દુંદાળા દેવ ગણેશ ના કરો આ ઉપાયો – બદલાઈ જશે તમારી જિંદગી ને મળશે સુખ અપાર….!!

0

સનાતન ધર્મમાં કોઈપણ કાર્ય કે પૂજાપાઠ કરતાં પહેલા ભગવાન ગણેશની પૂજા ને તેમનું સ્મરણ જરૂર કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજા કર્યા વગર કોઈપણ કરેલું કાર્ય ક્યારેય સફળ થતું નથી. ભગવાન ગણેશની આરાધના કરવાથી વિધ્યા અને ધન પ્રાપ્ત થાય છે, ભલે તેમનું વાહન ઉંદર જ કેમ ના હોય પણ બધા જ સંકટ ને તે તેના મૂળમાંથી કાપી નાખે છે.જે વ્યક્તિ પર ભગવાન ગણેશની કૃપા બની રહે છે તે વ્યક્તિને તેના જીવનમાં કોઈ જ પ્રકારની તકલીફ નથી રહેતી. તે હંમેશા પ્રસન્ન જ રહે છે. આજે અમે તમને આ લેખ ના માધ્યમથી ભગવાન ગણેશને પ્રસન્ન કરવાના ઉપાય જણાવી રહ્યા છીએ જે જાણીને જો તમે પણ એકાદ ઉપાય કરશો તો તમને પણ જીવનમાં ક્યારેય કોઈ પરેશાનીનો સામનો નહી કરવો પડે ને જીવન બની જશે સંક્ટોથી મુક્ત.

જો તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો પરંતુ અથાગ પ્રયત્ન કરવા છ્તા એ પૂરું નથી થતું તો તમે મંગળવારના દિવસે કોઈપણ ગણેશભગવાનના મંદિરે જઈને તમે ભગવાન ગણેશના ચરણોમાં શ્રીફળ નું તોરણ બનાવી અર્પણ કરો. તમારૂ કામ કોઈપણ સંકટ વગર પાર પડી જશે.

જો તમે કોઈ ઇન્ટરવ્યૂમાં જઈ રહ્યા છો ને તમારે તેમાં સફળતા પ્રાપ્ત કરવી છે તો તમે એક સૂતરનો દોરો લઈને એમાં સાત ગાંઠ વાળો ને “જય ગણેશ કાપો કષ્ટ ” કહીને ગણેશના ચરણોના મૂકી ડો ને પછી એ દોરો તમે તમારા પર્સમાં રાખી દો ને પછી જ ઇન્ટરવ્યૂમાં જાવ. મનમાં ધારી હશે એ સફળતા મળશે તમને.

જો તમે તમારી કિસમતને તમારા અનુસાર બદલવા માંગો છો તો ગણેશ ચોથના દિવસે શુદ્ધ જળ વડે ગણેશનો અભિષેક કરો પછી ભગવાન ગણેશની મુર્તિ સામે અથર્વશિષના પાઠ કરો ને પછી તેમણે લાડુનો ભોગ ધરાવો. આ ઉપાય કરવાથી તમારી કિસ્મત તમારા ધાર્યા અનુસાર બદલાઈ જશે.

જો તમે જીવનની દરેક સમસ્યામાંથી મુક્ત થવા માંગો છો તો હાથીને લીલું ઘાસ ખવડાવો. ઉપરાંત ગણેશ મંદિર જઈને ભગવાન ગણેશ સામે જીવનના તમામ દુખ દૂર કરવા પ્રાર્થના કરો. આમ તમારા જીવનમાં બધી જ સમસ્યામાંથી મુક્તિ મળી જશે.

જો તમે જીવનમાં સફળતા મળે તેવું ઇચ્છતા હોય તો દર બુધવારના દિવસે સવારે નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્ર પહેરી બાગવાન ગણેશની પૂજા કરો, અભિષેક કરો ને પછી ગોળ અને ઘીનો પ્રસાદ ધરાવો. આમ કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે.

જો કોઈ વ્યક્તિને વારંવાર ગુસ્સો આવી જતો હોય તો લંબોદર ગણેશ સામે લાલ ફૂલ અને ગોળ ચઢાવો એ વ્યક્તિનો ગુસ્સો એકદમ શાંત થઈ જશે.

એવું કહેવાય છે કે જો મનમાં સાચી શ્રદ્ધા અને ભક્તિ હોય તો બધા જ કામ પાર પડતાં હોય છે. માટે કોઈપણ ઉપાય કરો એ સાચી શ્રદ્ધા અને ભક્તિથી પૂરી આસ્થા સાથે કરવા. થોડા જ દિવસમાં જરૂર પરિણામ જોવા મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here