જીવનમાં એકવાર તો આ 15 જગ્યાઓ જોવી જ જોઈએ નહિ તો જીવન રહેશે અધૂરું, તમે જોઈ છે કે નહિ આ જગ્યાઓ

0

ઈશ્વરે આ પૃથ્વીનું નિર્માણ કર્યું છે તમે દુનિયાનો કોઈપણ ખૂણો જોઈ લો દરેક જગ્યાએ તેમને ઈશ્વરે કરેલી સુંદરતા દેખાશે. આજે અમે તમને એવી જગ્યાઓ વિષે જણાવીશું જે તમે ફક્ત પરીઓની વાર્તાઓમાં અને વિચારોમાં જોઈ હશે. આ વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં અનેક નદીઓ, ઝરણાઓ અને અસંખ્ય પર્વતો છે આ જગ્યાઓએ ઈશ્વરે મન મુકીને કુદરતી સોંદર્ય બનાવ્યું છે. આજે અમે તમને વિશ્વની એવી જ જગ્યાઓની માહિતી આપવા જઈ રહ્યા છીએ જે ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલી સુંદર જગ્યાઓ છે.

આપણી દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જયાની સુંદરતા જોઇને આપણે જાણે સ્વર્ગમાં આવી ગયા હોઈએ એવું લાગે. પણ જો તમે અમુક ફેમસ અને સારી જગ્યાઓની મુલાકાત લેવાનો પ્લાન બનાવ્યો છે તો એકવાર આ માહિતી જરૂર વાંચજો. આ એવી જગ્યાઓ છે જ્યાં જીવનમાં એકવાર એટલે કે મૃત્યુ આવે એ પહેલા એકવાર તો આ જગ્યાઓ જોઈ જ લેવી જોઈએ.

1. Lençóis Maranhenses, Brazil

બ્રાઝીલમાં આવેલ Lençóis Maranhenses એક યુનિક નેશનલ પાર્ક છે, જે દેશના ઉત્તર ભાગમાં એટલાન્ટીક તટ પર State of Maranhão પર આવેલ છે. આ જગ્યા એ ધરતી પરનું સૌથી વધુ રહસ્યમય જગ્યાઓ માંથી એક છે. વરસાદની સિઝનમાં અહિયાં પાણીના સુંદર નજારા જોવા મળે છે. આના કારણે જ અહિયાં સફેદ રેતી પર રંગબેરંગી સુંદર દ્રશ્યો સર્જાય છે.

2. Honokohau Falls, USA

Honokohau Falls ફોટો જોઇને જ આ લીલા ઝરણાં દેખાય છે. આ હવાઈ દ્વિપોમાં આવેલું એક દ્વીપ છે. Honokohau Falls એ આ મહાદ્વીપનું સૌથી ઊંચું દ્વીપ છે. અહિયાં જો તમે જવા માંગો છો તો તમારે હેલિકોપ્ટરની સવારી કરીને જવું પડશે. ટોચ પર પહોચવાનો રસ્તો બહુ ખતરનાક છે એટલા માટે અહિયાં ગાડી, બાઈક કે બીજું કોઈ સાધન લઈને જઈ શકાતું નથી. આ જગ્યાએ જ્યુરાસિક પાર્ક મુવી શૂટ કરવામાં આવ્યું હતું.

3. Capilano Bridge, Canada

આ બ્રીજ કેનેડામાં Vancouver પાસે આવેલ છે. આ પુલ એ ઘનઘોર જંગલ વચ્ચે આવેલ કૈપીલોનો નદીની ઉપર ૨૩૦ ફૂટ ઉંચાઈ પર બાંધવામાં આવેલ છે. આ પુલ પર ચાલવું એ પોતાનામાં એક બહુ અદ્ભુત અનુભવ મેળવવાની વાત છે.

4. Cenote Ik-Kil, Mexico

Cenote Ik-Kil એક બહુ જ સુંદર ગુફા છે જે વર્ષો પહેલા લાઈમસ્ટોનથી બનાવવામાં આવેલ હતી. આ ગુફામાં ઝરણું, બાલ્કની જેવી જગ્યાઓ આવેલ છે આ ગુફાની અંદર જંગલ, તળાવ, અને પહાડો પણ આવેલ છે.

