જીરું અને ગોળ નું પાણી પીવાના છે આ 5 જબરદસ્ત ફાયદા, જાણીને તમે પણ દંગ રહી જાશો….

આજે અમે તમને જીરું અને ગોળ ના પાણીના અદ્દભુત ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ તેનું સેવન કરવાનું શરૂ કરી દેશો. જો કે તમે ડોકટરો ની પાસે નાની નાની બીમારીઓને લઈને જાવ છો અને દવાનું સેવન કરો છો, જણાવી દઈએ કે આ દવાના સાઈડ ઇફેક્ટ પણ હોય છે.

ખાસ વાત એ છે કે દરેક ઘરમાં જીરું નો ઉપીયોગ કરવામાં આવે છે, જીરું વગરનું શાક પણ અધૂરું લાગે છે અને તે પેટ સાથે જોડાયેલી ઘણી બીમારીઓને દૂર કરવા માટે પણ એક કારગર ઔષધિ છે. જીરું ની તાસીર ગરમ માનવામાં આવે છે, આજ કારણ છે કે જીરું એક ઘરેલુ ઔષધિ છે જેને નાની-નાની બીમારીઓ માં ઉપીયોગમાં લઇ શકાય છે.
જ્યારે ગોળ નો ઉપીયોગ મીઠા પકવાનો માટે કરવામાં આવે છે. તેની તાસીર ઠંડી માનવામાં આવે છે અને તે શરીરમાં લોહી ની ખામીને દૂર કરી દે છે. આ બંને નો ઉપીયોગ આપણે ખોરાક બનાવામાં નિયમિત રીતે કરવાની સાથે સાથેઘણા પ્રકારની બીમારીઓ ના ઉપચાર રૂપે ઘણી બીમારીઓ ને રોકવામાં પણ કરી શકાય છે. 1. જો તમને પીઠ ના દુઃખાવાની ફરિયાદ રહે છે તો જીરું અને ગોળ ના પાણીનું સેવન કરો.2. જીરું અને ગોળના પાણીનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. અને જો તમે માથાના દુઃખાવા ને લઇને પરેશાન છો તો જીરું અને ગોળનું પાણી જરૂર પીઓ. તેનાથી તમને અનેક ગણો ફાયદો મળશે.
3. ગોળ અને જીરાના પાણીથી શરીરમાં લોહી ની ખામી પુરી થઇ જાય છે, તેના સિવાય લોહી માં ઉપસ્થિત અશુદ્ધિઓ ને પણ દૂર કરી દે છે.
4. માસિક ધર્મમાં થનારી અનિયમિતતા અને પેટ દર્દ જેવી પરેશાનીઓ થવા પર જીરું અને ગોળ ના પાણીનું સેવન કરો. તેને પીવાથી તમને આરામ મળશે.
5. પેટની સમસ્યાઓ જેવી કે, ગેસ અને પેટ દર્દ થી છુટકારો મેળવવા માટે ગોળ અને જીરુંનું પાણી નું સેવન કરો. જલ્દી જ લાભ મળશે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!