Jio એ દિવાળી પર ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, શું છે નવા ટેરીફ પ્લાન? અત્યારે જ જાણી લો, કોઈ ભૂલ ના થાય..

0

આજે દિવાળી છે અને દિવાળી ટાણે જીઓ એ લેટેસ્ટ પ્લાન માં ચેન્જીઝ કર્યા છે જિઓએ 3989 રૂપિયાવાળા ધન ધના ધન પ્લાનના ટેરીફ વધારીને હવે 459 રૂપિયા કર્યા છે. Jio વેબસાઈટ પ્રમાણે આ પ્લાન આજથી એટલે કે 19 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે. આમ હવે આ પ્લાન માટે કસ્ટમર્સને 15 ટકા વધારે કિંમત ચૂકવવી પડશે.

પણ 149 રૂપિયાનો પ્લાન લેવા વાળા ગ્રાહકોને બમણો ફાયદો થયો છે. 28 દિવસ માટે હવે તેમને 4G સ્પીડથી 4GB ડેટા મળશે. અત્યાર સુધી એવું હતું કે આ પ્લાન 2GB ડેટા જ મળતું હતું. નાના અને શોર્ટ ટર્મ પ્લાન્સની કિંમતોમાં ભારે ઘટાડો કરી દેવાયો છે. સાથે જ વધુ ડેટા પણ મળશે. પણ ખરેખર પબ્લિક નાના પ્લાન USE કરે છે ?એ પણ સવાલ છે

જિયોએ એક અઠવાડિયા માટે 52 રૂપિયાનો અને બે અઠવાડિયા માટે 98 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકોને ફ્રી વૉઈસ કૉલિંગ, એસએમએસ, અનલિમિટેડ ડેટા(0.15 GB પ્રતિદિવસ) મળશે. જિયોના તમામ પ્લાન્સમાં અનલિમિટેડ વૉઈસ કૉલની સુવિધા મળતી રહેશે, રોમિંગમાં પણ.

કંપનીએ 509 રૂપિયાની સ્કિમ હેઠળ પણ બેનિફિટમાં ઘટાડો કરી દીધો છે. જેમાં ગ્રાહકોને પ્રતિદિવસ 2GB ડેટા મળે છે. કંપનીએ તેની વેલિડિટી 56 દિવસ સુધી ઘટાડીને 49 દિવસ કરી દીધી છે. એટલે કે 4G સ્પીડથી અત્યારે 98GB ડેટા જ ગ્રાહકોને મળશે, જોકે પહેલા 112 GB હતું. આ પ્લાન હેઠળ પ્રતિ GB ડેટાની કિંમત 5.2 રૂપિયા હશે.

999 વાળા આ પ્લાન હેઠળ અત્યાર સુધી 4G સ્પીડથી 90 GB ડેટા મળતો હતો. પરંતુ હવે 3 મહિના માટે હાઈ સ્પીડ પર 60 GB ડેટા જ મળશે.

જિયોએ 1.999 રૂપિયાવાળો પ્લાન રજૂ કર્યો છે જેની વેલિડિટી 6 મહિના હશે અને સ્પીડમાં ઘટાડો કર્યા વગર 125 GB ડેટા અપાશે. 4,999 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી હવે એક વર્ષની હશે, જો કે પહેલા 210 દિવસ હતી. જો કે હાલમાં 4G સ્પીડ પર 380ની જગ્યાએ 350 GB ડેટા જ મળશે.

તો જોઈ લો જીઓ નો લેટેસ્ટ પ્લાન ની ડિટેઈલ્સ

મોરલ: થોડો ઘણો ભાવ તો ચાલ્યા જ રાખે મિત્રો, આપણે તો જીઓ ને જ સપોર્ટ કરવાનું છે …

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!