જીવનમાં આવી ઘણી ઘટનાઓનું ઘટિત થવું હોય છે શુભ, દૂર થશે ખરાબ સમય… વાંચો લેખ

0

એક મનુષ્ય ના જીવન ને ખૂબ દુર્લભ માનવા માં આવે છે કારણકે એમને એમના જીવન આ ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે. એક વ્યક્તિ એના જીવન માં ઘણી સારી અને ખરાબ પરિસ્થિઓ માંથી નીકળે છે. જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે તે ડરી જાય છે અને ચિંતિત બની જાય છે. પણ તે વ્યક્તિ એ તેના ખરાબ સમય માં ડરવું ન જોઈએ હિંમત થી એનો સામનો કરવો જોઈએ.. જે એમના ખરાબ સમય નો હિંમત સાથે સામનો કરે એ જ એના જીવન માં ઘણી ખુશીઓ પ્રાપ્ત કરી શકે છે . કારણકે ખરાબ સમય પછી જ સારો સમય આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમના જીવન માં ફક્ત સુખ ને સુખ જ હોય છે. દરેક વ્યક્તિ ના જીવન માં સુખ અને દુઃખ બંને હોય છે.

જ્યોતિષ શાસ્ત્ર માં એવી ઘણી વાતો જણાવવા માં આવી છે જે જીવન ને સંબંધિત હોય છે. જ્યોતિષ ને અનુસાર એવી ઘણી વસ્તુઓ હોય છે જેને શુભ માનવા માં આવે છે. આજે આ લેખ ના માધ્યમ થી તમને થોડા એવા સંકેતો વિસે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જો આવા સંકેતો મળે તો સમજી જવું કે સારો સમય શરૂ થવા નો છે.

આવો જાણીએ તે સંકેતો વિશે

જો ઘર થી નીકળતા સમય એ કોઈ વ્યક્તિ તમને ગોળ સાથે નજર આવે તો એ ખૂબ સારો સંકેત માનવા માં આવે છે. એનાથી તમે જે કાર્ય માટે જતા હશો એ પૂરું થશે.

જો તમે સવારે ઉઠો ને ઉઠતા જ તમારી નજર દૂધ પર પડે તો એ પણ શુભ કહેવાય છે એનાથી તમારો દિવસ મંગલમય થાય છે.

જો તમે ઘરે થી નીકળો છો અને નીકળતા સમય એ તમારા કપડાંમાં તમને રૂ નો કટકો મળે તો એને પણ શુભ માનવા માં આવે છે.

ઘર ની મહિલા પાસે જે ચાવીનો ગુચ્છો રહે છે એમાં વારે વારે કાટ લગાવું પણ શુભ ગણાય છે.

જો ઘરે થી નીકળતા સમય એ તમને કોઈ મંદિર ની આરતી કે ઘંટીઓ નો અવાજ સંભળાય તો એ પણ અત્યંત શુભ સંકેત મનાય છે.

જો તમારા પડોશી પૂજા પાઠ કરતા હોય અને એના અવાજ થી તમારી નીંદર ઉડે કે એમના ઘર માંથી ભજન કે શંખ ના કે આરતી નો અવાજ સંભળાય તો એને પણ શુભ ગણાય છે.એનાથી તમારા પર કોઈ આપતી નહીં આવે.

જો તમને ઘર થી નીકળતા કોઈ પરણેલ મહિલા દેખાય તો એને પણ શુભ સંકેત માનવા માં આવે છે. જો એ નવા વસ્ત્રો માં દેખાય તો વધુ શુભ માનવા માં આવે છે.

જો ઘર ની બહાર નીકળતા સમય એ ખિસ્સા માંથી કોઈ સિક્કો નીચે પડે તો એને પણ શુભ માનવા માં આવે છે.

જો ઘર થી નીકળવા સમય એ ફળ પકડેલ વ્યક્તિ નજર આવે તો એને પણ શુભ માનવા માં આવે છે. કોઈ ફળ વેંહચતો વ્યક્તિ દેખાય તો એ ભી શુભ માનવા માં આવે છે. ફળો થી ભરેલ રેખડી પણ દેખાય તો એ પણ શુભ સંકેત છે.
જો ઘર ની બહાર નીકળતા ની સાથે તુરંત વરસાદ આવે અને એને કારણે ભીંજાય જાઓ તો એ પણ શુભ સંકેત છે.

જો તમને ક્યારેય પણ ઘર ની બહાર નીકળતી વખતે ખોટો સંકેત મળે તો ઘર માં પાછા ચાલ્યા જાઓ અને થોડા સમય પછી બહાર જાઓ. ભગવાન ,માતાપિતા અને ભાઈ બહેન ના આશીર્વાદ લઈ ને ઘર ની બહાર નીકળો. જો કોઈ યાત્રા પર જાઓ છો તો પેહલા તમારા વડીલો અને માતાપિતા ના આશીર્વાદ લઈ ને જવું જોઈએ. જો તમે એમના આશીર્વાદ વિના જ કોઈ કાર્ય સફળ કરી લો તો એ કાર્ય નું કોઈ મહત્વ નથી રહેતું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here