મનમાં ધનપ્રાપ્તિની જો હોય ઈચ્છા, તો કરો આ ઉપાય ! મળશે ધનપ્રાપ્તિ સાથે જીવનમાં સફળતા….

0

આ સંસારમાં દરેક વ્યક્તિને ધન કમાવવાની લાલસા હોય છે. ને એ ધન કમાવા માટે દિવસ રાત મહેનત પણ કરે છે. જેના કારણે તે જલ્દી થી ધન કમાઈ શકે ને પોતાના મનની ઈચ્છા પૂર્ણ કરી શકે. પરંતુ અમુક લોકો સાથે એવું પણ થતું હશે કે તે ગમે તેટલી મહેનત કરે છ્તા તેમણે કોઈ જ પરિણામ મળતું નથી ને અંતે તે નિરાશ થઈ જતાં હોય છે.

અને પોતાના ભાગ્યને દોશી માને છે. પરંતુ જો ભાગ્યની સાથે સાથે દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય તો સફળતા જરૂર મળે છે. અને તેના જીવનમાં ક્યારેય ધન સંબંધિત કોઈ પરેશાની રહેતી નથી. ખરેખર તો અઠવાડિયાના સાત દિવસમાં દરેક વાર કોઈને કોઈ દેવી દેવતા અને ગ્રહો સાથે જોડાયેલ છે. તો ચાલો આજે જાણીએ દરેકવાર મુજબ પૂજા કરવાથી મળતું ફળ વિશે. જે જીવનમાં સફળતા અને ધન અપાવવામાં મોટો ફાળો આપશે.

સોમવારના દિવસે :
જો તમે સોમવારના દિવસે કોઈ કામ કરવા જઈ રહ્યા હોય તો તમે સોમવારના દિવસે કાર્ય કરતાં પહેલા મહાદેવના મંદિરે જઈને શિવલિંગ પર કાચા દૂધથી અભિષેક કરો. અને જો આ સંભવ નથી તો ઘરની બહાર નીકળતા પૂર્વે દૂધ અથવા પાણી પી લેવું. અનેૐ શ્રીં શ્રીં શ્રોમ સોમાય નમ : મંત્રનો જાપ કરવો. તમને તમારા કામમાં અવશ્ય સફળતા મળશે.

મંગળવારના દિવસે :
તમે બધા જ જાણો છો કે મંગળવાર એ મહાબલી હનુમાનજીને સમર્પિત દિવસ છે. તો આ દિવસે કામ કરતાં પહેલા કે કમાણી શરૂઆત કરતાં પહેલા નજીકના હનુમાન મંદિરે જઈને હનુમાનજીને પાન અને પુષ્પ અર્પિત કરી પ્રાર્થના કરો અથવા ઘરેથી નીકળતી વખતે મધ ખાઈને નીકળવું. અને ૐ ક્રાં ક્રિં ક્રોં ભોમાય નમ : મંત્ર નો જાપ કરવો અને લાલ કપડાં પહેરો અથવા લાલ રૂમાલ રાખો. જરૂર ફાયદો થશે.

બુધવારના દિવસે :
તમે બુધવારના દિવસે ભગવાન ગણેશને ધરો ચઢાવી પૂજા કરો ને આ સાથે જ ગોળ અને આખા ધાણા નો પ્રસાદ કરો. અને વરિયાળી ખાઈને ઘરેથી નીકળવું. આ દિવસે ગ્રીન કલરના કપડાં પહેરો અથવા ગ્રીન કલરનો રૂમાલ રાખવો. તુલસીના નીચે ખરેલા પાન લઈને તેને ધોઈને તેનું સેવન કરવાથી પણ લાભ થાય છે.

ગુરુવારના દિવસે :
ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરે જાવ અને આ દિવસે પીળા કલરના જ કપડાં પહેરો. અથવા તો પીળો રૂમાલ સાથે રાખો. આમ કરવાથી ચાર ગણી ઝડપી પ્રગતિ થશે ને સફળતા મળશે.

શુક્રવારના દિવસે :
શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે, માટે આ દિવસે માતા લક્ષ્મીના મંદિરે જા અને ફૂલ અર્પિત કરો. ૐ દ્રાં દ્રી સૌં શુક્રાય નમ : આ મંત્રનો જાપ કરો અને ઘરેથી નીકળતી વખતે દહી જરૂર ખાવું. અને સફેદ રંગના કપડાં પહેરો અથવા સફેદ રૂમાલ રાખો. જરૂર ફાયદો થશે.

શનિવારના દિવસે
શનિવારના દિવસે તમે હનુમાનજીના મંદિરે જાવ અને શનિદેવના જાપ કરો… હનુમાનજીને તેલ ચડાવો અને શનિ દેવને સરસિયાના તેલથી અભિષેક કરો. હાથમાં વાદળી કલરનો રૂમાલ રાખો અને શનીદેવ ને જામલી કે વાદળી કલરના ફૂલ ચડાવો. જીવનમાં ભરપૂર સફળતા મળશે.

રવિવારના દિવસે :
રવિવારના દિવસે ભગવાન સૂર્યને જળ અર્પિત કરો અને લાલ ફૂલ ચડાવો. આ દિવસે લાલ કપડાં પહેરો અથવા લાલ રૂમાલ પાસે રાખો. આ કાર્ય કરવાથી તમારા વેપારમાં લાભ થશે ને અટકેલાં બધા જ કાર્યો પૂરા થશે ને જલ્દી સફળતા મળશે. આ દિવસે ૐ હાં હ્રીં હો સં સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here