5. Skellig Michael, Ireland

આ એક આઈલેન્ડ છે જે એટલાન્ટીક સમુદ્ર અને Iveragh Peninsula આયર્લેન્ડના પશ્ચીમે ૭ મીલ દુર આવેલ છે. આ આઈલેન્ડ ૬થી અને ૭મી શતાબ્દીમાં ક્રિશ્ચન મોન્ટેસરી હતી. ૧૯૯૬ માં આ જગ્યાને UNESCO World Heritage લીસ્ટમાં સામેલ કરવામાં આવેલ હતી.

6. Spotted Lake, Canada

કેનેડામાં આવેલા આ સપોટેડ તળાવ એ વિશ્વભરમાં પોતાની સુંદરતાના લીધે પ્રખ્યાત છે. અહિયાં બનતા સ્પોટ્સમાં ઘણાબધા મિનરલ્સ છે જેમાં મેગ્નેશિયમ સલ્ફેટ, કેલ્સિયમ, સોડીયમ સલ્ફેટ, સિલ્વર અને ટાઈટેનીયમ જોવા મળે છે. ગરમીમાં જયારે બહુ તાપ પડે છે ત્યારે આ જગ્યાઓનું પાણી સુકાઈ જાય છે અને આવા અલગ અલગ સ્પોટ બની જાય છે. અલગ અલગ કેમિકલ વાળું પાણી હોવાના લીધે આ સ્પોટ એ અલગ અલગ રંગના બની જાય છે. આ જગ્યા વિષે કહેવામાં આવે છે કે અહિયાં નાહવાથી ઘણા રોગ મટી જાય છે હા એ અલગ વાત છે કે આ વિષે કોઈ વૈજ્ઞાનિક પ્રૂફ નથી.

7. Pongour Waterfalls, Vietnam

આ ઝરણુંએ વિયતનામના સૌથી મોટા અને સુંદર ઝરણામાંથી એક છે. વરસાદની સિઝનમાં આ ઝરણાનું પાણી એ અનેક કયુસેકમાં એ એક મોટી જગ્યા પર પડે છે અને તેના કારણે નીચે પૂલ બની જાય છે અને તેમાંથી સતત પાણી વહેતું રહે છે. બીજી તરફ ગરમીની સિઝનમાં આ જગ્યાનું પાણી સુકાઈ જાય છે અને નાના નાના ઝરણા વહે છે અને તેની સુંદરતા એવીને એવી બની રહે છે.

8. Devil’s Tower, USA

ડેવિલ્સ ટાવર નેશનલ સ્મારક એક પ્રાકૃતિક સ્મારક છે જે Wyoming માં આવેલ Belle Fourche ઘાટીમાં સ્થિત છે. આ સયુંકત રાજ્ય અમેરિકા દ્વારા “રાષ્ટ્રીય સ્મારક” તરીકે ઓળખ પામેલ પહેલું સ્મારક છે. આ સ્મારક એ ૨૨૫ થી ૧૯૫ મિલિયન વર્ષથી પણ વધુ જુનું એવું અનુમાન છે.

9. Prohodna, Bulgaria

આ એક ચટ્ટાન છે અને તેની ખાસિયત એ છે કે આમાં ૨ છિદ્ર છે એ બંને છિદ્ર એ વ્યક્તિની આંખ જેવી લાગે છે. અહિયાં રહેવા વાળા લોકો તેને ભગવાનની આંખ પણ કહે છે. તો ઘણા લોકો એ આ આંખને રાક્ષસની આંખ તરીકે પણ ઓળખે છે. આંખ જેવી આ બારીઓએ ગુફામાં અજવાળું કરે છે અને આ જગ્યા એ આ બારીઓના કારણે લોકોને પોતાની તરફ આકર્ષે છે. જો તમે વરસાદની સિઝનમાં અહિયાં જાવ તો તમને એવું લાગે કે આ આંખો એ રડી રહી છે.

