પેટ અને કમર પરની ચરબી ચમત્કારિક રીતે થઇ જશે ઓછી, આ છે શ્રદ્ધા કપૂરનું સિક્રેટ જ્યુસ જેનું તે નિયમિત સેવન કરે છે.

0

આજે લગભગ જ કોઈ એવી યુવતી કે મહિલા હશે જે બોલીવુડની હિરોઈન જેવી ફિગર નહિ ઈચ્છતી હોય. જી હા આજે અમે તમારી માટે લાવ્યા છીએ શક્તિ કપૂરની દિકરી અરે આપણી શ્રદ્ધા કપૂરની ફીટનેશ ટીપ્સ. તો જો તમે પણ મેળવવા માંગો છો તો તમારે પણ આજથી જ આ ટીપ્સ ફોલો કરવાની જરૂર છે.તમને જાણીને નવાઈ લાગશે પણ શ્રદ્ધા એ ખાવામાં કોઈ દિવસ કોમ્પ્રોમાઈસ કરતી નથી તેને ખાવા પીવાનો બહુ શોખ છે પણ આપણી જેમ એ ફક્ત ખાવાનું જ કામ નથી કરતી એ ખાવાની સાથે સાથે કસરત અને યોગ્ય ડાયટ પણ ફોલો કરે છે. બસ તો પછી આજે અમે તમને શ્રધ્ધાનું એ જ સિક્રેટ જણાવવાના છે. શ્રદ્ધાની ડાયટમાં કસરત સામેલ છે પણ તેઓ કસરત કરતા પહેલા એટલે કે જીમમાં જતા પહેલા એક જ્યુસ પીવે છે જેના કારણે તેઓને ઘણા ફાયદા થાય છે જો તમે ઈચ્છો તો તમે પણ એ જ્યુસ અપનાવી શકો છો. તો વાંચી લો આ જ્યુસ પીવાથી થતા ફાયદા.

કોકમનું જ્યુસ હા મિત્રો આ સિક્રેટ જ્યુસ છે કોકમના ફળનું જ્યુસ.કોંકણ પ્રાંતમાં થતું આ એક કોકમ નામનું ફળ છે. આ ફળનો રંગ ડાર્ક જાંબલી હોય છે પણ જયારે આનું જ્યુસ બનાવવામાં આવે છે ત્યારે તેનો રંગ એ લાલ થઇ જય છે.હવે તમને જણાવીએ કે આ ફળમાંથી જ્યુસ કેવીરીતે બનાવવામાં આવે છે. આ ફળને કાપી શકાતું નથી માટે તેને પહેલા સુકવી દેવામાં આવે છે અને પછી સુકાઈ ગયેલા ફળને પાણીમાં પલાળીને જ્યુસ બનાવવામાં આવે છે. આ જ્યુસને આપણે કોકમનું શરબત પણ કહી શકીએ. આ જ્યુસનો ટેસ્ટ થોડો ખટાશ વાળો હોય છે પણ થોડી મીઠાસ પણ તેમાં હોય છે.

તમે કોકમના જ્યુસનો આ ફાયદો વાંચીને તેનો ઉપયોગ જરૂર કરશો. કોકમના ફળમાં ફાયબર ભરપુર માત્રમાં હોય છે અને સાથે સાથે બહુ ઓછી પ્રમાણમાં કેલેરી હોય છે અને ઓછી કેલેરી હોવાથી તે હૃદયને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.કોલેસ્ટ્રોલ અને ફેટ પણ ઓછી માત્રામાં હોવાના લીધે તે હૃદય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામીન સી માટેનો આ એક બહુ સારો સ્ત્રોત માનવામાં આવે છે. કોકમના ઉપયોગથી આપણું સ્વાસ્થ્ય હમેશા સારું રહે છે.

જો તમે વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્ન કરી જોયા છે પણ હજી સુધી કોઈ જ ફેર નથી પડ્યો તો આ કોકમનું જ્યુસ એ તમારા માટે અકસીર સાબિત થશે. કેલેરી ઓછી હોવાના લીધે તે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. જો પેટ અને કમર પરની ચરબી ઘટાડવા માંગો છો તો તમારે ૪૦૦ ગ્રામ કોકમને ૪ લીટર પાણી સાથે ઉકાળવાનું છેઅને જયારે તે પાણી ૧ લીટર જેટલું બચે ત્યાં સુધી ઉકાળવાનું છે. ત્યારબાદ આ પાણીને ઠંડુ કરીને એક સાફ બોટલમાં ભરી લો. આ જ્યુસનું નિયમિત સેવન કરવાથી તમારું વજન જોત જોતામાં ફટાફટ ઓછું થઇ જશે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!