જો જાણવું હોય તમારા પાર્ટનરનું વીતેલું કાલ, તો જાણી લો તેની રાશી…વાંચો આર્ટિકલ

0

रिलेशनशिप…

આ શબ્દ જ કઈક એવો છે કે તેને સાંભળતા જ આપણા પાર્ટનરની યાદ આવી જાતી હોય છે. જો કે આપણે જન્મથી જ ઘણા એવા રીશ્તાઓ લઈને જ પૈદા થતા હોઈએ છીએ. પણ પાર્ટનરની સાથે જે રિશ્તો હોય છે, તેને બનાવામાં જેટલી મહેનત અને સર્મપણ લાગે છે તે કદાચ કોઈ અન્ય રીશ્તામાં નહિ લાગતી હોય માટે આ રિશ્તો બધા કરતા કઈક ખાસ હોય છે.પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ઇચ્છવા છતાં પણ આપણા પાર્ટનર પર પૂરી રીતે વિશ્વાસ નથી કરી શકતા અને તેની પાછળ કારણ હોય છે એક-બીજાના વીતેલા કાલને જાણવું. ઘણીવાર પાર્ટનર એક-બીજા સાથે આવી વાતો કરવા માટે અચકાતા હોય છે. સાથે જ ઘણા તેઓને છુપાવવામાં જ પોતાની ભલાઈ સમજતા હોય છે.

એવામાં જો પાર્ટનર્સને સમજવાની જરૂર છે કે કોઈપણ રિશ્તો વિશ્વાસ પર આધારિત હોય છે. પણ છતાં પણ તમારો પાર્ટનર પોતાના પાસ્ટ સાથે જોડાયેલી ઘણી વાતો તમારાથી છુપાવતા હોય છે. તો તમારે વધુ પરેશાન થવાની જરૂર નથી બસ તમે માત્ર તેની રાશી જાણી લો, બાકીનું આગળ અમે તમને જણાવીશું.

1. મેષ રાશી:આ રાશિના લોકોમાં લીડરશીપ ની ક્વોલેટી ઠાંસી-ઠાંસી ને ભરી હોય છે જે તેના વ્યવહારમાં પણ છલકાઈ આવતી હોય છે. આ લોકો પોતાના કાર્યક્ષેત્ર જ નહી પણ નીજી જીવનમાં પણ લોકોને પોતાના અનુસાર ચલાવાની કોશીસ કરતા હોય છે, જે તેના જીવનને કઠિનાઈઓથી ભરી દેતું હોય છે. તેમની આ આદત તેઓ ચાહવા છતાં પણ છુપાવી નથી શકતા.

2. વૃષભ રાશી:વૃષભ રાશિના જાતકોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ મસ્તમૌલા મિજાજના હોય છે.જો કોઈ તેઓને ખુદ સાથે બાંધવાની કોશીસ કરે છે તો તેઓ તે ઇન્સાનથી દુર ભાગવા લાગે છે. આવું તેઓના વ્યવહારને લીધે નહિ પણ તેઓના વીતેલા અનુભવને લીધે હોય છે.

3. મિથુન રાશી:મિથુન રાશિના લોકો ખુબ જ મિલનસાર પ્રકારના હોય છે. તેઓને લોકોને મળવું તેની સાથે વાતો કરવી અને તેઓના વિશે જાણવું ખુબ જ પસંદ હોય છે. જો તેઓ કોઈની સાથે પ્રેમ સંબંધમાં હોય છે તો તેઓ તેને પોતાની સાથે રાખવા માટે કંઈપણ કરવા માટે તૈયાર રહે છે. આવું તેઓના ખરાબ અનુભવને લીધે કરે છે. તેઓ સારા અને ખરાબ પ્રેમની વચ્ચે ભેદ નથી કરી શકતા.

4. કર્ક રાશી:કર્ક રાશિના જાતકોને તેના પરિવાર સાથે ખુબ જ પ્રેમ હોય છે અને તેના માટે તેઓ કોઈપણ હદને પાર કરી લેતા હોય છે. જો પરિવાર તેની સાથે છે તો તેઓ કોઈપણ મુસીબતને લડી શકે છે. તેના વીતેલા કાળમાં તેના પરીવાર સાથે જોડાયેલી કોઈ ઘટના બની હોય છે, જે તેઓને પોતાના પરિવાર પ્રતિ જિમ્મેદાર બનાવે છે.

