જો સવાર સવાર માં જોવા મળે આ 9 ચીજો, તો ટૂંક સમયમાં જ વરસવાની છે માં લક્ષ્મી ની અસીમ કૃપા…..

0

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરેક ઘટનાની પાછળ કોઈને કોઈ કારણ હોય જ છે જે તેની મહત્તા ને સિદ્ધ કરતા હોય છે. આ શાસ્ત્રના અનુસાર આપણે રોજ થતી ઘટનાના વિષયો ને નજીકથી સમજીને આવનારા સમય વિશે સટીક અનુમાન  લગાવી શકીએ છીએ. આજે અમે તમને એવી જ અમુક ચીજો વિશે કહેવા જઈ રહ્યા છીએ જે જો તમને જોવા મળે તો જાણી લો કે આ શુભ સંકેત છે અને લક્ષ્મી ની કૃપા તમારા પર વરસવાની છે.

સવારના સમયે આ ચીજોને જોવી શુભ સંકેત માનવામા આવે છે.

1. હરિયાળી:જો તમને સપનામાં વારંવાર હરિયાળી જોવા મળે, કે પછી વહેતુ ઝરણું જોવા મળે તો સમજી જાવ કે તમારી ધન સબંધી પરેશાનીઓ દૂર થવાની છે.

2. સાવરણી:જો ઘરેથી નીકળવાના સમયે તમને કોઈ સાવરણી ની સાથે જોવા મળે કે પછી કોઈ સફાઈકર્મી સાફ સફાઈ કરતા જોવા મળે તો તે તમારા માટે એક શુભ સંકેત છે.

3. શંખ નો અવાજ:સવાર સવાર માં ઉઠતા જ જો કોઈ શંખ કે મંદિર ની ઘંટીઓના અવાજો સાંભળવા મળે તો સમજી જાવ કે જીવનમાં કોઈ શુભ સંદેશ આવવાના છે.

4. શેરડીનો ભારો:સવારે ઘરેથી નીકળતા જ જો કોઈ વ્યક્તિ શેરડીનો ભારો લઇ જઇ રહેલો જોવા મળે તો સમજી જાવ કે તમને ધનની પ્રાપ્તિ નો યોગ છે.

5. દૂધ થી ભરેલું પાત્ર:સવારે જાગતા જ જો તમને સૌથી પહેલા દૂધથી ભરેલું પાત્ર જોવા મળે તો સમજી જાવ કે તે અત્યંત શુભ સંકેત છે.

6. વાંદરો-કૂતરો:જો તમે કોઈ યાત્રા પર નીકળી રહ્યા છો અને તમને જો રસ્તામાં કોઈ વાંદરો, કૂતરો, સાપ કે પછી કોઈ પક્ષી જોવા મળે તો એ પણ એક પ્રકારનો શુભ સંકેત છે.

7. ફૂલ અને નારિયેળ:સવાર સવાર માં નારિયેળ, ફૂલ ની માળા કે ફૂલો થી લાદેલૂ કોઈ વૃક્ષ જોવા મળે તો સમજી જાવ કે તમારો દિવસ ખુબ જ ખુશનુમા રહેવાનો છે.

8. ગાય કે ગૌવંશ:ઘરેથી નીકળવાના સમયે ગાય દેખાવી ખુબ જ શુભ માનવામાં આવે છે અને જો સફેદ ગાયના દર્શન થઇ જાય તો તે વધુ શુભ માનવામાં આવે છે.

9. સોનેરી કે રંગીન સાપ જો તમને સપનામાં જોવા મળે તો સમજી જાવ કે તમારી ઉપર લક્ષ્મી ની કૃપા વરસવાની છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here