જીવન ની વાસ્તવિકતા – દુનિયા માં એવું કઈ નથી જે તમે ના બની શકો ….આ આર્ટીકલ વાંચ્યા પછી તમારું જીવન બદલાઈ જશે ગેરંટી

0

દુનિયા માં એવું કઈ નથી જે તમે ના કરી શકો ….
દુનિયા માં એવું કઈ નથી જે તમે પામી ના શકો ….

 ભગવાન ની બનાવેલી સૌથી સુંદર , સૌથી યુનિક , સૌથી અદભુત વસ્તુ તમે છો , પણ તમે નથી જાણતા કે તમે કોણ છો … તમે એમ વિચારો છો કે તમારા હાથ માં કઈ નથી , તમે વિચારો છો કે તમારું નસીબ નક્કી કરે છે કે તમે શું બનશો , તમે માનો છો કે તમે કેવળ એક કમજોર અને દુઃખી માણસ છો , જે સપના તો જોવે છે પરંતુ સમય અને પરિસ્થિતિ તે સપનાઓ ને તોડી નાખે છે …. અને તમે કઈ પણ નથી કરી શકતા ,
પરંતુ હું તમને યાદ કરાવા માંગું છું કે તમે , હા તમે જ તે છો જે પોતાનું નસીબ ખુદ લખે છે, પોતાના નિયમ પોતે જ બનાવે છે , પોતાની હદ પોતે જ નક્કી કરે છે , પોતાની ઉચી કારકિર્દી પોતે જ નક્કી કરે છે ,
તમે બધા થી અલગ છો …તમારી પાસે સૌથી વધુ શક્તિ છે , તમે વિચારી શકો છો , તમે પ્લાન બનાવી શકો છો , તમે એક્શન લઇ શકો છો . તમે આઝાદ છો , પોતાનો રસ્તો ગોતવા માટે , તમે આઝાદ છો ખુદ ને સાબિત કરવા માટે
એવી આઝાદી ભગવાન એ બીજા કોઈ જીવ ને નથી આપેલી
સિંહ શિકાર કરે છે , અને હરણ શિકાર બને છે ,

ભગવાન એ એમને એવા બનાવ્યા છે પરંતુ તમે ….
તમે સિંહ પણ બની શકો છો અને હરણ પણ બની શકો છો
કારણકે તમને ભગવાન એ તે શક્તિ આપી છે , પોતાનો રસ્તો નક્કી કરવા ની શક્તિ , પોતાની ને લીમીટ નક્કી કરવાની શક્તિ , સિંહ બનવાની શક્તિ કાં તો શિકાર બનવાની શક્તિ અંતિમ નિર્ણય તમારો હશે . ખોટા હોય છે તે લોકો જે કહે છે કે કિસ્મત હાથ ની રેખાઓ માં હોય છે કિસ્મત હાથ ની રેખાઓ માં નથી હોતી કિસ્મત તો તમારા વિચાર માં હોય છે તમારા વિચાર નક્કી કરે છે કે તમારી કિસ્મત કેવી હશે ,

 તમે સિંહ ની જેમ જંગલ ના રાજા બનશો કે હરણ ની જેમ કેવળ શિકાર બની ને રહી જશો ,
એટલા માટે પોતાની જાત ને ઓળખો
પોતાની શક્તિ ને જાણો , તમે બીજા થી ઓછા નથી , તમે કોઈ ના થી પણ કમજોર નથી , તમે કોઈ ના થી પાછળ નથી , તમે જો હાર્યા છો તો તે કેવળ ખુદ થી હાર્યા છો બાકી આ સંસાર માં એટલી તાકાત નથી કે તે તમને હરાવી શકે જતા જતા એક અંતિમ વાત યાદ કરી લો …
“ સફર માં મુશ્કેલી આવશે તો હિંમત વધે છે જો કોઈ રસ્તો રોકે તો શક્તિ વધે છે… કયારેય જીવન માં હાર ના માનવી જીંદગી ને ભગવાન ની ભેટ સમજી જીવતું રેહવું ”

લેખક: Vishal Singdiya
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!