જો તમને પણ કઈ ખાવાનું મન નથી થતું તો આ 10 વસ્તુ ઓ ખાઈ ને ભૂખ વધારો…

0

જો તમને પણ કઈ ખાવાનું મન નથી થતું તો આ ૧૦ વસ્તુ ઓ ખાઈ ને ભૂખ વધારો…

ભૂખ નાં લાગવાના કારણ અને ઉપાય : અનિયમિત દિનચર્યા અને ખરાબ ખાવા-પીવા ને લીધે છાતી માં બળતરા, પાચનક્રિયા માં ગડબડ, કબજિયાત અથવા એસીડીટી ની સમસ્યા થઇ જાય છે. આ તકલીફો ના લીધે ધીરે-ધીરે ભૂખ ઓછી થવા લાગે છે. ભૂખ નાં લાગવા ના લીધે તમે જરૂરી પ્રમાણ માં ભોજન નથી કરતા, જેનાથી શરીર ને જરૂરી પોષણ નથી મળતું અને તમે ઘણી ગંભીર બીમારીઓ ના સકંજા માં આવી જાવ છો. એટલે સ્વસ્થ રેહવા માટે સાચા સમયે અને ભરપુર પ્રમાણ માં જમવું ખૂબ જ જરૂરી છે. જો તમે પણ ભૂખ ન લાગવી અથવા ઓછી ભૂખ લાગવાની સમસ્યા થી પીડાવ છો તો આજે અમે આનાથી છુટકારો મેળવવા માટે થોડાક સરળ ઉપાયો બતાવીશું.

૧ . કાળું મીઠું

– દિવસ માં ૨ વાર ટામેટા પર કાળું મીઠું ભભરાવી ને ચાટવાથી તમારી પાચન ક્રિયા સારી થઇ જાય છે. આનાથી તમને ભૂખ લાગે છે અને તમે સરખું પ્રમાણસર ભોજન લેવાનું શરુ કરો છો.

૨ . સફરજન નું જ્યૂસ

– જો તમને પણ ભૂખ નથી લાગતી તો રોજ એક ગ્લાસ સફરજન નાં જ્યૂસ માં સાકાર મેળવી ને પીવું જોઈએ. થોડાક જ દિવસો માં તમને આનો અસર જોવા મળશે.

૩ . કરમદા નો રસ

-આ પાચનતંત્ર માં સુધાર લાવા, પેટ માંથી વિષયુક્ત પદાર્થો બહાર કાઢવા અને ગેસ્ટ્રોઈંટેસ્ટીનલ પ્રણાલી માટે ટોનિક રૂપે કામ કરે છે. ભૂખ વધારવા માટે ૧ કપ પાણી માં ૨ કરમદા, ૨ લીંબુ નો રસ અને ૧ ચમચી મધ ભેળવો. આ મિશ્રણ ને સવારે ભૂખ્યા પેટે ઓછામાં ઓછુ ૩-૪ અઠવાડિયા માટે પીવું જોઈએ.

૪. મૂળો

-જમવાની સાથે મૂળા નું સલાડ કવું જોઈએ. તેના પર કાળું મીઠું અને મારી પાવડર લગાવી ને ખાવા થી પાચનક્રિયા સારી થઇ જાય છે.

૫ . લીલી કોથમીર નો રસ

-લીલી કોથમીર નો રસ સ્વસ્થ માટે ખુબ જ લાભકારક હોય છે. ભૂખ ના લાગતી હોય તો આનો રસ કાઢી તેમાં થોડું મીઠું નાખી ને પીવું જોઈએ. આનાથી તમારી ભૂખ ન લાગવાની તકલીફ દુર થઇ જાય છે.

6 . ઘઉં નું થૂલું

-ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો ઘઉં ના થુલા માં સિંધવ મીઠું અજમો ભેળવી ને તેની રોટલી બનાવી ને ખાવી. તેના માટે ભૂખ ન લાગવાની સમસ્યા દુએ થઈ જશે.

૭ . લીંબુ

-લીંબુ ને કાપી ને તેની પર સિંધવ મીઠું ભભરાવી ને જમવાની પેહલા ચાટવું જોઈએ.આનાથી ફક્ત તમારી કબજિયાત જ દુર ની થાય તેની સાથે સાથે પાચનશક્તિ માં વધારો થાય છે, જેનાથી તમને ખુબ જ ભૂખ લાગશે.

૮ . અજમો અને કાળું મીઠું

-જયારે પણ તમને ભૂખ ન લાગવાની સમસ્યા થાય ત્યારે તમે અજમો અને કાળું મીઠું ભેળવી ને ગરમ પાણી સાથે લેવું. આનાથી તમારી ભૂખ માં વધારો થશે અને ભૂખ ન લાગવાની સમસ્યા દુર થશે.

૯ . ઈલાયચી

-ઈલાયચી અપચો,પેટ ફૂલવું, એસીડીટી અને પાચનતંત્ર માં સુધારો કરી ભૂખ ન લાગવાની તકલીફ ને દુર કરે છે. તમે ઈલાયચી વાળી ચા અથવા કાચી ઈલાયચી ખાઈ ને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

૧૦ . આમલી

-આમલી નાં પલ્પ માં થોડું કાળું મીઠું, તજ અને થોડું લવિંગ મેળવી ને પાણી માં ઉકાળી લેવું.તે પછી તેને નિયમિત રૂપ થી પીવું. આનું સેવન તમારી ભૂખ વધારવા માં મદદ કરે છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!