Jioનો સૌથી મોટો ધડાકો : Jio Phone 3 ટચ સ્ક્રીન ડિસ્પ્લે સાથે થઇ શકે છે લૉન્ચ, કિંમત જાણીને ઝૂમી ઉઠશો

0

રિલાયન્સ Jio આ વર્ષે, તેની JioPhone સીરીઝનો આગામી સ્માર્ટફોન JioPhone 3 લોન્ચ કરી શકે છે. JioPhone પહેલીવાર વર્ષ 2017માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ 4G ફીચર ફોન લાખો લાકો યુઝર્સે ખરીદ્યો હતો. આ પછી, ગયા વર્ષે JioPhone 2 લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં જ મળેલી માહિતી મુજબ, JioPhone સીરીઝનો આગામી ફોન ટચ સ્ક્રીન સાથે લોન્ચ કરવામા આવશે. આ ફોન સસ્તા 4G સ્માર્ટફોન હોઈ શકે છે. BeetelBiteના એક અહેવાલ મુજબ, JioPhone 3ને 4,500 રૂપિયાના ભાવે લોન્ચ કરવામાં આવી શકે છે. JioPhone સીરીઝના અન્ય ફોન્સની જેમ આ ફોન પણ યુઝર્સને ખૂબ જ પસંદ આવી શકે છે. આવો જાણીએ JioPhone 3 સાથે જોડાયેલી વિગતો…

JioPhone 3ના ફીચર્સ

JioPhone 3ના સંભવિત ફીચર્સ વિશે વાત કરીએ તો આ ફોનમાં 5-ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોનમાં 2GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ આવી શકે છે. ફોનના કેમેરાના ફીચર્સની વાત કરીએ તો, તેમાં 5 મેગાપિક્સલનો રીઅર કેમેરા અને 2 મેગાપિક્સલનો સેલ્ફ કેમેરો આપવામાં આવી શકે છે. આ અહેવાલ અનુસાર, આ ફોન જુલાઈ અથવા ઓગસ્ટ 2019થી વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. રિલાયન્સ જિઓના જીઓ સ્ટોર, રિલાયન્સ ડિજિટલ સ્ટોર પરથી આ ફોન ખરીદી શકાય છે. હાલમાં, આ ફોન વિશે બધી માહિતી ઉપલબ્ધ નથી, કે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું. એવું અનુમાન કરવામાં આવે છે કે આ ફોન એન્ડ્રોઇડ ગો ઑપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરી શકાય છે. આ ઉપરાંત, ફોનમાં QWERTY કીબોર્ડ્ પણ આપવામાં આવશે. જેથી આ ફીચર ફોનની જેમ જ ઉપયોગ કરી શકાય.

ગયા વર્ષે JioPhone 2 પણ QWERTY કીપેડ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમાં સોશ્યલ મીડિયા એપ્લિકેશન્સ જેમ કે વૉટ્સઍપ, ફેસબુક અને યુ ટ્યુબ ચલાવી શકે છે. JioPhone 2ની કિંમત 2,999 રૂપિયા છે. તે જ સમયે, JioPhone તમે કફ્ત 1,500 રૂપિયામાં જ ખરીદી શકો છો. આ બંને ફોન કોઈપણ રિટેલર પાસે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, તમે રિલાયન્સ જીઓના ડિજિટલ સ્ટોરમાંથી પણ ખરીદી શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here