જો કિન્નરે તમને આપી આ ખાસ ભેટ તો બદલી જશે તમારી કિસ્મત…વાંચો આર્ટિકલ

0

મોટાભાગે લોકોને કહેતા સાંભળ્યું હશે કે પૈસાથી ખુશીઓ ખરીદી નથી શકાતી. પણ આ વાતમાં પણ કોઈ ખોટ નથી કે આવનારી ખુશીઓનો આનંદ ઉઠાવા માટે પૈસાના મુલ્યને ઓછુ નથી આંકી શકાતું. હર કોઈ એ ઇચ્છતું હોય છે કે તેઓનું પર્સ પૈસાથી ભરેલું રહે જેથી તેઓ આવનારા જીવનમાં દરેક ખુશીઓ ખરીદી શકે. પણ ઘણીવાર થતા આકસ્મિક ખર્ચાઓને લીધે માત્ર પર્સ જ ખાલી નથી થતું પણ પૈસાની તંગીનો પણ સામનો કરવા જેવી પરિસ્થિતિ આવી જતી હોય છે. 

જો તમારો પણ એવોજ કઈક હાલ છે કે પૈસા જેટલી તેજીમાં આવે છે તેના કરતા બમણી તેજીમાં ફરીથી ચાલ્યા પણ જાય છે તો પછી આજની આ વાત ખાસ તમારા માટે જ છે. જો કોઈ કિન્નર તમને આ વસ્તુ ખુશી-ખુશી આપી દે કે પછી તમે તેની પાસે આ વસ્તુ માગી લો તો પછી તમારી પાસે ક્યારેય પણ પૈસાની તંગી નહિ આવે અને સફળતા તમારા કદમ ચુમતી રહેશે.

1. ભગવાનના વિશેષ આશીર્વાદ:એવું કહેવામાં આવે છે કે કિન્નરો પર ભગવાનો વિશેષ આશીર્વાદ હોય છે માટે તેઓની દુવાઓ કોઈપણ વિપત્તિ થી બચાવી શકે છે. અને સાથે જ જો તેઓની બદ્દ્દુઆ મળે તો રાજા પણ રંક બની જાય છે.

2. કિન્નરોનો ઉપહાર:જો કે તમે તો ઘણીવાર તેઓને લગ્ન જેવા સમારોહના નાચતા હોયા હશે. બાળકનો જન્મ થાય કે પછી ઘરમાં કોઈ માંગલિક કાર્ય. તેઓ દરેક જગ્યાએ પહોંચી જ જાય છે અને રોપની સાથે બધાઈ અને ઉપહાર માંગે છે.
3. મેહનતનું પરિણામ:ઘણીવાર તમે એવા લોકો પણ જોયા હશે જેઓ ખુબ કડી મહેનત કરતા હોય છે પણ તેઓની મહેનત અનુસાર તેઓને ફળ નથી મળતું. સાથે જ ઘણા લોકો બહુ ઓછી મહેનતે પણ સારી એવી સફળતા હાંસિલ કરી લે છે. એવું તેના પર બનેલા આશીર્વાદને લીધે થતું હોય છે.
4. આ વસ્તુ માગો:જો તમે પણ ધન ધાન્યથી સંબંધિત પરેશાની કે કંગાલી ની સ્થિતિથી સુજી રહ્યા છો તો તમારે કિન્નરોને તમારા ઘર પર ભોજન માટે આમંત્રિત કરવા જોઈએ અને ભેટ સ્વરૂપે પૈસા આપવા જોઈએ.
5. 1 રૂપિયો માંગો:જો કે કિન્નર ખુદ જ ખુશ થઈને તમને અમુક પૈસા કે સિક્કા આપતી હોય છે તો તેને લેવાનો ઇનકાર ન કરો. સાથે જ તમે તેની પાસે 1 રૂપિયાનો સિક્કો પણ માગી શકો છો.
6. ધનની બઢોતરી:કિન્નર દ્વારા આપવામાં આવેલા તે સિક્કાઓને લીલા કપડામાં લપેટીને તમારા ગલ્લા, કૈશબોક્સ, તિજોરી કે પછી ધન સ્થાન પર રાખી દો. એવું કરવાથી તમારા ધન સંબંધી પરેશાનીઓ પણ દુર થઇ જાશે.
7. શુક્રની કૃપા:સાથે જ શુક્ર ગ્રહ પણ ધનધાન્યના સ્વામી માનવામાં આવે છે માટે શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે લક્ષ્મીજી ની પૂજામાં અર્પણ કરેલા ચોખાને લાલ કપડામાં બાંધીને રાખવાથી તંગીથી છુટકારો મળી શકે છે.
8. ખુલ્લામાં ન રાખો ચાવી:ધનના સંબંધમાં એક માન્યતા એ પણ છે કે જે લોકો પોતાની ચાવી પર્સમાં ખુલ્લી રાખે છે, તેઓની પાસે પૈસાની હંમેશા તંગી રહે છે કેમ કે ધન અને લક્ષ્મીનો સ્વભાવ ચંચલ હોય છે માટે ખુલ્લામાં રાખવાથી તે જલ્દી ચાલી જાય છે.
9. લેતા રહો આશીર્વાદ:સાથે જ ક્યારેય પણ કિન્નરો સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ અને ન તો તેની ઉપેક્ષા કરો. જ્યારે પણ તે નજરમાં આવે તેની પાસેથી આશીર્વાદ લો.
લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.