જો તમે પણ આ કંપની નો ફોન વાપરતા હોવ તો વાંચી લો આ ન્યુઝ તમારા માટે જ છે……વાંચો ન્યુઝ

0

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

સૈમસંગ પછી હવે ચીન ની કંપની શાઓમી ના પહેલા એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન Xiaomi Mi A1 માં બ્લાસ્ટ ની ઘટના સામે આવી છે. ચાર્જિંગ ના દરમિયાન Mi A1 માં બ્લાસ્ટ થઇ ગયો હતો. Mi A1 ના સિવાય કંપની નો બીજો એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન Mi A2 પણ ઘણા સમય થી ચર્ચા માં છે. યુઝર્સ ને ફોન ની બેટરી સંબન્ધિત સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે. તેની પહેલા પણ સૈમસંગ ના સ્માર્ટફોન માં પણ બ્લાસ્ટ થવાની ઘટના સામે હતી જેના પછી ફોન ના દરેક યુનિટ્સ ને ફરીથી લાવવામાં આવ્યા હતા.Mi A1 માં થયો બ્લાસ્ટ:

રિપોર્ટ અનુસાર Mi A1 સ્માર્ટફોન ને યુઝર્સે રાતે ચાર્જ પર લગાવ્યો હતો. ચાર્જિંગ ના દરમિયાન જ ફોન બ્લાસ્ટ થઇ ગયો હતો. પણ ફોન ના માલિકે તેને ગણકાર્યું નહીં અને ઊંઘવા માટે ચાલ્યો ગયો. પણ જયારે સવારે ઉઠીને તેણે તેના ફોન ને જોયો તો તેની હાલત એકદમ બેકાર હતી. આ ઘટના પછી યુઝર્સ એ શાઓમી ના ગ્રાહક સેવા કેન્દ્ર સાથે સંપર્ક કર્યો છે. તમને જણાવી દઈએ કે આ ફોન 8 મહિના જૂનો હતો. આ મામલા ને લઈને કંપની ના તરફ થી હાલ કોઈ અપડેટ આપવામાં આવી નથી.

Mi A2 માં પણ આવી રહી છે સમસ્યા:
આ સિવાય Mi A2 ઉપીયોગ માં લેનારાઓ નું માનવું છે કે ફોન માં ફિંગરપ્રિન્ટ સેન્સર સ્નૈપડ્રેગન 660 પ્રોસેસર ના દરેક આઠ કોર ને વધુ સ્પીડ માં ઉપીયોગમાં માં લઇ રહ્યું છે. તેનાથી બેટરી પર ખુબ જ અસર પડે છે અને બેટરી જલ્દી જ પુરી થઇ જાય છે. આ સ્ક્રીન ઓન ટાઈમ ને ત્રણ થી ચાર કલાક માં કામ કરી દે છે. જો કે, કંપની એ હાલ આ મામલામાં કોઈ અધિકારીક મંતવ્ય આપ્યું નથી.

આ સિવાય અમુક જ મહિના પહેલા સૈમસંગ ના એક અન્ય ફોન માં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે સૈમસંગ ના ફોન માં આગ લાગી ગઈ હતી. જેને લીધે કારમાં પણ આગ લાગી ગઈ હતી.

શું છે રિપોર્ટ નું કહેવું?:

એક મહિલાએ એવી ફરિયાદ કરી હતી કે તેની કાર માં રાખેલા સૈમસંગ ફોન માં આગ લાગી ગઈ હતી. જેને લીધે પુરી કાર માં આગ ફેલાઈ ગઈ હતી. મામલા ની જાણ થતા જ સૈમસંગ કંપની ને કાર ની જૉન્સ માટે મોકલી દીધા છે અને આ મામલા પર ગંભીરતા થી ધ્યાન આપી રહી છે. કંપની એ જાણવાની કોશિશ કરી રહી છે કે ફોન માં આ આગ કઈ રીતે લાગી હતી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!