જો તમે હજી પણ મખાનાનો ઉપયોગ નથી કરતા તો તમે ઘણું ગુમાવી રહ્યા છો, ડાયાબીટીસ માટે ખાસ ઉપયોગી…જાદુઈ ફાયદાઓ વાંચો

0

મખાના ભારત માં પ્રાચીન કાળ થી જ વ્રત અને ધાર્મિક પર્વો માં ઉપયોગ માં લેવાતો એક ખાદ્ય પદાર્થ છે. મખાના નું ઉત્પાદન ભારત, કોરિયા અને જાપાન માં થાય છે. આ મખાના ભૂરા રંગ ની છાલ અને સફેદ રંગ માં જોવા મળે છે. એશિયા માં મખાના ને ખૂબ જ ઉપયોગી માનવા માં આવે છે. અને તેનો ઉપયોગ અનેક દવાઓ અને વ્યંજનો માં થાય છે. મખાના બજાર માં ખૂબ જ સહેલાઈ થી મળે છે. પરંતુ શું તમે જાણો છો મખાના માં બદામ અને અખરોટ કરતાં પણ વધુ પૌષ્ટિક તત્વો રહેલા છે. તેના બીજ માં મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફૉસ્ફરસ વિપુલ પ્રમાણ માં મળે છે. જ્યારે તેમાં ફેટ, સોડિયમ, કોલેસ્ટ્રોલ જેવા તત્વો ઓછા પ્રમાણ માં હોય છે. આ ઉપરાંત તે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયર્ન અને જિંક નો પણ સારો એવો સ્ત્રોત છે. આમ મખાના માં ઘણા બધા ઔષધિય અને આયુર્વેદિક ગુણ રહેલા છે, જેમાથી થોડા ગુણ અહી આપેલ છે.

સ્વસ્થ શરીર માટે

મખાના માં ઘણા પોષક તત્વો રહેલા છે અને તે થાક ને દૂર કરી ને શરીર ને ઉર્જા પ્રદાન કરે છે. તે શરીર ને સ્વસ્થ અને નીરોગી બનાવવા માં પણ ખૂબ જ લાભકારી છે. મખાના માં કોલેસ્ટ્રોલ, ફેટ અને સોડિયમ ની માત્રા ખૂબ ઓછી હોય છે. મખાના નો ઉપયોગ તમે સ્નેક્સ ના રૂપ માં પણ કરી શકો છો. મખાના ની અંદર મેગ્નેશિયમ ની માત્રા વધુ અને સોડિયમ ની માત્રા ઓછી હોવાથી તેનું સેવન એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જે લોકો ઉચ્ચ રક્તચાપ, હ્રદય રોગ અને અધિક વજન થી પરેશાન હોય છે. આ ઉપરાંત મખાના માં પ્રાકૃતિક ઘટક પણ રહેલા છે જેને કૈમ્પ્ફેરોલ કહે છે, જે સોજા અને ઉંમર ને વધતી રોકવા માં મદદ કરે છે.

મધુપ્રમેદ માં લાભકારી

મખાના મધુપ્રમેદ ના રોગીઓ માટે એક ઉત્તમ નાશ્તો છે. મખાના તેમના માટે પૌષ્ટિક તો છે જ સાથે સાથે તે તેમના રક્ત શર્કરા સ્તર ને પણ નિયંત્રણ માં રાખે છે.

મખાના ઉચ્ચ રક્તચાપ માં સહાયક

મખાના માં પોટેશિયમ ખૂબ સારી માત્રા માં પ્રાપ્ત થાય છે, જે રક્ત પ્રવાહ ને સંચાલિત કરી રક્ત દબાવ ને ઓછું કરે છે અને હાઈ બીપી માં રાહત આપે છે. જે લોકો ઉચ્ચ રક્તચાપ અને તનાવ થી પીડિત છે તેમના માટે મખાના નું સેવન કરવું ખૂબ જ લાભકારી છે. કારણ કે તેમાં પોટેશિયમ ખૂબ વધારે પ્રમાણ માં મળે છે જે આ વિકારો ને ઓછા કરવા માં મદદ કરે છે.

મખાના નીંદર ન આવવા ના ઘરેલુ ઉપચાર

મખાના નિંદ્રા ને સંબંધિત રોગો માં એક પ્રભાવી ઉપચાર છે. તે તનાવ ને દૂર કરી ને એક શાંતિપૂર્ણ નિંદ્રા આપવા માં સહાયક છે. તેની અંદર પ્રશાંતિ ના ગુણ પ્રાપ્ત થાય છે, જે બેચેની અને ગભરામણ ને ઓછી કરવા માં મદદ કરે છે. મખાના એક પ્રાકૃતિક શામક છે જે અનિન્દ્રા ને દૂર કરે છે. મખાના રક્ત વાહિકાઓ ની પ્રસાર પ્રક્રિયા માં મદદ કરે છે અને સારો અનુભવ કરાવે છે, મખાના માં આ ઈસોક્વિનોલીને અલ્કલોઈડ્સ ની ઉપસ્થિતિ ના કારણે થાય છે.

દસ્ત નો દેશી ઈલાજ મખાના

મખાના માં એક એવો ગુણ રહેલો છે જે દસ્ત ને ઠીક કરવા માં મદદ કરે છે. ઘી ની અંદર શેકેલા મખાના ખાવા થી દસ્ત માં લાભ મળે છે. મખાના એક ક્ષુધાવર્ધક પણ છે અને ભૂખમાં સુધાર લાવવા માટે પણ પ્રયોગ માં લેવા માં આવે છે. જો તમે લાંબા સમય થી દસ્ત ની બીમારી થી પીડાવ છો તો તમારા માટે મખાના ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેમાં ઉચ્ચ માત્રા માં કાસ્ટિક ગુણ હોય છે, જે દસ્ત ને ઠીક કરવા માં મદદ કરે છે.

મખાના નો ઉપયોગ ગર્ભાવસ્થા માટે

મખાના મા અને બાળક બંને ને સ્વસ્થ રાખવા મા લાભદાયી છે. ગર્ભાવસ્થા પછી આવતી નબળાઈ ને દૂર કરવા માટે મખાના એક સારો ઉપાય છે. મખાના મા નિહિત અધિક પોષક તત્વ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ જ સારું છે. મખાના મા રહેલ ઉચ્ચ રક્તચાપ અને ઉચ્ચ કેલ્શિયમ ભ્રૂણ ના વિકાસ માટે ખૂબ સારા છે. આમ મખાના ની તાસીર ઠંડી છે, આથી ગરમી અને શરદી ના દિવસો મા તેને ખાવા મા આવે છે. આ સિવાય તેનું સેવન વધુ પ્રમાણ મા ના કરવું, કારણ કે તેનાથી નુકસાન પણ થઈ શકે છે

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here