જિંદગીમાં આ 6 મોટી ભૂલોનું શ્રી દેવી ને હંમેશા રહ્યું દુઃખ, યાદ આવતા જ ભરાઈ આવતી હતી આંખો…..

0

બોલીવુડની ‘ચાંદની’ હવે આપણી વચ્ચે નથી રહી. આ હકીકતના પુરા 36 કલાક થઇ ચુક્યા છે. શ્રી દેવી સિનેમાજગતની એક માત્ર એક્ટ્રેસ હતી જેનું નામ ફીમેલ સુપરસ્ટાર ની લીસ્ટમાં શામીલ છે. એકથી એક બ્લોકબસ્ટર ફિલ્મો દેનારી શ્રી દેવી એ પોતાના જીવનકાળ દરમિયાન અમુક એવી ભૂલો કરેલી છે જેનો પછતાવો તેને હંમેશા જ રહેશે. તો ચાલો આજે અમે તમને શ્રી દેવી નાં જીવનની એવી 6 ભૂલો જણાવીશું જે તેને કોઈ અન્ય મુકામ પર પણ પહોંચાળી શકતી હતી.

1. હોલીવુંડમાં કામ કરવાનો ઇનકાર:

આ હિરોઈન સાથે કામ કરવા માટે હર કોઈ તૈયાર હતું. કહેવામાં આવે છે કે હોલીવુડના ફેમસ ફિલ્મમેકર સ્ટીવન સ્લીપબર્ગની સાથે કામ કરવા માટે શ્રી દેવીએ ઇનકાર કરી દીધો હતો. સ્લીપબર્ગે તેને ‘જુરાસિક પાર્ક’ માં કામ કરવા માટે એક ખાસ કિરદાર ઓફર કરી હતી. શ્રી દેવીએ આ રોલનો ઇનકાર કરતા કહ્યું કે તે આ સમયે પોતાના કેરિયરનાં શિખર પર છે અને એવામાં તે હોલીવુડમાં એન્ટ્રી કરવા નથી માંગતી. બોલીવુડની આ ફેમસ અદાકારાએ જો તે સમયે ફિલ્મ માટે હા કીધી હોત તો કદાચ તેનું નામ આજે હોલીવુડમાં પણ દર્જ થઇ ગયું હોત.

2. ‘બાઝીગર’ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર:

શ્રી દેવી ની બીજી મોટી ભૂલ ‘બાઝીગર’ ફિલ્મ માં કામ કરવા માટેનો ઇનકાર. કહેવામાં આવે છે કે શાહરૂખ ખાનની ફિલ્મમાં ડબલ રોલ ઓફર કરવામાં આવી હતી પણ શ્રી દેવી એ ઇનકાર કરી દીધો હતો. તેના બાદ શિલ્પા શેટ્ટી અને કાજોલને ઓફર કરવામાં અવી હતી. આ ફિલ્મે માત્ર શાહરૂખ ખાન જ નહિ પણ શિલ્પા અને કાજોલના કેરિયરને પણ ચાર ચાંદ લાગી ગયા હતા.

3. ‘ડર’ ફિલ્મ માટે ઇનકાર:

જાણકારી નાં આધારે શ્રી દેવીને શાહરૂખ ની બીજી એક ફિલ્મ ‘ડર’ માટે પણ ઓફર આપવામાં આવી હતી. તે સમયે શ્રી દેવીએ એવું કહીને ઇનકાર કરી દીધો કે તેમાં તેના કરવા લાયક કઈ છે જ નહી. તેના બાદ આ રોલ જુહી ચાવલાએ નિભાવ્યો હતો. આ ફિલ્મ તેઓના કેરિયરની સૌથી હીટ ફિલ્મ સાબિત થઇ હતી.

4. ‘બાગબાન’ ફિલ્મનો ઇનકાર:

‘બાગબાન’ ફિલ્મમાં હેમા માલિનીના રોલને આજે પણ યાદ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ કિરદાર પહેલા શ્રી દેવીને ઓફર કરવામાં આવેલો હતો. તે સમયે શ્રી દેવીએ એવું કહીને ઇનકાર કર્યો કે તે હાલ ફિલ્મોમાં ફરીથી વાપસી કરવા નથી માંગતી. આ ફિલ્મમાં અમિતાબ અને હેમાની જોડીને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.

5. ‘મોહબ્બતે’ ફિલ્મ માટે ઇનકાર:

સાથે જ આ ફેમસ અદાકારાને ‘મોહબ્બતે’ માં પણ ખાસ રોલ નો ઓફર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે તેણે આ રોલ પ્લે કરવા માટેનો પણ ઇનકાર કરી દીધો હતો. જો તે આ રોલને સ્વીકાર કરી લેતી તો અમીતાબનાં વિરુદ્ધમાં નજરમાં આવતી.

6. અનીલ કપૂર સાથે કામ કરવાનો ઇનકાર:

‘મિસ્ટર ઇન્ડીયા’ ફિલ્મમાં અનીલ કપૂર અને શ્રી દેવીની જોડીને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવેલી હતી. કહેવામાં આવે છે કે શ્રી દેવી ને ‘બેટા’ ફિલ્મ માટેની પણ ઓફર કરવામાં આવેલી હતી પણ તેણે તેટલા માટે આ ઓફર ઠુકરાવી કેમ કે તે અનીલ કપૂર સાથે કામ કરવા માંગતી ન હતી. બાદમાં આ રોલ માધુરીએ નિભાવ્યો હતો.

Story Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