જો તમને પણ પગ ઉપર પગ રાખીને બેસવાની આદત છે તો, થઇ શકે છે ગડબડ, જાણો કઈ રીતે…વાંચો આર્ટિકલ

0

ફિલ્મી સિતારાઓને પણ હોય છે આ રીતે બેસવાનો શોખ

હરવું-ફરવું હોય કે પછી ઊઠવું-બેસવું, આપણા માટે તો તે હર રોજનું કામ છે. છતાં પણ આપણે તે વાત પર ધ્યાન નથી આપતા કે આપણે કેવી રીતે ચાલીએ છીએ કે બેસીએ છીએ. એજ કારણ છે કે કલાકો સુધી ઓફિસમાં બેસી રહેવાથી ફાંદ નીકળી આવવી, કમર દર્દ થવી વગેરે જેવી સમસ્યાઓ થતી જોવા મળે છે.   જો કે આપણે મોટાભાગે સાંભળતા આવ્યા છીએ કે કલાકો સુધી ખુરશી પર બેસ્યા રહેવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. એ પણ સાંભળવામાં આવે છે કે ગલત તરીકાથી બેસવું ઘણી એવી બીમારીઓને આમંત્રિત પણ કરે છે.

પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે પગ પર પગ રાખીને બેસવું પણ યોગ્ય માનવામાં નથી આવતું. તેનાથી પણ ઘણા પ્રકારની બીમારીઓની આશંકા પૈદા થાય છે. બેસતા પહેલા તરીકાઓનો ખ્યાલ રાખવામાં આવે તો ઘણી મુસીબતોથી બચી શકાય છે. આજે અમે યોગ્ય રીતે ન બેસવાથી થનારા અમુક નુકસાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

1. પ્રચલિત છે આ પોશ્ચર:આ રીતે પગ પર પગ રાખીને બેસવું ખુબ જ સામાન્ય છે. સેલીબ્રીટી તો કોઇપણ ઇવેન્ટમાં આવી જ રીતે બેસવું પસંદ કરે છે. તથ્ય જણાવે છે કે સામાન્ય રીતે લોકો ડાબા પગ પર જમણો પગ રાખીને બેસવું પસંદ કરતા હોય છે. પહેલા વાત કરીએ આ પોઝીશનમાં બેસવાથી થનારી દીક્કતો વિશે.

2. પહેલી સમસ્યા:ક્રોસ્ડ લેગ્સ પોજીશનમાં બેસવાથી થનારી સમસ્યાઓમાં સૌથી પહેલી સમસ્યા બ્લડ પ્રેશરની છે. આજકાલ દિનચર્યા અને તણાવને લીધે એમપણ યુવાઓમાં બ્લડ પ્રેશરની સમસ્યા વધી ગઈ છે. એવામાં આવી રીતે બેસવું તમારી પરેશાનીને વધારી શકે છે.

3. આ સ્થિતિમાં વધુ ખતરો:ઘણી સ્ટડીજમા એ વાત સામે આવી છે કે આ રીતે બેસવાથી બ્લડ પ્રેશર વધી જાય છે. તેનાથી ધ્યાન દેનારી વાત એ છે કે જે લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે, તેઓના આવા બેસવા પર બ્લડ પ્રેશરમાં અધિક વૃદ્ધિ જોવા મળે છે.

3. પહેલું સંભવિત કારણ:આવી રીતે બેસવાથી બ્લડ પ્રેશર વધવાનું પહેલું કારણ એ બની શકે કે હવે આપણે એક ઘૂંટણ પર બીજો ઘૂંટણ રાખીને બેસીએ તો પગથી ફેફ્સાઓ સુધી વધુ માત્રામાં રક્ત પ્રવાહ થાય છે. જેને લીધે હૃદયને પણ વધુ માત્રામાં બ્લડ પંપ કરવું પડે છે. તેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે.

4. બીજુ સંભવિત કારણ:બીજું એ છે કે આ રીતે બેસવાથી દરેક નસ દબાઈ જાતી હોય છે. ખૂનના પ્રવાહમાં બાધા ઉત્પન થાય છે. તેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે. જો કે એક સ્ટડી અનુસાર તે સામે આવ્યું છે કે, ‘પહેલું સંભવિત કારણ’ જ બ્લડ પ્રેશરને વધારે છે.

5. સ્થાઈ નથી આ:         બીજી સમસ્યા પર વાત કરતા પહેલા જણાવી દઈએ કે ‘ક્રોસ્ડ લેગ્સ’ પોજીશનમાં બેસવાથી બ્લડ પ્રેશરનું વધવું ત્યાં સુધી જ હોય છે, જ્યાં સુધી તમે આ પોઝીશનમાં બેઠેલા હોવ. પોઝીશન બદલવા પર બ્લડ પ્રેશર નોર્મલ થઇ જાતું હોય છે.

6. થઇ શકે છે આ ગંભીર સમસ્યા:જે લોકોમાં બ્લડ કલોટિંગની દિક્કત આવે છે, તેના માટે લાંબા સમય સુધી આ રીતે બેસવું વર્જિત માનવામાં આવે છે. કારણ કે આવું કરવાથી તેઓને ‘deep vein thrombosis’નો ખતરો રહે છે. આ બીમારીમાં રગોમાં ખૂનની ગાંઠો જામી જાય છે, જેના ઘણા ગંભીર પરિણામ આવી શકે છે.

7. વૈરીકોજ વેન્સની સમસ્યા:જ્યારે રક્તને ગલત દિશામાં વહેતું રોકનારા વોલ્વ્સ ડેમેજ થઇ જાય છે તો રક્ત ગલત દિશામાં વહેવા લાગે છે. તેનાથી નસો ફૂલવા લાગે છે. આ સ્થિતિને ‘વૈરીકોજ વેન્સ’ કહેવામાં આવે છે.

8. બગડે છે પોશ્ચર:એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો લગાતાર ત્રણ કલાક સુધી આ પોઝીશનમાં બેસે છે, તેઓ આગળ જુકી જાતા હોય છે. તેઓના સોલ્ડર પણ નમી જાતા હોય છે.

9. આ છે ફાયદો:એક સ્ટડી અનુસાર ક્રોસ લેગ્સ પોજમાં બેસવાથી પરિફોર્મિસ મસલ ની વૃદ્ધિ થાય છે. તેને લીધે પેલ્વિક જોઈન્ટ સ્ટેબલ બને છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.