જો મળે આ 9 સંકેત તો સમજો શરુ થઇ ગયો છે તમારો સારો સમય અને ખુલી ગયા ભાગ્ય – વાંચો આર્ટિકલ

0

આજે અમને તમને એવી રસપ્રદ અને રોચક વાત જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમને ખબર પડી જશે કે હવે તમારા જીવનમાં સારો સમય શરુ થઇ ગયો છે.

માણસ પોતાના સમય અને પરિસ્થતિને અનુકુળ બનાવવા માટે જે બનતું હોય અને જે કરી શકે એમ હોય એ બધું જ કરી છૂટવા તૈયાર હોય છે. ઘણીવાર બધા પૂરતા પ્રયત્ન અને મહેનત કરવા છતાં પણ આપણને જોઈતું પરિમાણ મળતું નથી. આજે વાંચો એવા કેવા સંકેતો તમને મળશે જયારે તામ્રો સારો સમય શરુ થઇ ગયો એમ સમજવું.

૧. કોઈ કામસર બહાર જવા માટે તૈયાર થઇ રહ્યા હોવ ત્યારે ઘરમાં રહેલ કરોળિયાના જાળમાં કરોળિયો ચાલતો કે ફરતો દેખાય તો સમજો કે તમે જે કામ માટે આજે જવાના છો એ કામ પૂર્ણ થઈને જ રહેશે. ઘરની બહાર નીકળો ત્યારે તમારી સામેની જગ્યાએ કોઈ પક્ષી આવીને શાંતિથી બેસી રહે તો એમ સમજવું કે તમારી એક ઈચ્છા જે લાંબા સમયથી પૂર્ણ નથી થઇ એ આજે પૂરી થઇ જશે.

૨. જો તમે મુસાફરી કરી રહ્યા છો અને તમારી જમણી તરફ સાંપ, વાંદરું કે પછી કુતરો દેખાય તો સમજવું કે ટૂંક સમયમાં તમને ખૂબ ધનલાભ થવાની શક્યતા છે. જો સપનામાં તમને હરિયાળી અને બાગ બગીચા દેખાય તો એ સંકેતને શુભ સંકેત સમજો. સપનામાં જો તમને પાણીનો સ્ત્રોત દેખાય તો તેનો અર્થ થાય છે કે તમારા જીવનમાં કોઈ બદલાવ આવવાનો છે.

૩. નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા જાવ છો અને રસ્તામાં ગાય દેખાય કે પછી શ્રીફળ સામે આવી જાય તો સમજો કે તમે જે કામ માટે જઈ રહ્યા છો એમાં તમે જરૂર સફળ થશો.

૪. આમ તો છીંક આવવી એ અશુભ ગણાય છે પણ એ છીંક પણ શુભ હોય છે, જયારે તમે સવારમાં નાસ્તો કરો અને ત્યારે તમને છીંક આવે તો એ દિવસે તમારી સાથે કોઈ સારો બનાવ બની શકે છે. જો સપનામાં તમને ચોખ્ખું પાણી દેખાય તો સમજો તમને પુષ્કળ ધન મળવાનું છે. જયારે કપડા બદલો છો ત્યારે કપડામાંથી પૈસા નીચે પડે છે તો એ પણ ધનપ્રાપ્તિ માટે નું સંકેત છે.

૫. જયારે તમે પૂજા કરો છો કે જાપ કરો છો ત્યારે ભગવાન પાસે રાખેલ ફૂલમાંથી કોઈ ફૂલ નીચે પડે તો સમજો ઈશ્વર તમારાથી ખુશ છે અને તમારી બધી મનોકામના પૂર્ણ થશે.

૬. જો તમે લગ્ન ઈચ્છુક છો અને કોઈ જીવનસાથીને જોવા માટે જઈ રહ્યા છો અને સામે થાય છે એક સંપૂર્ણ સૌભાગ્ય મહિલા જે પોતાના સૌભાગ્યની નિશાની સાથે દેખાય તો સમજજો તમને સૌથી શ્રેષ્ઠ જીવનસાથી મળવાના છે.

૭. જો તમને રસ્તામાં ક્યાંકથી સિક્કો મળે તો એ પણ તમારા સારા સમયનો સંકેત છે. રસ્તામાં સિક્કો મળવાથી તમારી આર્થિક સ્થિતિ સુધારવા જઈ રહી છે એમ માનવું.

૮. તમે કોઈ મહત્વના કામ માટે જાવ છો અને તમને યાદ આવે કે તમે ઘરે કોઈ સમાન ભૂલી ગયા છો તો સમજો કે તમારો ખરાબ સમય તમારાથી દુર જતો રહ્યો છે.

૯. જો તમે કોઈ પરીક્ષા કે સ્પર્ધા માટે જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ ફૂલ પડેલું મળે તો એ તમારી સફળતાના સંકેત છે. સવારમાં ઉઠતાની સાથે જો દૂધ કે દહી જેવો પદાર્થ જોવા મળે તો એ પણ સારા દિવસનો સંકેત છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here