જો તમે પણ રાત્રે પેશાબ માટે ઉઠતા હોવ તો તમારો જીવ છે જોખમમાં…આ 10 વાતો જાણવી છે જરૂરી..

0

1. રાત્રે પેશાબ જવા ઉઠો છો?

જો તમે સપ્તાહમાં ક્યારેક રાત્રે પેશાબ માટે ઉઠતા હોવ તો તે અલગ વાત છે પરંતુ રોજ રાતે જો આ માટે ઉઠવું રડતું હોય તો તે આરોગ્ય સામે લાલબત્તી સમાન છે. તેમાં પણ એક કરતા વધુ વખત પેશાબ માટે ઉઠતા હોવ તો પ્રોબ્લેમ ખૂબ સીવીયર છે. સાયન્સ પ્રમાણે આ તકલીફને નોક્ટરિયા કેહવાય છે જે સામાન્ય રીતે મહિલાઓમાં ખાસ જોવા મળે છે. જે તમારા એનર્જી લેવલને ડાઉન કરે છે અને આરોગ્ય પર અસર કરે છે.

2. તમારે શું ધ્યાન રાખવું જોઈએ?:

જો રાત્રે પેશાબ જવા માટે તમારી નિંદર ઉડે તો તેને કોઈપણ હિસાભે ઇગ્નોર કરવું જોઇએ નહીં. આવું દરરોજ થતું હોય તો તમારે ડોક્ટરને મળવું જોઈએ. કેમ કે આની પાછળ આવા પ્રકારની ખરાબ હેલ્થ કન્ડિશન હોય શકે છે….

3. એન્ટિડ્યુરેટિક હોર્મોન:

આ પ્રકારની સ્થિતિ ઉંમર વધવા સાથે નિર્માણ થાય છે. એન્ટિડ્યુરેટિક હોર્મોન તમારી કીડનીમાં પ્રવાહીને કંટ્રોલ કરે છે. તેથી જો તેમાં કોઈ ખરાબી સર્જાય તો તમને ઘડી ઘડી યુરીનેટ જવું પડે છે. આવું મોટાભાગે 40 વર્ષની વયે થાય છે જો પહેલા આવું થતું હોય તો ડોક્ટરને મળવું જોઈએ.

4. પગમાં સોજા:

શરીરના લોઅર પાર્ટમાં પ્રવાહીના ભરાવાથી પગમાં સોજો આવે છે. આ બિમારીના કારણે તમારે ઘડી ઘડી પેશાબ જવું પડે તેવી સ્થિતિ નિર્માણ થાય છે.

5. વધુ પડતું મોટું ગર્ભાશય અથવા અંડકોશ:

ગર્ભાશયના કેન્સરના કારણે ગર્ભાશય અથવા અંડકોશ મોટું થતું જાય છે આ કંડિશનમાં તે બ્લેડર પર ભાર વધારે છે અને તેના કારણે તમારે યુરિનેટ જવું પડે છે.

6. યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન:

મુત્રાશયના ઇન્ફેકશન જેવા રોગોમાં આ પણ તમારે ઘડી ઘડી પેશાબ જવું પડે તેવી સ્થિતિ પેદા થાય છે માટે જો આવું હોય તો તમારે ડોક્ટરને મળવું જોઈએ. UTIના કારણે ફક્ત સૂતી વખતે જ નહીં દિવસ દરમિયાન પણ તકલીફ આપે છે.

7. ડાયાબિટિઝ અથવા ડાયાબિટિઝ થવાની શક્યતા:

રાત્રે સૂતી વખતે પેશાબ થવા પાછળનું સર્વ સામાન્ય કારણ ડાયાબિટિઝ પણ છે. અથવા તો એવી કંડિશન જેમાં ડાયાબિટિઝ થવાની શક્યતા રહેલી હોય અથવા તેનો પ્રારંભીક તબક્કો હોય તો આવું થાય છે.

8. બ્લેડર પર પ્રેશર:

આ પાછળનું કારણ ઉંમર અથવા વજાઇનલ ચાઇલ્ડ બર્થ હોઈ શકે છે. કેમ કે પેલ્વિક મસલ્સ વીક થાય છે જેના કારણે બ્લેડર પર ખૂબ જ પ્રેશર આવે છે.

9. સેલી ટ્રાન્સમિટેડ ડિસીઝ:

આવું જ ક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ દરમિયાન થાય છે. ત્યારે તમને ઘડી ઘડી પેશાબ લાગવો અને પેશાબ કરતા વખતે બળતરા થવી જેવી ફરીયાદ રહે છે.

10. પ્રોસ્ટેટ પ્રોબ્લેમ:

જો તમને પ્રોસ્ટેટ પ્રોબ્લેમ હોય તો પણ રાતે પેશાબ માટે ઉઠવં પડી શકે છે. કેમ કે આ સ્થિતિમાં તેમનું બ્લેડર પૂર્ણરુપે ખાલી નથી થતું અને તેથી થોડી થોડીવારે પેશાબ જવું પડે છે.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.