“જીવન શિક્ષા…” – સંતાનોને પ્રેમ કરીએ. એને બધી અનુકૂળતા પુરી પાડીએ પણ એટલી હદે એને અપંગ ન બનાવી દઈએ કે એ સંતાનને પોતાનું જીવન વ્યતીત કરવા વારીઘડીએ વડીલ રૂપી ટેકાની જરૂર પડે.

0

“પિતા પ્રેમ છે સૂર્ય સમ, બાળે ઘડવા જીવન.
સ્નેહ ભરેલુ હોય છે, ભીતરથી એનું તનમન.
એક પિતા શીખવે છે જે, જીવન મૂલ્ય તને,
માનજે એને સદા તું, વારસામાં મળતું ધન…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
પોતાના આઠ વર્ષના પુત્રને જોઈને એ બાપ મનોમન ખૂબ હરખાતો… એના પુત્રમાં એને ભવિષ્યની અપાર સંભાવનાઓ દેખાતી હતી. એ બાપને લાગતું હતું કે એનો પુત્ર બુદ્ધિમતામાં એનાથી ક્યાંય આગળ છે અને મોટો થઈ એક સફળ આદમી બની પોતાનું અને પોતાના આખા પરિવારનું નામ રોશન કરશે…

પણ બીજા લોકોની નજરે આ પિતા પુત્રના સંબંધનું ચિત્ર સાવ અલગ હતું. લોકોને લાગતું હતું કે પોતાના એકના એક પુત્રને એનો પિતા પ્રેમ કે વ્હાલ કરતો નથી. બીજા બધા પિતા પુત્ર જેમ મસ્તી મજાક કરતા હોય છે એવું આમના સંબંધમાં ક્યાંય દેખાતું નથી. અરે એટલે સુધી કે એ દીકરાની મમ્મીને પણ એમજ લાગતું હતું કે એના દીકરાને પિતાના પ્રેમની સાચી હૂંફ નથી મળતી. એનો પતિ , પુત્રને પ્રેમ નથી આપતો. અને આ બાબતે ઘણી વાર ઘરમાં પતિ પત્નિ વચ્ચે તકરાર પણ થતી.
હકીકત એવી હતી કે… એ પિતા એના પુત્રને જીવનની સાચી કેળવણી આપવા માંગતો હતો. જીવનના રોજબરોજ ના અનુભવો નો સામનો કરતા પોતાના પુત્રને એ શીખવવા માંગતો હતો. પોતાની સામે આવનાર પ્રશ્નોનું સમાધાન કે ઉકેલ કઈ રીતે લાવવું એ શીખવવા માંગતો હતો. એ અમિર પિતા એવું ઇચ્છતો ન હતો કે એના પુત્રના માનસ માં એના પિતાની અમીરીનો નશક ચડી જાય. એના માનસ માં એ બાબત પ્રવેશવા દેવા માંગતો ન હતો કે એના પુત્રને થાય કે…
“એને કઈ પણ તકલીફ આવશે તો એનો ઉકેલ એના પપ્પા લાવી આપશે…” પરંતુ… એના મગજમાં એ વાત દૃઢ કરાવી દેવા ઇચ્છતો હતો કે મુશ્કેલીનો સામનો એને જાતેજ કરવાનો છે. સમસ્યાનું સમાધાન એને સ્વયં કરવાનું છે…
એ પિતા પોતાના પુત્રને જાતે ઘડાવા દેવા માંગતો હતો.

