Jio ની 1 વર્ષ ની વેલિડિટી જબરદસ્ત દિવાળી ઓફર, 1 વર્ષ સુધી ફ્રી કોલિંગ, રોજના GB ડેટા.. 100% કેશબેક ફાયદો ઉઠાવો

0

તહેવારો ની સીઝન ને ધ્યાનમાં લેતા રિલાયન્સ જીઓ એ ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યો છે. કંપની નો આ પ્લાન તે યુજર્સ માટે છે જેઓ વારંવાર રિચાર્જ કરવાની દુવિધા થી બચવા માગે છે. જીઓ ના આ નવા પ્લાન ની કિંમત 1,699 રૂપિયા છે, જેના પર 100 ટકા કેશબેક ઓફર કરવામાં આવી રહી છે. આ ઓફર નો ફાયદો ગ્રાહક 18 ઓકટોબર થી લઈને 30 નવેમ્બર સુધી ઉઠાવી શકે છે. આવો તો જાણીએ કંપની ના આ પ્લાન માં યુઝર્સ ને કઈ સુવિધા આપવામાં આવી રહી છે.જીઓ 1,699 રૂપિયા નો પ્લાન:

આ પ્લાન નો ફાયદો યુજર્સ 365 દિવસ સુધી ઉઠાવી શકશે. આ પ્લાન માં યુઝર્સ ને પુરા 1 વર્ષ માટે અનલિમિટેડ લોકલ અને નેશનલ વૉયસ કોલિંગ નો લાભ મળશે તે પણ વગર કોઈ FUP લિમિટ ની સાથે. તેના સિવાય અનલિમિટેડ રોમિંગ, લોકલ અને નેશનલ એસએમએસ મળશે. યુઝર્સ રોજના ફ્રી 100 એસએમએસ કરી શકશે. ડેટા ની વાત કરવામાં આવે તો યુઝર્સ ને કુલ 5475 જીબી ડેટા મળશે. આ સિવાય, રોજના યુઝર્સ 4 જી સ્પીડ ની સાથે 1.5 જીબી ડેટા નો ફાયદો ઉઠાવી શકે છે.

આ નવા પ્લાન ની સાથે મળી રહેલા 100 ટકા કેશબેક નો ફાયદો 18 ઓક્ટોબર થી 30 નવેમ્બર સુધી ઉઠાવી શકાય તેમ છે. યુઝર્સ ને કેશબેક કુપન ના રૂપમાં આપવામાં આવશે. જેમાં ત્રણ કુપન 500 રૂપિયા ની કિંમત પર અને એક કુપન 200 રૂપિયા ની કિંમત પર હશે. યુઝર્સ આ કુપન નો ઉપીયોગ સિલાયન્સ ડિજિટલ કે રિલાયન્સ ડિજિટલ એક્સપ્રેસ મીની સ્ટોર્સ માં 5,000 રૂપિયા ની ન્યુનતમ ખરીદી પર કરી શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here