ટેન્ડ, ડોર મેટ , ફ્લોર કુશન, ગાદી વાળું આસન, ખુરશીનું કવર, અને ઓર્ગેનાઇઝ. બસ આટલું જ કાફી છે. તો લો તમારું જૂનું જીન્સ અને બનાવો નવી નવી હોમ ડેકોરેટની વસ્તુઓ. બસ તમારે જે બનાવવું હોય એ શેપમાં કાપો ને કરો સ્ટીચ. તૈયાર છે તમારી મનગમતી વસ્તુઓ.

સ્કર્ટ બનાવો :

જૂનું જીન્સ પહેરી પહેરીને બોર થઈ ગયા છો ? એક ને એક પેટર્ન ને સ્ટાઈલ નથી ગમતા. તો નવું લાવીને ખોટો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. આજે બનાવો તમારા જૂના જ જીન્સમાથી નવું એસકેઆરટી. તો સૌ પ્રથમ તો જૂના જીન્સને બને પાયચામાંથી સિલાઈ ખોલી નાખો ને પછી અને વચ્ચે ફ્લેયર માટે થોડો ભાગ ખોલેલો જ રાખવો ને અંદરની બધી સાઇડથી સ્ટીચ લઈ લેવી. ફ્લેયર માટે તમે કોઈ બીજા કલરનું કપડું પણ ઉપયોગ કરી શકો છો. .

કુશન કવર બનાવો :

જૂના ને નકામા જીન્સમાંથી ખૂબ ઉપયોગી એવી બોટલ બેગ પણ બનાવી શકો છો.

અરે વાહ આ બીન બેગને જોઈને કોઈ નહી કહે કે એ જૂના જીન્સમાથી બનેલી છે.જૂના જીન્સમાથી તમે લડીયા પણ બનાવી શકો છો.જેટલું સુંદર બેગ પેક લાગે છે નહી ?આ પાઉચ તો ખૂબ ઉપયોગી થશેઆવી રીતે અલગ અલગ હોમ ડેકોરની વસ્તુઓ પણ બનાવી શકો છો .

જોયું ને કેટલી બધી ઉપયોગી વસ્તુઓ બની શકે છે એ પણ માત્ર એક જૂના જીન્સમાથી. તો હવે ફેંકી ન દેતા જીન્સ .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here