5. સિંહ રાશી:આ રાશિના જાતકોમાં ભય નામની કોઈજ ચીજ નથી હોતી. તેઓ પોતાના જીવનમાં મોટા-મોટા નિર્ણયો તેવી રીતે લે છે જાણે કે બજારમાંથી બિસ્કીટ ખરીદતા હોય. સિંહ રાશિના લોકોને શરૂઆતથી જ ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે, જેને લીધે મોટા થવા કે યુવાવસ્થા બાદ તેની અંદરથી કોઈભી ચીજને લઈને ડર ખત્મ થઇ જાતો હોય છે.

6. કન્યા રાશી:કન્યા રાશિના લોકોનો વ્યવહાર ખુબ જ નમ્ર અને મધુર હોય છે. તેઓ કોઈનું પણ દિલ દુખાવાનાં પહેલા 10 વાર વિચાર કરે છે માટે ઓછી વાત કરવામાં જ વિશ્વાસ રાખે છે. તેની આ આદતને લીધે તેઓને ઇંટ્રોવર્ટ સમજી લેવામાં આવે છે જો કે અસલમાં તેવું કઈ જ નથી હોતું.

7. તુલા રાશી:તેઓના રાશી નામની જેમ આ લોકોનો વ્યવહાર ખુબ જ સંતુલિત હોય છે. આ લોકોના વ્યવહારમાં બીજાઓ માટે ઉદારતા બતાવવાનો ભાવ હોય છે. આ લોકો ખુબ જ ઓછા સમયમાં કોઈનું પણ દિલ જીતી લેતા હોય છે. આવું તેના વીતેલા કાલમાં થયેલા અનુભવોને લીધે થાતું હોય છે.

8. વૃશ્ચિક રાશી:વૃશ્ચિક રાશિના લોકો ધૈર્ય અને તેની આંતરિક શક્તિ જ તેની અસલી પહેચાન હોય છે. આ લોકોમાં એ આદત હોય છે કે તે પોતાના જીવન સાથે જોડાયેલી દરેક ચીજને સારી રીતે બનાવા માગતા હોય છે. ઘણી વાર તેના પાર્ટનરને આ ચીજ પસંદ નથી આવતી.

9. ધનુ રાશી:આ લોકોમાં અન્ય લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાનો ખાસ ગુણ હોય છે. પોતાના ફૈશન, સ્ટાઈલ અને સેન્સ ઓફ હ્યુમર થી તેઓ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી લે છે. જો તમારા પાર્ટનરમાં પણ આ ક્વોલીટી છે તો ઘબરાઓ નહિ, તે તેનો એક ગુણ જ છે.

10. મકર રાશી:મકર રાશિના લોકોને હરવું-ફરવું અને પ્રાકૃતિક જગ્યાઓ પર જાવું ખુબ જ પસંદ હોય છે. તેવું તેઓના વ્યવહારમાં હોય છે. જો તમારો પાર્ટનર તમને વધુ પ્રકૃતિથી પ્રેમ કરે તો ડરવાની કોઈજ વાત નથી. તેં તેના નેચરમાં જ હોય છે. તેં તેના બાળપણ કે વીતેલા કાલ સાથે સબંધ હોય તેવું જરૂરી નથી.

11. કુંભ રાશી:કુંભ રાશીનાં લોકો એક અલગ પ્રકારની જ વિચારધારા લીધેલા રહે છે. તેઓને બિલકુલ પણ પસંદ નથી હોતું કે કોઈ તેમના કામમાં બાધા લાવે. તેઓને આઝાદી પસંદ હોય છે માટે તેઓ ખુદ સાથે જોડાયેલી વાતો કોઈ સાથે શેઈર કરવી જરૂરી નથી સમજતા.

12. મીન રાશી:મીન રાશિવાળા અન્ય રાશિઓની તુલનામાં થોડા વધુ ડરેલા સહમેલા રહે છે માટે એવું બની શકે કે તેઓ પોતાના વીતેલા કાલની વાતો તમને ન જણાવે. પણ તેને તેની ભૂલ નહિ પણ તેની આદત સમજીને નકારી દો.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.