જો તમારા પર્સમાં પણ પૈસા નથી ટકતાં તો કરો આ 5 ઉપાય…

0

પૈસા એ આજના જમાનાની ખૂબ જ મોટી જરૂરીયાત બની ગઈ છે. પૈસા વગર કોઈપણ કાર્ય શક્ય બનતું નથી એટલા માટે લોકો પૈસાની પાછળ દિવસ-રાત મહેનત કરે છે. તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે પૈસા તો બહુ આવે છે. પરંતુ ટકતા નથી. જેવા પૈસા પર્સમાં જાય છે કે તરત જ તેને ઉડતા વાર નથી લાગતી.
જો આવું તમારી સાથે પણ થાય છે. તો તમારે આ ઉપાય કરવા ખૂબ જરૂરી છે પછી પૈસા તમારી પાસે ટકશે.

1. ઘઉં દળાય ત્યારે આ કામ કરવું..

ઘઉં દળાય ત્યારે તેમાં 11 તુલસીના પત્તા નાંખવા.ત્યારબાદ તેમાં કેસર પણ નાખો. ત્યાર પછી જે તેનો લોટ થાય છે તેની રોટલી કરતી વખતે પહેલી રોટલી ગાયને આપવી.આવું કરવાથી પૈસા તમારી પાસે ટકશે આ કાર્ય શનિવાર અને સોમવારે થઈ શકે છે.

2. જો પૈસા તમારી પાસે ટકતા ના હોય તો કૂતરાને રોટલી આપવી..

જેવી રીતે પહેલી રોટલી કરીને ગાયને આપવામાં આવે છે તેવી રીતે છેલ્લી રોટલી કૂતરાને આપવામાં આવે તો ધનનો સંચય થાય છે. રોટલી ઉપર સરસવનું તેલ લગાવવું.

3. મા લક્ષ્મીની પૂજા કરવી…

પૈસા ની પ્રાપ્તિ કરવા માટે અને પૈસાનો સંચય કરી રાખવા માટે મા લક્ષ્મીની પૂજા કરવી અને તેમને ખુશ રાખવા ખૂબ જ જરૂરી છે. આથી લાલ કલરનું રેશમી કાપડ લઈને તેમાં ૨૧ ચોખાના દાણા લો. કોઈપણ દાણો તૂટેલો ના હોય તેનું ધ્યાન રાખવું… પછી તેને પોટલી બનાવી લેવી. જ્યારે પણ મા લક્ષ્મીજીનું પૂજન કરવું જ્યારે આ ચોખાની પોટલી તમારી પાસે રાખવી. પૂજા પૂરી થઈ જાય પછી તે ચોખાના દાણા પોતાના પર્સમાં રાખવા. આવું કરવાથી થોડાક જ દિવસમાં પૈસાના પ્રોબ્લેમ દૂર થઈ જશે.

4. ખાવા-પીવા અને દવા નો સામાન પર્સમાં ન રાખવો..

વાસ્તુશાસ્ત્ર અનુસાર કોષમાં એવી કોઈ પણ ચીજ વસ્તુ ન રાખવી જેનાથી નેગેટિવ ઉર્જામાં વધારો થાય. ખાવા-પીવાની વસ્તુ અથવા તો દવા રાખવાથી નેગેટિવ ઉર્જામાં વધારો થાય છે અને પૈસા ના ખર્ચા વધે છે. જો તમારા ખિસ્સામાં પૈસા ટકતા ન હોય તો તમારા પર્સમાં મહાલક્ષ્મીજી નો ફોટો રાખો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને પૈસા નો સંચય થશે.

5. પૈસાના સિક્કા

જો તમે ઇચ્છો છો કે તમારા પાસ માં રૂપિયા રહે તો તમે સોનાના અથવા તો ચાંદીના સિક્કા ને લાલ કલર ના રેશમી કપડામાં બાંધીને, માટીના વાસણમાં મૂકો.

પરંતુ તે પહેલાં માટીના વાસણમાં, ઘઉં અને ચોખા ઉમેરવા. અને આનાથી ધનનો સંચય થશે લક્ષ્મીજી પ્રસન્ન થશે પૈસાની આવક વધશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here