જીવિત માણસની આંખોમાંથી નીકળ્યા આવું, જોઇને ડોક્ટર્સ પણ રહી ગયા હેરાન….વાંચો આગળ

0

અમુક ખબરો તો એવી હોય છે જેને જાણીને તો જાણે વિશ્વાસ જ ન આવે. એક એવી જ ખબર અમેરિકાનાં ઓરેગન થી સામે આવી છે. ખબર કઈક એવિ છે કે ઓરેગનમાં રહેતી એક મહિલાની આંખો માંથી જીવતા કીડાઓ નીકળી રહ્યા હતા. આ મહિલાનું નામ ‘એબી બેકલે’ છે. એબી બેકલે ‘થેલજીયા ગ્લોસા’ નામના ઇન્ફેકશનની શિકાર હતી. એબીની આંખો માં આ ઇન્ફેકશનથી ડોક્ટર્સ પણ હેરાન રહી ગયા હતા કેમ કે આ ઇન્ફેકશન માત્ર જાનવરોમાં જ થતો જોવા મળે છે. ડોક્ટર્સએ જણાવ્યું કે તેઓએ પહેલીવાર આ રીતનો મામલો જોયો છે અને એબી ની આંખો માંથી નીકળતા આ કીડાઓની લંબાઈ અળધા ઇંચ જેટલી બતાવામાં આવેલી છે.

જણાવી દઈએ કે એબી ને 2016 થી જ આંખોમાં ખુજલી થવા લાગી હતી પણ તેણે આ વાત પર કઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. તે અલાસ્કાની ટ્રીપ પર ગઈ હતી અને તેને આંખોમાં ખુજલી થવાનું શરૂ થઇ ગયું તો એબીએ પોતાની આંગળી થી આંખો સાફ કરવાની કોશીસ કરી ત્યારે તેણે તેની આંગળીમાં એવું જોયું કે તેને જોઇને હેરાન જ રહી ગઈ હતી. એબી જણાવે છે કે તે પોતાની આંગળીમાં કઈક હલચલ થતી જોઈ શકતી હતી. તેણે ધ્યાનથી જોયું તો ખબર પડી કે તેની આંગળીમાં નાનો એક કીડો છે.

એબી એ જણાવ્યું કે આ પુરા ઘટનાની માહિતી ડોક્ટર્સને આપી ત્યારે તેઓ પણ હેરાન રહી ગયા હતા. ડોક્ટર્સની સામે પહેલી વાર આવો મામલો સામે આવ્યો હતો. ડોક્ટર્સએ ઈલાજ કર્યો અને લગભગ અળધાં ઇંચ સુધીના 14 જીવતા કીડાઓ બહાર કાઢ્યા હતા. સાથે જ વૈજ્ઞાનિકોએ આ પુરા મામલાની જાંચ કરી તો જણાવ્યું કે આ ઇન્ફેકશન થેલેસેમિયા ગ્લોસા નામના કીડાઓના કારણે ફેલાયું છે જે માત્ર ઉત્તરી અમેરિકા અને કેનેડાનાં દક્ષીણી ભાગમાં જ મળી આવે છે. આ કીડાઓ એબીનાં આંખોના પુતલીની પાસે મોજુદ ચીકણાં પદાર્થ થી પોષણ પ્રાપ્ત કરીને જીવિત રહ્યા હતા. આ કીડાઓ મોટાભાગે કુતરાઓ, બિલાડીઓ અને લોમડીઓમાં જ મળી આવે છે અને ફેલાવામાં સૌથી મુખ્ય કારણ માખીઓ હોય છે.

યુએસ સેન્ટર્સ ફોર ડીજીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ડીવીજન ઓફ પૈરાસાઇટીક ડીસીજ એન્ડ મલેરિયા નાં રિચર્ડ બ્રેડબરીનો આ પ્રકારનો કેસ સામે આવવાથી ચિંતા જતાવામાં આવે છે. આવો મામલો પહેલી વાર સામે આવ્યો હતો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!