જિયોના બ્રોડબેન્ડથી તમને મળશે અનેક ફાયદા, 100 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં મળશે આ સર્વિસ…

0

નિ:શુક્લ કોલીંગ અને ખુબ જ સસ્તા ઇન્ટરનેટથી દૂરસંચાર ઉદ્યોગને બદલનારા પ્રમુખ સૌથી ધનિક ઉદ્યોગપતિ ભારતીય મુકેશ અંબાણીએ ગુરુવારે ‘હાઈસ્પીડ’ ફિક્સ્ડ લાઈન બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની ઘોષણા કરી. પ્રસ્તાવિત ‘જિયો ગિગાફાઈબર સર્વિસ’ સામાન્ય ગ્રાહકો માટે તેનું પંજીકરણ 15 ઓગસ્ટ થી શરૂ થશે.કંપની 1100 શહેરોમાં આ સેવા આપશે. આ સેવાના ચાલતા આ પાંચ સુવિધાઓ મળશે.

ટેલિવિઝન પર અલ્ટ્રા હાઈ ડેફિનેશન ઇન્ટરનેટ, વોયસ એક્ટિવેટેડ અસિસ્ટેંન્સ, વર્ચુઅલ રિયલ્ટી ગેમિંગ, ડિજિટલ શોપિંગ, સ્માર્ટ હોમ સમાધાન.

આટલો આવશે ખર્ચ:
રિપોર્ટ અનુસાર તમને ત્રણ સર્વિસ માટે દરેક મહિને 1000 રૂપિયા થી પણ ઓછો ખર્ચ કરવો પડશે. તેની સાથે જ તેમાં બે બોક્સ આપવામાં આવશે, જેમાં એક વાઈ-ફાઈ રાઉટર હશે અને એક બીજું ટીવી માટે સેટ-ટોપ બોક્સ હશે.
એચડી મળશે અને દરેક ચેનલ્સ:ડીટીએચ સેવામાં દરેક ચેનલ્સ હાઈ ડેફિનેશન(એચડી) માં હશે. તેના માટે કોઈપરક્રયાના અતિરિક્ત શુલ્ક પણ ગ્રાહકોને આપવાનું રહેશે. સાથે જ એક સાથે તમે ઘણા લોકોની સાથે વિડીયો કોન્ફ્રેંસ પણ કરી શકશો. સાથે જ અવાજ દ્વારા તમે ઘણા ઉપકરણોને ચલાવી શકશો. સાથે જ ગેમિંગ, ડિજિટલ શોપિંગ પણ આ ડીટીએચ કનેક્શનની સાથે કરી શકશો.

આટલી મળશે સ્પીડ:
જાણકારી અનુસાર વાઈ-ફાઈ બ્રોડબેન્ડના ચાલતા ઓછામાં ઓછા 50 જીબીપીએસ ની સ્પીડ આપશે. હાલ મોટાભાગે કંપનીઓ વાઈ-ફાઈ કનેક્શન પર ઓછામાં ઓછી 20 એમબીપીએસ સ્પીડ મળતી હોય છે.સ્માર્ટફોનની મદદથી કરી શકશો આ કામ:
ગ્રાહકો પોતાના સ્માર્ટફોનમાં એક એવી એપ દ્વારા દરેક ઘરેલુ ઉપકરણો માં વોલ-ટુ-વોલ વાઈ-ફાઈ કવરેજ હશે. દરેક ઉપકરણ, પ્લગ પોઇન્ટ, સ્વીચ સ્માર્ટ બની જાશે. તમે 24×7  સુરક્ષા નિગરાની અને એલર્ટ દેનારા કેમેરા પણ લગાવી શકો છો.

બિઝનેસમેન અને દુકાનદારોને થશે આ ફાયદો:

વ્યાપારીઓ અને નાના વ્યવસાયો માટે આ સર્વિસ ઉપલબ્ધ હશે. મુકેશ અંબાણીએ કહ્યું કે જયારે તમે નાના કારોબારીઓને કનેક્ટિવિટી આપો છ તો તમે તેને મોટા વ્યવસાયોની સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે સશક્ત બનાવો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!