અને એક દિવસ એવો નાનકડો પણ અસાધારણ પ્રસંગ બન્યો કે જેથી એ ભાઈના મિત્રનો એ પિતા વિશેનો અભિપ્રાય બદલાઈ ગયો…
વાત એમ બની કે…
એ ભાઈ જ્યાં નોકરી કરતા હતા એ નોકરીના સ્થળે જવાના માર્ગમાં વચ્ચેજ એના પુત્રની શાળા આવતી. જો એ પિતા ઈચ્છે તો રોજ પોતાની સાથે એના દીકરાને શાળાએ લઈ જઈ શકે. પણ એમ ન કરતા એ ભાઈએ પોતાના ચોથા ધોરણમાં ભણતા દીકરાને શાળાની બસમાજ શાળામાં મુકવાનું પસંદ કર્યું. શનિવારનો દિવસ હતો. શાળા છૂટવાનો સમય બપોરના બાર વાગ્યાનો. આપણે વિચારી શકીએ કે બપોરે બાર વાગ્યે શાળાએથી છૂટતા બાળકો કેવા ભૂખ્યા થાય અને સાથે સાથે ગરમી પણ ખૂબ લાગે. એવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓથી ભરચક બસમાં તો તકલીફ ઓર વધી જાય.

એ ભાઈને પણ પોતાની સર્વિસની જગ્યાએથી બપોરેજ છૂટવાનું થતું. જેમ જતા પોતાના દીકરાને સાથે લઈ જવાની અનુકૂળતા હતી એમજ વળતા પણ પોતાની સાથે ઘેર લાવવાની અનુકૂળતા હતી જ. પોતાના વાહન પર એ ભાઈ અને એમનો મિત્ર ઘેર આવી રહ્યા છે. રસ્તામાં એના દીકરાની શાળા આવે છે. શાળાના બીજા બાળકોની સાથે એનો દીકરો પણ બસની રાહ જોઈ તાફકામાં ઉભો છે. એ ભાઈનો મિત્ર એના દીકરાને સાથે લઈ લેવા જણાવે છે પણ પુત્રને તકલીફ નો અનુભવ આપવામાં માનતો એ પિતા એમ કરવા સાફ મનાઈ કરે છે…. ત્યારે એનો મિત્ર એનું કારણ પૂછે છે અને એ ભાઈ તરફથી મળતા જવાબમાં એનો પુત્ર પ્રત્યેનો અદ્રશ્ય પ્રેમ પ્રગટ થતો જણાઇ આવે છે…
એ પિતા કહે છે…
“મારા દીકરાને સાથે લેવામાં મને કોઈ ભાર નથી થતો કે તકલીફ પણ નથી પડતી. પરંતુ જો હું એને સાથે લઈ લઉં તો પછી જીવનમાં પડતી તકલીફ કોને કહેવાય એ કેળવણી “એ” ચુકી જશે… “એ” એ અનુભવ લીધા વિનાજ મોટો થઈ જશે કે જેનો સામનો કદાચ એને ભવિષ્યમાં કરવો પડે. એના મનમાં મારી મદદ નો મદ ચડી જશે કે મારા પપ્પા છે ને…!!! એને જાતેજ થોડી થોડી તકલીફોથી હું ટેવાવા દેવા માંગુ છું. અને આમ પણ બસમાં આવવા વાળો એ એકલોતો નથીજ એની સાથે બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જ…”

એ પિતાની આટલી વાત સાંભળી એના મિત્રએ પણ કબુલવું પડ્યું કે…”ભાઈ તારી વાત અને પુત્રની જીવનની કેળવણીની પધ્ધતિ બિલકુલ સાચી છે…”

● POINT :-
બેસક આપણે આપણા સંતાનોને પ્રેમ કરીએ. એને બધી અનુકૂળતા પુરી પાડીએ પણ એટલી હદે એને અપંગ ન બનાવી દઈએ કે એ સંતાનને પોતાનું જીવન વ્યતીત કરવા વારીઘડીએ વડીલ રૂપી ટેકાની જરૂર પડે. થોડી થોડી તકલીફોથી એનો પણ પરિચય કરાવીએ કે જેથી તકલીફો અને જીવનથી એ પણ ટેવાય…
સુભાસચંદ્ર બોઝ ના પિતાજી પણ કહેતા કે…
“પિતાની અમીરી જેવી ઝેરી ગરીબી પુત્ર માટે બીજી કોઈ નથી…”

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here