જીરું છે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ, 7 ચમત્કારિક ફાયદાઓ પાક્કું તમને ખબર નહિ હોય..વાંચો આર્ટિકલ

0

1. શરીરમાં જમા ચરબી કમ કરે છે જીરા. ખાવામાં સ્વાદ વધારવા માટે ઉપીયોગમાં લેવામાં આવતું જીરું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. માત્ર એક મહિના સુધી જીરાનું સેવન કરવાથી શરીરમાં જમા ચરબી ઓછી થવા લાગે છે. કાળું જીરું વજન કમ કરવામાં મદદગાર તો છે જ, સાથે જ ઘણી એવી બીમારીઓને પણ ઠીક કરે છે.

2. સરદી-જુકામમાં પણ કારગર:જીરા, મૌસમ બદલવાના દૌરાન થતી સરદીઓ-જુકામ માં પણ ફાયદેમંદ છે. સરદી-ખાંસી, નાક બંધ થવું અને શ્વાસ લેવામાં થતી તકલીફો દૌરાન કાળું જીરું ખાવાથી ફાયદો મળે છે.

3. કોલેસ્ટ્રોલ રહેશે નિયંત્રિત:એક મહિના સુધી રોજાના એક ચુટકી ભરીને કાળું જીરું ખાવાથી શરીરમાં રક્ત-સંચાર તેજ બની જાય છે. તેનાથી કોલેસ્ટ્રોલ ની માત્રા પણ ઓછી થઇ જાય છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે જેનાથી દિલની બીમારીઓનો ખતરો પણ ઓછો થઇ જાય છે.

4. એસીડીટી થશે દુર:જીરું ખાવાથી પેટ સંબંધી સમસ્યાઓમાં ઘણો ફાયદો થાય છે. સવારે ખાલી પેટ તેનું ચપટી ભરી ચૂર્ણ લો, એસીડીટીમાં આરામ મળશે.

5. પેટની બીમારીઓ કરે દુર:કાળું જીરું પાચનતંત્ર ને દુરસ્ત કરે છે અને તમને સ્વસ્થ રાખે છે. કાળા જીરામાં એન્ટી-માઈક્રોબીયલ ગુણ હોય છે જેને લીધે પેટની બીમારીઓ થતી નથી. જેને લીધે ખોરાજ જલ્દી અને યોગ્ય રીતે પછી જાય છે જેનાથી કમરની આસપાસ અતિરિક્ત ચરબી જમા નથી રહેતી.

6. વજન ઓછુ કરવા માટે કરો આ:10 ગ્રામ કાળું જીરું, 50 ગ્રામ મેથી દાણા, 20 ગ્રામ અજમા લો. આ બધાના ધીમી આંચ પર સેકી લો. હવે તેનું ચૂરણ બનાવીને ડબ્બામાં મૂકી દો. રોજ રાતે સુતા પહેલા હલકા પાણીની સાથે ચૂરણનું સેવન કરો.
7. આ સાવધાની રાખો:જીરાના ચૂરણની તાસીર ગરમ માનવામાં આવે છે, માટે દિવસમાં 3 ગ્રામથી વધુ તેનું સેવન કરવું નુકસાનકારક બની શકે છે. ઉચ્ચ રક્તચાપ ના મરીજ, ગર્ભવતી મહિલા અને 5 થી ઓછી ઉમરના બાળકોએ તેનું સેવન ન કરવું જોઈએ.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.