જો સફર દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો તો, અપનાવો આ 6 અસરદાર ઉપાય….

0

યાત્રા કરવી હર કોઈને પસંદ હોય છે પણ ઘણા લોકોને આ સમય દરમિયાન ઉલ્ટી થવાની ફરિયાદ રહેતી હોય છે. એવામાં મોટાભાગે તેઓના સફરની બધી મજા ખરાબ થઇ જાતી હોય છે. સાથે જે લોકો આવા લોકોની સાથે સફર કરતા હોય છે તેઓને પણ પરેશાનીઓ થતી હોય છે. જો તમને પણ યાત્રા દૌરાન આવી જ સમસ્યા થઇ રહી છે તો આજે આ ટીપ્સ અમે તમારા માટે જ લાવ્યા છીએ. આ ઉપાયોને લીધે તમે ઉલટીની સમસ્યાથી બચી શકશો અને સફરની ભરપુર મજા ઉઠાવી શકશો.

1. સફર પર ઉલટીની સમસ્યાથી બચવા માટે સૌથી પહેલાં તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે કંઈપણ વધુ તૈલી કે મસાલેદાર ખોરાક ગ્રહણ ન કરો નહિ તો એસીડીટીની સમસ્યા આવી શેક છે, જેને લીધે ચક્કર અને ઉલ્ટી જેવી દીક્કતો આવી શકે છે. માટે યાત્રા પણ જવાના સમયે કઈક હલ્કો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ.

2. સફરના સમયે ફ્રુટનું સેવન કરવું ફાયદામાં રહે છે અને ખાસ કરીને સંતરાનું સેવન યાત્રા માટે ખુબ જ સારું માનવામાં આવે છે કેમ કે તેનાથી ઘણા હદ સુધી ઉલ્ટીની સમસ્યા ઓછી થઇ જાય છે.3. આવા સમયે ઉલ્ટીથી બચવા માટે લવિંગનું સેવન પણ લાભદાઈ છે. તેના માટે યાત્રા પર નીકળતા પહેલા લવિંગને હલકું શેકીને ક્રશ કરી લો અને એક ડબ્બામાં બંદ કરી લો. પછી જ્યારે સફર દરમિયાન ઉલટી મહેસુસ થાય તો ચપટી માત્રામાં આ લવિંગનાં પાઉડરને લઈને કાળા નિમક સાથે ખાઓ. ઉલટીની દિક્કત દુર થઇ જાશે.

4. ઉલ્ટીની સાથે ઘણા લોકોને યાત્રા દરમિયાન ચક્કર આવવાની સમસ્યા પણ થતી હોય છે..જો તમને પણ સફર દરીમીયાન આવું થાય છે તો તેના માટે લીંબુ ની એક સ્લાઈસ, કાળું નિમકની સાથે ચાવો. તેનાથી તમને તરત જ સારું ફિલ થવા લાગશે અને ચક્કર આવવા ઘણા હદ સુધી ઓછુ થઇ જાશે.5. ચા પણ ઘણા હદ સુધી સફરમાં રાહત આપી શકે છે. જ્યારે મન બૈચેન લાગે ત્યારે આદું વાળી ચા પીઓ. સાથે જ માત્ર આદુંનું સેવન પણ સફર દરમિયાન રાહત આપી શકે છે.

6. સાથે જ યાત્રા દરમિયાન ચોકલેટ ખાવી ખુબ ફાયદામાં રહે છે. સફર દરમિયાન હંમેશા પોતાની પાસે અમુક માત્રામાં ચોકલેટ રાખો, અને મુડ ઓફ હોય ત્યારે તેને ચાવતા રહો જેનાથી તમને સારું ફિલ થવા લાગશે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.