10. Pamukkale, Turkey

તુર્કીની આ જગ્યા એક અદ્ભુત જગ્યા છે જે દરેકને વિચારવા પર મજબુર કરી દે છે. આ જગ્યા શિયાળામાં સ્વર્ગ સમાન છે. આ જગ્યાને Hierapolis या Pamukkale springs નામથી પ્રખ્યાત છે. આ જગ્યા પર પ્રાકૃતિક ગરમ સ્પ્રિંગ છે જે હજારો વર્ષોથી અહિયાં હાજર છે. આ જગ્યાની ખાસિયત એ છે કે અહિયાં શિયાળામાં પણ આ જગ્યાએ પ્રાકૃતિક રીતે ગરમ પાણી વહે છે અને આજ તેનું મુખ્ય આકર્ષણ છે.

11. Samgwangsa Temple, South Korea

સાઉથ કોરિયામાં આવેલ સાન્ગ્વાસાનું મંદિર એ ભગવાન બુદ્ધના જન્મદિવસના સન્માનમાં પોતાના વાર્ષિક તહેવાર લાલટેનના દિવસે તહેવારની જેમ ઉજવવામાં આવે છે. અહિયાં યોજવામાં આવતો તહેવાર લાલટેન એ દર વર્ષે લાખો લોકોને આકર્ષે છે. ભગવાન બુદ્ધના જન્મદિવસના દિવસે અહિયાં હજારો લાલટેન એટલે કે ફાનસ પ્રગટાવવામાં આવે છે. અને તેના કારણે સંપૂર્ણ આકાશમાં સુંદર નઝારા દેખાય છે.

12. Arashiyama, Japan

kyotoના પશ્ચિમ ભાગમાં Arashiyama માઉન્ટની નીચે આવેલ શાંત અને રહસ્યમયથી ભરપુર એક અદ્ભુત જગ્યા છે. હોજૂ નદીના કિનારે ઘણાબધા બગીચા અને વાંસના ઝાડ છે. આના કારણે ત્યાં છાયાદાર રસ્તા અને ઠંડી હવા મળે છે અને અહિની શાંતિ એ લોકોને ત્યાં જવા માટે આકર્ષે છે. આના રસ્તામાં બહુ પ્રાચીન બૌદ્ધ મંદિરો આવેલા છે.

13. Neuschwanstein Castle, Germany

આ જગ્યાએ પરીઓની વાર્તાઓમાં બતાવવામાં આવતી નદીઓ, જંગલ અને મહેલોથી ભરપુર છે. આ કોઈ કાલ્પનિક જગ્યા નથી આ એક સાચી જગ્યા છે. જે પ્રવાસી લોકોને પોતાની તરફ આકર્ષે છે.

14. Tracy Arm Fjord, USA

Tracy Arm Fjordને આ ધરતી પરનું સૌથી સુંદર અને રાજવી જગ્યાઓ માંથી એક માનવામાં આવે છે. અલાસ્કાનું આ સૌથી મોટું icebergના સુંદર કિનારે આવેલ મોટા મોટા પર્વતો, ત્યાંથી પડતા દરેક ઝરણા એ ડાયરેક્ટ દરિયામાં પડે છે. ઊંચા નીચા પહાડો પર ફરવા માટેની આ બહુ જ સુંદર જગ્યા છે.

15. Ta Prohm, Cambodia

યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામીલ કંબોડિયાનું અંકરકોટ મંદિર એ પોતાની સ્થાપત્ય કળાના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આની પાસે આવેલ તા પ્રોહ્મ મંદિર એ સૌથી મોટું મંદિર છે. આ મંદિર એ જંગલોમાં આવેલ છે અને તે અડધું તૂટી પણ ગયું છે. આ મંદિર વિષે કહેવાય છે કે પ્રકૃતિની ભયાનક શક્તિઓએ આ મંદિરને ઘેરીને રહેલ છે જેમ કે આ જગ્યાએ રહેલ વર્ષો જુના ઝાડ એ પોતાના મૂળ અને ડાળીઓથી આખા મંદિરના ધાબા પર અને અનેક મૂર્તિઓને પોતાનામાં સમાવી લીધી છે. આજ કારણે એ મૂર્તિઓને ઓળખવી મુશ્કેલ પડે છે. મંદિરના ટોચને ઘેરી વળેલી ડાળીઓના કારણે મંદિરનો એક પ્રાકૃતિક ગુંબજ બની ગયો છે.

જો તમે પણ આપણા દેશની સુંદરતા જોઈ લીધી હોય અને બહાર ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ જગ્યાઓની મુલાકાત જરૂર લેજો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here