જીઓ ગીગા ફાઈબર માટે 15 ઓગસ્ટના રોજ રજીસ્ટ્રેશન, આ સ્ટેપ્સને ફોલો કરીને ફ્રી માં કરી શકાશે રજીસ્ટ્રેશન…..

0

રિલાયંસ જીઓ પોતાની ફાઈબર બ્રૉડબૈન્ડ સર્વિસ ને જીઓ ગીગા ફાઈબર ના નામથી લોન્ચ કરવાના છે. આ સૌથી મોટી ફિક્સ્ડ લાઈન બ્રૉડબૈન્ડ સર્વિસ છે. કંપની નો દાવો છે કે જીઓ ગીગા ફાઈબરની મદદથી કસ્ટમર્સ 1GBPS ની હાઈ ઇન્ટરનેટ સ્પીડ મેળવી શકશે અને આ 1100 શહેરોમાં ઉપલબ્ધ હશે. જીઓ ગીગા ફાઈબર નું કનેક્શન લેવા માટે 15 ઓગસ્ટથી રજીસ્ટ્રેશન શરુ થઇ રહ્યું છે.પહેલા ચરણમાં 15-20 શહેરોમાં જ શરૂ થઇ જશે સર્વિસ:

જીઓ ગીગા ફાઈબર સર્વિસ લેવા માટે ઈન્ટરેસ્ટેડ લોકો MyJio એપ કે jio.com પર જઈને ડિટેલ્સ ફીલ કરીને રજીસ્ટ્રેશન કરી શકો છો. ગીગા ફાઈબર ને કંપની ‘बनाओ इंडिया को गीगा रेडी’ ટૈગલાઇન સાથે લોન્ચ કરી રહી છે. મુકેશ અંબાણી ની સર્વિસને 1100 શહેરોમાં શ્રી કરવાની ઘોષણા કરી હતી. જો કે કહેવામાં આવી રહ્યું છે કે પહેલા ચરણમાં આ સર્વિસ માત્ર 15 થી 20 શહેરોમાં જ શરૂ કરવામાં આવશે. ખબર એ પણ છે કે ગીગા ફાઈબર સર્વિસ પેહલા ચરણમાં તેના શહેરોમાં શરૂ કરવામાં આવશે જ્યાંથી સૌથી વધુ રજીસ્ટ્રેશન થયું હોય.

આ છે રજીસ્ટ્રેશન કરવાના સ્ટેપ્સ:

સ્ટેપ 1- સૌથી પહેલા તમારે MyJio એપ કે jio.com પર જાવાનું રહેશે.
સ્ટેપ 2- ત્યાં જીઓ ગીગા ફાઈબર ના રજીસ્ટ્રેશન માટે દેખાઈ રહેલા રજીસ્ટ્રેશન બોક્સ પર ક્લિક કરો.
સ્ટેપ 3- તેના પછી તમારી પાસેથી તમારી પર્સનલ ડિટેલ્સ ભરવાનું કહેવામાં આવશે અને તમારે નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દર્જ કરવાનું રહેશે.
સ્ટેપ 4- પર્સનલ ડિટેલ્સ ભર્યા પછી સબમિટ કરી દો.
સ્ટેપ 5- હવે તમારું રજીસ્ટ્રેશન થઇ ગયું છે. જીઓ ગીગા સર્વિસ જયારે તમારા શહેરમાં શરૂ થશે, ત્યારે તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે.

પ્રિવ્યુ ઓફર ના ચાલતા દરેક મહિને મળી રહ્યો છે 100જીબી ડેટા:

જીઓ ગીગા ફાઇબરના વર્તમાન પ્લાનના ચાલતા કસ્ટમર્સને 100MBPS ની ઇન્ટરનેટ સ્પીડ વાળું કનેક્શન 90 દિવસો માટે આપવામાં આવી રહ્યું છે. તેમાં દરેક મહિને 100GB ડેટા મળશે અને યુઝર્સ જીઓ પ્રીમિયમ એપ્સ ને ઍક્સેસ કરી શકશે. 100GB નું હાઈસ્પીડ ડેટા ખર્ચ કર્યા પછી કસ્ટમર  MyJio એપ કે jio.com થી 40GB સુધી નું કોમ્પ્લીમેન્ટરી ડેટા ટોપઅપ કરી શકે છે. પ્રિવ્યુ ઓફર ને લેવા માટે કોઈ પણ ઈન્સ્ટોલેશન ચાર્જ નહિ આપવો પડે. કસ્ટમર્સ માત્ર 4,500 રૂપિયાની સિક્યોરિટી રાશિ ઓનલાઇન જમા કરીને તેનો લાભ ઉઠાવી શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here